Home /News /business /Stock Market: બજારમાં આજે પણ ધબડકો, સેન્સેક્સ 700 પોઈન્ટથી વધું તો નિફ્ટી 250થી વધુ તૂટી

Stock Market: બજારમાં આજે પણ ધબડકો, સેન્સેક્સ 700 પોઈન્ટથી વધું તો નિફ્ટી 250થી વધુ તૂટી

સતત ઘટતાં બજારમાં આજે કમાણી માટે આ શેર્સ પર નજર રાખો, આજે પણ દબાણ જોવા મળી શકે.

BSE Sensex Today: અમેરિકન શેરમાર્કેટમાં જોરદાર કડકા અને ફેડ રિઝર્વ દ્વારા સતત ત્રીજીવાર વ્યાજ દરોમાં વધારા બાદ વૈશ્વિક બજારો પર તેની અસર જોવા મળી રહી છે. તેમાંથી ભારતીય બજાર પણ બાકાત નથી અને છેલ્લા કેટલાક સેશનમાં જ બજાર પોતાના તાજેતરના હાઈથી 4 ટકા નીચે પટકાઈ ગયું છે. છેલ્લા કારોબારી સત્રમાં પણ બજારમા 1021 અંક તૂટીને સેન્સેક્સ 58,099 અને નિફ્ટી 302 અંક ગબડીને 17,327 પર આવી ગઈ હતી.

વધુ જુઓ ...
  મુંબઈઃ ભારતીય શેરબજાર (Indian Stock Market) પર આજે સતત ચોથા સત્રમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. ભારતીય શેરબજારમાં આજે પણ મોટો કડાકો બોલ્યો છે. વૈશ્વિક દબાણ અને વેચવાલીના પગલે તમામ એશિયન બજારો સવારથી ઘટાડા સાથે કામ કરી રહ્યા હતા. તેવામાં ભારતીય શેરબજાર પણ ખૂલતાંવેત જ ઊંધા માથે નીચે પછડાયું છે. સેન્સેક્સ સવારે 700 પોઇન્ટથી પણ વધુના કડાકા સાથે ખૂલ્યો હતો અને સતત નીચે જઈ રહ્યો છે જ્યારે નિફ્ટી પણ 250 પોઈન્ટ કરતા વધુ તૂટતા 17000 આસપાસ પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારમાં અમેરિકા અને યુરોપમાં મંદીની શક્યતાને જોતા અફરાતફરી મચી છે.

  પ્રી માર્કેટ આગાહી


  ભારતીય શેરબજાર (Indian Stock Market) પર આજે સતત ચોથા સત્રમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. ગ્લોબલ માર્કેટમાં સતત ઘટાડાના કારણે સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળશે. છેલ્લા કારોબારી સત્ર 23 સપ્ટેમ્બરના રોજ સતત ત્રીજા દિવસના ઘટાડામાં બજાર સાવ પડી ભાંગ્યું હતું અને બીએસઈ સેન્સેક્સ 1021 પોઈન્ટની ધોબી પછાડથી 59 હજારની સપાટી તોડીને 58,099 પર આવી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ 302 અંક તૂટીને 17,327 પહોંચી ગઈ હતી. આ દરમિયાન ઓટો અને એફએમસીજી તમામ સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

  આ પણ વાંચોઃ Harsha Engineers IPO: આજે હર્ષા ઇન્ટરનેશનલના શેરનું લિસ્ટિંગ, રોકાણકારોને ધોમ કમાણીની શક્યતા

  બજારમાં આજે પણ વેચવાલીનું દબાણ


  એક્સપર્ટનું કહેવું છે કે પાછલા કારોબારી સત્રમાં ઉછાળ બાદ ઘટાડો જોવા મળ્યો હતો, જે એક નાનકડા ઉછાળા બાદ બજારમાં તીવ્ર ઘટાડાનો સંકેત આપી રહી છે. તેના ઉપરાંત કારોબાર દરમિયાન રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગનું પણ દબાણ જોવા મળશે. કેમ કે ગ્લોબલ માર્કેટમાં છેલ્લા ત્રણ કારોબારી દિવસમાં સતત ઘટાડા બાદ આજે પણ વેચવાલીનો માહોલ બનેલો છે. એશિયના તમામ મુખ્ય બજારોમાં વેચવાલી અને ઘટાડાની સ્થિતિ જોવા મળી રહી છે.

  આ પણ વાંચોઃ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા સસ્તી થઈ શકે, નવા નિયમોથી તમારા ખિસ્સા પરનો ભાર હળવો થઈ શકે

  અમેરિકન માર્કેટમાં આજે ઘટાડો


  ફેડ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં સતત ત્રીજીવાર વધારા અને આગળ પણ વધારો કરશે તેવા સંકેતો બાદ અમેરિકન બજારમાંથી રોકાણકારો પોતાના નાણાં ધડાધડ કાઢી રહ્યા છે. રોકાણકારો દ્વારા બજારથી અંતર બનાવવાનું શરું થતાં અમેરિકાના તમામ મુખ્ય બજારો ધડામ કરીને તૂટી પડ્યા છે. પાછલા કારોબારી સત્રમાં પણ અમેરિકાના મુખ્ય ઇન્ડેક્સ પૈકી NASDAQ પર 1.80 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તો અમેરિકાના પગલે પહેલાથી જ મંદીના ભણકારા સાંભળી રહેલા યુરોપમાં પણ તમામ બજારો મોટા ઘટાડા સાથે બંધ થયા છે. યુરોપમાં મુખ્ય બજારો પૈકી જર્મની સ્ટોક એક્સચેન્જ તેના છેલ્લા કારોબારી સત્રમાં 1.97 ટકા જેટલા મોટા કડાકા સાથે બંધ થયું છે. તો ફ્રાંસનું શેરબજાર 2.28 ટકાના ઘટાડા સાથે ધડામ કરતું તૂટી પડ્યું છે. તેવી જ રીતે લંડન સ્ટોક એક્સચેન્જ પણ 1.97 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું.

  એશિયન માર્કેટ પણ કક્ડભૂસ


  વૈશ્વિક દબાણના પગલે આજે સપ્તાહના પહેલા દિવસે એશિયન માર્કેટ પણ ધડામ કરતાં તૂટી પડ્યા છે. મોટાભાગના એશિયન બજારો આજે સવારે કડાકા સાથે ખૂલ્યા છે અને નુકસાનીમાં ટ્રેડ કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.92 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. તો જાપાનનો નિક્કેઈ 2.21 ટકાના જબ્બર કડાકા સાથે કારોબાર બાર કરી રહ્યો છે. આ ઉપરાંત હોંગકોંગનું શેરબજાર 1.18 ટકાના ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યું છે તો તાઈવાનનું બજાર 1.16 ટકાના ઘટાડા સાથે કામકાજ કરી રહ્યું છે. તેમજ દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 2.30 જેટલા તગડા કડાકા સાથે કામ કરી રહ્યું છે.

  આ પણ વાંચોઃ Bank Holidays In October: શું આગામી મહિનામાં 21 દિવસ બેંકો બંધ રહેશે? જરુરી કામ 30 પહેલા પતાવી લો

  આજે રોકાણકારો આ શેર્સ પર રાખે નજર


  બજારમાં સતત ઘટાડાની આ સ્થિતિમાં પણ રોકાણકારો પાસે રુપિયા કમાવવાનો મોકો છે. એક્સપર્ટ કહી રહ્યા છે કે આજના કારોબારમાં કેટલાક એવા શેર્સ છે જે વધી શકે છે. તેવા શેરને હાઈ ડિલિવરી પર્સન્ટેજ શેર કહેવાય છે. આવા શેર્સના લિસ્ટમાં PI Industries, HDFC, Abbott India, ICICI Lombard General Insurance અને ICICI Bank સહિતના શેર સામેલ છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन