Home /News /business /Share Market Today: શેરબજાર સપ્તાહના પહેલા દિવસે જ ધબાય નમઃ, સેન્સેક્સ 400થી વધુ અંક તૂટ્યો
Share Market Today: શેરબજાર સપ્તાહના પહેલા દિવસે જ ધબાય નમઃ, સેન્સેક્સ 400થી વધુ અંક તૂટ્યો
શેરબજારમાં આજે દબાણ રહેશે પરંતુ નિષ્ણાતોને આ શેર્સ પર છે વિશ્વાસ, દાવ લગાવવા તૈયાર રહો.
BSE Sensex Today: શેરબજારમાં આજે સપ્તાહના પહેલા જ દિવસે સ્થિતિ થોડી નબળી લાગી રહી છે. બજાર આજે ઘટાડા સાથે કામ કરી શકે છે. તેવામાં નિષ્ણાતોને આ હાઈ પર્સન્ટેજ ડિલિવરી શેર્સ પર કમાણી માટે આશા છે.
મુંબઈઃ શેરબજાર છેલ્લા પૂરા અઠવાડિયામાં દબાણમાં રહ્યા બાદ આજે પણ ઘટાડા સાથે કારોબાર શરૂ કરી શકે છે. વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર આજે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર જોવા મળશે અને તેઓ ફરી એકવાર વેચવાલી તરફ આગળ વધી શકે છે. ગત સપ્તાહમાં પાંચેય ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો.
છેલ્લા ટ્રેડિંગ સત્ર એટલે કે શુક્રવાર 9 ડિસેમ્બરેના રોજ સેન્સેક્સ 389 પોઈન્ટ ઘટીને 62,181 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 113 પોઈન્ટ ઘટીને 18,497 પર પહોંચ્યો હતો. નિષ્ણાતો કહે છે કે વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ પડશે અને તેઓ વેચવાલી તરફ જઈ શકે છે. આજના કારોબારમાં પણ શરૂઆતના સત્રમાં સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો જોવા મળી શકે છે.
અમેરિકામાં ફેડ રિઝર્વના નિર્ણયો પહેલા જ રોકાણકારો ભયભીત દેખાઈ રહ્યા છે અને બજારમાંથી નાણાં ઉપાડવાનો આગ્રહ કરી રહ્યા છે. આ જ કારણ છે કે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં અમેરિકાના તમામ મુખ્ય શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. S&P 500 0.73 ટકાના ઘટાડા સાથે બંધ થયો, જ્યારે ડાઉ જોન્સ 0.90 ટકા અને નાસ્ડેક 0.70 ટકાના ઘટાડા સાથે બંધ થયો.
યુરોપિયન બજારોમાં તેજી
અમેરિકાથી વિપરીત યુરોપિયન બજારોમાં છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન તેજી જોવા મળી છે. યુરોપના મોટાભાગના શેરબજારો પાછલા સત્રમાં ઊંચા સ્તરે બંધ રહ્યા હતા. જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન 0.74 ટકા વધીને બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજારમાં 0.46 ટકાનો વધારો જોવા મળ્યો હતો. લંડનનું સ્ટોક એક્સચેન્જ પણ 0.06 ટકાના વધારા સાથે બંધ થયું હતું.
આજે સવારે એશિયાના મોટાભાગના શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સવારે સિંગાપોર સ્ટોક એક્સચેન્જ પર આજે 0.22 ટકાનો ઘટાડો જોવા મળ્યો તો જાપાનનો નિક્કેઈ 0.26 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે તાઈવાનના શેરબજારમાં 1.01 ટકા અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.59 ટકાનું નુકસાન જોવા મળ્યું હતું.
આ શેર્સ પર નજર રાખો
આજે બજારમાં દબાણ હોવા છતાં ઘણી કંપનીઓના શેર વધુ સારું પ્રદર્શન કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે આવા હાઈ ડિલિવરી પર્સન્ટેજ ધરાવતા શેરો પર સટ્ટો લગાવવો નફાકારક સોદો સાબિત થઈ શકે છે. આજના કારોબારમાં HDFC, HDFC બેંક, ICICI બેંક, ઇન્ફો એજ અને HDFC લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના શેરો હાઈ ડિલિવરી પર્સન્ટેજવાળા શેરોમાં આવે છે.
વિદેશી રોકાણકારો વેચવાલ બન્યા
છેલ્લા મહિનામાં બજારમાં સતત ખરીદી કરી રહેલા વિદેશી રોકાણકારો હવે પ્રોફિટ બુકિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ છેલ્લા ટ્રેડિંગ સત્રમાં બજારમાંથી રૂ. 158.01 કરોડના શેર વેચ્યા હતા. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 501.63 કરોડના શેરો ખરીદ્યા હતા.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર