Home /News /business /Stock Market: વૈશ્વિક તેજીને આભારી માર્કેટ 100 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યું, આ શેર્સ પર નજર રાખો

Stock Market: વૈશ્વિક તેજીને આભારી માર્કેટ 100 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યું, આ શેર્સ પર નજર રાખો

શેરબજારમાં આજે તેજીની શક્યતા કમાણી માટે આના પર નજર રાખો

BSE Sensex: ભારતીય શેરબજાર આજે ગુરુવારે પણ તેજીનો કુદકો મારવા માટે તૈયાર લાગી રહ્યું છે. જો આજે બજાર તેજીની દોટ મૂકે છે તો આ સતત ત્રીજુ કારોબારી સત્ર હશે જેમાં બજાર ઉપર ખૂલશે. વૈશ્વિક માર્કેટમાં આવી રહેલી તેજી વચ્ચે આજે સ્થાનિક માર્કેટમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ પોઝિટિવ જોવા મળી શકે છે અને તેઓ માર્કેટની શરુઆત થતાં જ ખરીદી તરફ વળી શકે છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ ભારતીય શેરબજાર (Indian Stock Market) ગુરુવારે સતત ત્રીજા કારોબારી સત્રમાં તેજી તફ ઝઈ શકે છે. વૈશ્વિક માર્કેટમાં તેજી વચ્ચે સ્થાનિક રોકાણકારો ખરીદી માટે પ્રોત્સાહિત થઈ શકે છે અને આ પોઝિટિવ સેન્ટિીમેન્ટ બજારને ઉપર તરફ લઈ જશે. આ સપ્તાહના પહેલા દિવસને છોડી દઈએ તો બાકીના તમામ દિવસે બજાર ઉછળીને બંધ થયું છે.

    આ પણ વાંચોઃ અચાનક આ શેરે ભરી ઉડાન 8 દિવસમાં રુ.1 લાખ બન્યા રુ.2.21 લાખ

    છેલ્લા કારોબારી સત્રની વાત કરીએ તો સેન્સેક્સ 92 અંક ઉછળીને 61,511 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 23 અંક ચઢીને 18,267 પર બંધ થઈ હતી. બુધવારે શરુઆતના કારોબારમાં સેન્સેક્સ લગભગ 450 અંક જેટલો ઉછળ્યો હતો. ત્યારપછી તેજી ધોવાઈ હતી જોકે એક્સપર્ટનું માનીએ તો ગ્લોબલ માર્કેટમાં તેજીને જોતા સ્થાનિક રોકાણકારોમાં એકંદરે તેજીનું સેન્ટિમેન્ટ બન્યું છે અને તેઓ સતત ખરીદી કરી રહ્યા છે. બજારમાં આગળ પણ આ ટ્રેન્ડ યથાવત રહી શકે છે અને બજાર 62 હજારનો આંક પાર કરી શકે છે.

    આ પણ વાંચોઃ ભારતીયો માટે ખુશખબરી! હવે ઓસ્ટ્રેલિયામાં નોકરી અને સ્ટડી માટે જવાનું વધુ સરળ

    અમેરિકન બજારમાં તેજી


    યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં સામાન્ય જ વધારો કરવાનો સંકેત આપ્યો છે, ત્યારબાદ રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને યુએસ શેરબજારમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પાછલા સત્રમાં પણ S&P 500 0.59 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે ડાઉ જોન્સ 0.28 ટકા વધીને બંધ થયો હતો, તો ટેક શેર્સ ધરાવતો પ્રમુખ ઇન્ડેક્સ NASDAQ 0.99 ટકા વધીને બંધ રહ્યો હતો.

    યુરોપીયન બજારો પણ તેજીમાં


    અમેરિકાની જેમ યુરોપિયન બજારો પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં લીલા નિશાન પર બંધ થયા છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સામેલ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ પાછલા સત્રમાં 0.04 ટકા વધીને બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.32 ટકા વધવામાં સફળ રહ્યું હતું. એ જ રીતે લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ 0.17 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

    આ પણ વાંચોઃ લાંબાગાળે રુપિયાના ઢગેલા-ઢગલા કરી શકે છે આ શેર્સ, મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસે ખરીદ્યા

    એશિયન બજારોમાં ઉછાળો


    ગુરુવારે સવારે એશિયાના મોટાભાગના શેરબજારો ખુલ્લા અને લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.47 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 1.31 ટકા વધવામાં સફળ રહ્યો છે. તાઈવાનનું શેરબજાર પણ આજે 0.92 ટકાના ઉછાળા પર છે જ્યારે હોંગકોંગના શેરબજારમાં 0.50 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાનું કોસ્પી માર્કેટ 0.58 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.

    આ પણ વાંચોઃ Hot Stocks: નાનું-મોટું નહીં પણ 40 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે આ શેર્સ, એક્સપર્ટે કહ્યું ખરીદવા મચી પડો

    આજે આ શેરો જુઓ


    શેરબજારમાં કેટલાક ખાસ શેર્સ હોય છે, જેના પર રોકાણકારોની નજર રહે છે. આવા શેરોને હાઈ ડિલિવરી પર્સન્ટેજ ધરાવતા સ્ટોક કહેવામાં આવે છે. આજના કારોબારમાં Marico, Dabur India, Nestle India, Colgate Palmolive અને ICICI Bank જેવી કંપનીઓનો હાઈ ડિલિવરી પર્સન્ટેજ શેરના લિસ્ટમાં સમાવેશ થાય છે. આ શેરો પર દાવ રમીને રોકાણકારો જંગી નફો કમાઈ શકે છે.

    વિદેશી રોકાણકારો બન્યા વેચવાલ


    વિદેશી રોકાણકારોએ આ સપ્તાહમાં ભારતીય બજારમાંથી સતત રુપિયા ઉપાડ્યા છે. જેના કારણે બજાર પર એક દબાણ બનેલું છે. છેલ્લા કોરાબારી સત્રમાં પણ વિદેશી સંસ્થાગત રોકણકારોએ બજારમાંથી 789.86 કરોડ રુપિયાના શેર વેચીને રુપિયા કાઢી લીધા હતા જોકે આ દરમિયાન સ્થાનિક સંસ્થાગત રોકણકારોએ 413.75 કરોડ રુપિયાના શેરની ખરીદી પણ કરી હતી.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Business news, Expert opinion, Share market, Stock market Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन