Home /News /business /Stock Market: સેન્સેક્સ 200 પોઈન્ટ તો ઉછળીને ખૂલ્યો તો નિફ્ટી 18300 ઉપર ખૂલી

Stock Market: સેન્સેક્સ 200 પોઈન્ટ તો ઉછળીને ખૂલ્યો તો નિફ્ટી 18300 ઉપર ખૂલી

ભારતીય શેરબજાર આજે તેજી તરફ જઈ શકે છે. ક્યા શેર તમને વધુ ફાયદો અપાવી શકે.

Indian Stock Market: ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજીના સંકેત જોવા મળી રહ્યા છે. તેવામાં જો તમારે કમાણી કરવી હોય તો નિષ્ણાતોએ અલગ તારવેલા કેટલાક હાઈ ડિલિવરી પર્સન્ટેજ શેર પર નજર રાખો.

  મુંબઈઃ ભારતીય શેરબજારમાં (Indian Stock Market) બુધવારે સતત બીજા કારોબારી સત્રમાં વૃદ્ધિના સંકેત દેખાઈ રહ્યા છે. વૈશ્વિક બજારમાં તેજીના કારણે આજે રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક જોવા મળી રહ્યું છે. નિષ્ણાતો કહે છે કે જો રોકાણકારો આજે સતત બીજા સત્રમાં ખરીદી તરફ વળે છે તો બજારને મોમેન્ટમ મેળવવામાં ફાયદો થઈ શકે છે. મહત્વનું છે કે અગાઉ સતત ત્રણ સેશનમાં ઘટાડો જોવા મળ્યો હતો.

  સેન્સેક્સ છેલ્લા કારોબારી સત્રમાં સેન્સેક્સ 274 પોઈન્ટના ઉછાળા સાથે 61,419 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 84 પોઈન્ટ ચઢીને 18,244 પર પહોંચી હતી. આજે મોટાભાગના વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી રહી છે, જેની અસર સ્થાનિક બજાર પર પણ જોવા મળશે અને રોકાણકારો ખરીદી તરફ આગળ વધી શકે છે. નિષ્ણાતો કહે છે કે છેલ્લા કેટલાક સમયથી બજાર એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે, પરંતુ આ વખતે સેન્ટિમેન્ટ લાંબા સમય સુધી સકારાત્મક રહેવાની ધારણા છે.

  આ પણ વાંચોઃ લાંબાગાળે રુપિયાના ઢગેલા-ઢગલા કરી શકે છે આ શેર્સ, મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસે ખરીદ્યા

  અમેરિકન બજારમાં તેજી


  અમેરિકાના શેરબજારમાં રોકાણકારોનો વિશ્વાસ પાછો ફરી રહ્યો છે અને તેઓ ભારે રોકાણ કરી રહ્યા છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દર અંગેના સંકેતો અને ફુગાવા અને બેરોજગારીના ખરાબ આંકડા છતાં અમેરિકન રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક જોવા મળી રહ્યું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં અમેરિકન શેરબજારોમાં મુખ્ય ઇન્ડેક્સ S&P 500 1.36 ટકા, ડાઉ જોન્સ 1.18 ટકા અને NASDAQ પર 1.36 ટકાનો સમાવેશ થાય છે.

  યુરોપિયન બજારોમાં પણ તેજી


  અમેરિકાના પગલે યુરોપના લગભગ તમામ શેરબજારોએ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન ઉછાળો દર્શાવ્યો છે. યુરોપના મુખ્ય બજારોમાં સામેલ જર્મનીનું શેરબજાર પાછલા સત્રમાં 0.29 ટકાના વધારા સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.35 ટકાના ઉછાળા સાથે બંધ થયું હતું. લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ પાછલા સત્રમાં 1.03 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

  આ પણ વાંચોઃ EV Vehicle Loan: ઈલેક્ટ્રિક કાર કે બાઈક ખરીદવું છે પણ બજેટની છે ચિંતા? તો આ બેંક આપશે ઝટપટ લોન

  એશિયન માર્કેટ પણ લીલા નિશાન પર


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.36 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 0.61 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનું શેરબજાર 0.07 ટકા અને તાઇવાનનું બજાર 0.41 ટકાનો વધારો દર્શાવે છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.37 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.21 ટકાનો વધારો જાળવી રહ્યો છે.

  વિદેશી રોકાણકારો વેચવાલ બન્યા


  ભારતીય મૂડી બજારમાંથી વિદેશી રોકાણકારો દ્વારા રુપિયા પાછા ખેંચવાની પ્રક્રિયા ફરી એકવાર વધી રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાંથી 697.83 કરોડના શેર વેચીને નાણાં પાછા ખેંચ્યા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 636.39 કરોડના શેર ખરીદ્યા હતા.

  આ પણ વાંચો:Manushi Chhillar: મિસ વર્લ્ડ માનુષી છિલ્લર જેના પ્રેમમાં પડી તે બિઝનેસમેન નિખિલ કામથ કોણ છે?

  આજે આ શેરોમાં મજબૂતી જોવા મળી શકે


  નિષ્ણાતોના મતે, આજના કારોબારમાં કેટલાક એવા સ્ટોક હશે જેના પર રોકાણકારો દાવ લગાવીને જંગી નફો કમાઈ શકે છે. આ શેરોને હાઈ ડિલિવરી પર્સન્ટેજ શેર કહેવામાં આવે છે અને આજના ટ્રેડિંગમાં Torrent Pharma, Wipro, ICICI Bank, PFC અને HDFC જેવી કંપનીઓના શેરો આ શ્રેણીમાં આવશે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन