Home /News /business /Share Market Today: બજાર સામાન્ય ઉછાળા સાથે ખૂલ્યું, પછી સતત ચડી રહ્યું છે ઉપર
Share Market Today: બજાર સામાન્ય ઉછાળા સાથે ખૂલ્યું, પછી સતત ચડી રહ્યું છે ઉપર
બજારમાં આજે તેજીની શક્યતા આ કારણે રોકાણકારોને મજી પડી શકે.
Share Market Today: ભારતીય શેરબજારમાં આ સપ્તાહમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળશે. ગત સપ્તાહમાં સેન્સેક્સ મોટા ઘટાડા પછી આજે છલાંગ લગાવી શકે છે. ગ્લોબલ માર્કેટમાંથી પણ પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે.
નવી દિલ્હીઃ આજે સવારે સેન્સેક્સે 44.66 અંક અથવા તો 0.07 ટકાના ઉછાળા સાથે 60,702ના સ્તરે પોતાનું કામકાજ શરું કર્યું હતું. જ્યારે નિફ્ટીમાં 17 અંક અથવા તો 0.09 ટકાના ઉછાળા સાથે 18,060.00નો ઉછાળો જોવા મળ્યો હતો. બજાર ખૂલતાં જ 1459 શેરમાં તેજી જોવા મળી હતી જ્યારે 537 શેરમાં ઘટાડોનો ટ્રેન્ડ દેખાયો હતો અને 112 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહોતો.
આજે વૈશ્વિક બજારમાં આવેલી તેજીની (Global Market Trend) અસર ભારતીય શેરબજારમાં (Indian Share Market) જોવા મળશે અને પાછલા સત્રમાં થયેલી ખોટની વસૂલાત થશે. છેલ્લા સત્રમાં રોકાણકારોએ જોરદાર વેચવાલી કરી હતી અને વૈશ્વિક બજારમાં ઘટાડાનું દબાણ તેઓ અનુભવી રહ્યા હતા, પરંતુ આજે એશિયાના મોટાભાગના શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે, જેની અસર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળશે.અગાઉના સત્રમાં સેન્સેક્સ 637 પોઈન્ટ ઘટીને 60,657 પર જ્યારે નિફ્ટી 190 પોઈન્ટ ઘટીને 18,043 પર બંધ થયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આજે વૈશ્વિક બજારમાં તેજીનું વાતાવરણ રહેશે અને તેની સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર પડશે. એવી શક્યતા છે કે આજે બજારમાં વેચવાલીનો જોર રહેશે અને શરૂઆતના વેપારથી જ તેને વેગ મળશે.
એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે તેજી સાથે ઓપનિંગ અને ત્યારબાદ પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.31 ટકાની વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે જાપાનનો નિક્કેઇ 0.70 ટકાની ઝડપે કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગ શેરબજાર 2.08 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે તાઈવાનનું બજાર 1.23 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. સાઉથ કોરિયાનો કોસ્પી પણ 0.71 ટકા અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.36 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યા છે.
આ શેરો પર રાખો વિશેષ ધ્યાન
નિષ્ણાતોનું માનવું છે કે તેજીની વચ્ચે કેટલાક એવા શેર્સ હશે જેના પર રોકાણકારોની ખાસ નજર રહેશે. આજે આટલી ઊંચી ડિલિવરી ટકાવારી ધરાવતા સ્ટોક્સમાં SBI Card, Hindustan Unilever, Infosys, ICICI Bank અને HDFC જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. રોકાણકારો આ શેરોમાં ફક્ત ખરીદી અથવા વેચાણ કરી શકે છે.
વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાંથી મૂડી પાછી ખેંચવાની પ્રક્રિયા અટકી રહી નથી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાંથી રૂ. 2,620.89 કરોડના શેર પાછા ખેંચી લીધા હતા. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આ સમયગાળા દરમિયાન બજારમાં રૂ. 773.58 કરોડના શેર ખરીદ્યા હતા, જેણે બજારને પ્રોત્સાહન આપ્યું હતું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર