Home /News /business /Stock Market: ભારતીય બજાર આજે તેજીના મૂડમાં, એ ક્યા ફેક્ટર છે જે રોકાણકારોને ફાયદો કરાવી શકે?

Stock Market: ભારતીય બજાર આજે તેજીના મૂડમાં, એ ક્યા ફેક્ટર છે જે રોકાણકારોને ફાયદો કરાવી શકે?

નિષ્ણાતો માને છે કે આજે બજારમાં તેજી જોવા મળશે તેની પાછળ આ કારણો જવાબદાર બની શકે.

BSE Sensex Today: ભારતીય શેરબજાર છેલ્લા બે દિવસથી સતત ઘટાડાનો ભોગ બની રહ્યું છે, પરંતુ આજે બજારે તેજીનો મૂડ બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગ્લોબલ માર્કેટમાંથી મળતા પોઝિટિવ સેન્ટિમેન્ટની અસર અને સ્થાનિક રોકાણકારો દ્વારા પૂરતા પ્રોફિટ બુકિંગ બાદ હવે ખરીદી તરફ વળવામાં આવી શકે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર આજે ગુરુવાર એટલે કે 8 સપ્ટેમ્બરના કારોબારી સત્રમાં પોતાના પાછલા બે દિવસના ઘટાડાના ટ્રેન્ડને તોડી શકે છે. ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા પોઝિટિવ સંકેતો બાદ આજે સ્થાનિક રોકાણકારો પર પોઝિટિવ અસર જોવા મળી શકે છે. સેન્સેક્સ પોતાના છેલ્લા કારોબારી સત્રમાં 168 અંક તૂટીને 59,029 પર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી 31 અંકના ઘટાડા સાથે 17,624 પર બંધ થઈ હતી. એક્સપર્ટ્સનું કહેવું છે કે આજના કારોબારમાં રોકાણકારોનું પોઝિટિવ સેન્ટિમેન્ટ રહેશે અને તેઓ પ્રોફિટ બુકિંગ છોડી ખરીદી તરફ વધી શકે છે.

    મ્યુચ્યુઅલ ફંડ્સ કંપનીઓ તગડા રિટર્ન માટે લગાવે છે આ સ્મોલ કેપ્સ શેર્સ પર દાવ, શું તમારી પાસે છે આમાંથી કોઈ?

    અમેરિકન - યુરોપીયન બજારોની સ્થિતિ

    અમેરિકન શેરબજારમાં છેલ્લા ઘણા કારોબારી સત્રો બાદ આખરે તેજી જોવા મળી છે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પૉવેલ દ્વારા વ્યાજ દરો વધારવા અંગે કહેવામાં આવ્યા બાદ અમેરિકાના શેરબજરામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. જોકે ગઈકાલના કારોબારી સત્રમાં નેગેટિવ ટ્રેન્ડને બ્રેક વાગી છે અને મુખ્ય ઇન્ડેક્સમાં સામેલ NASDAQ પર 2.14 ટકાનો બંપર ઉછાળો જોવા મળ્યો છે.

    Cyrus Mistry Death: કાર કંપની મર્સિડિઝ બેન્ઝે આપ્યું પહેલું નિવેદન, જર્મનીમાં થશે તપાસ

    અમેરિકન બજારના ટ્રેન્ડ સાથે તાલ મિલાવતા યુરોપિયન શેર માર્કેટમાં પણ તેજી જોવા મળી છે અને મોટાભાગના યુરોપિયન સ્ટોક એક્સચેન્જ ગઈકાલના કારોબારમાં વધીને બંધ થયા છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સામેલ જર્મનીના સ્ટોક એક્સચેન્જે છેલ્લા સત્રમાં 0.35 ટકાનો વધારો નોંધાવ્યો છે. જ્યારે ફ્રાંસના શેરબજારમાં 0.02 ટકાનો ઉછાળો નોંધાયો છે. જોકે લંડનના શેરબજરામાં બધાથી વિપરિત 0.86 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

    Multibagger Stocks: હેવલ્સના શેરની કિંમત રૂ. 2થી પહોંચી રૂ. 1380 સુધી, રોકાણકારો માત્ર 15,000નું રોકાણ કરીને બન્યા કરોડપતિ

    એશિયન બજારોમાં તેજી

    એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઉછાળા સાથે ખુલ્યા હતા અને લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.62 ટકા ઉપર છે જ્યારે જાપાનનો નિક્કેઈ 1.85 ટકા વધીને ટ્રેડ કરી રહ્યો છે. તાઈવાનના શેરબજારમાં પણ 0.54 ટકા અને દક્ષિણ કોરિયાના કોસ્પી પર 0.40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જોકે, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ આજે 0.02 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

    એમેઝોનના જેફ બેઝોસ પાછળ છૂટ્યા, દુનિયાના બીજા નંબરના ધનવાન બનાવાથી ગૌતમ અદાણી એક પગલું દૂર

    વિદેશી રોકાણકારોએ શેર ખરીદ્યા

    ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની ખરીદી વધી રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 758.37 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 138.67 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Business news, Expert opinion, Nifty50, Stock market Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन