Home /News /business /Stock Market Today: બજાર આજે પણ વૈશ્વિક દબાણમાં ફ્લેટ ઓપન થયા, રોકાણકારોમાં નેગેટિવ સેન્ટિમેન્ટ

Stock Market Today: બજાર આજે પણ વૈશ્વિક દબાણમાં ફ્લેટ ઓપન થયા, રોકાણકારોમાં નેગેટિવ સેન્ટિમેન્ટ

શેરબજારમાં આજે પણ નબળું વલણ, તમારે શું કરવું જોઈએ

BSE Sensex Today's: શેરબજારમાં આજે પણ મોટા ઘટાડાની શક્યતા છે. જોકે ગઈકાલના બજારમાં સ્થાનિક રોકાણકારો દ્વારા ભારે વેચવાલી વચ્ચે વિદેશી રોકાણકારોની ખરીદીથી ભારે રીકવરી જોવા મળી હતી. આજે પણ બજારમાં વિદેશી રોકાણકારોની મૂવમેન્ટ પર નજર રહેશે.

વધુ જુઓ ...
  મુંબઈઃ નબળા વૈશ્વિક પ્રતિસાદ વચ્ચે આજે પણ ભારતીય બજાર તૂટીને ખૂલી શકે છે. છેલ્લા કારોબારમાં ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સો સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે વેચવાલી જોવા મળી હતી જોકે બીજી તરફ રોકાણકારો દ્વારા ખરીદીને પગલે બજાર ગુરુવારના કારોબારમાં દિવસ દરમિયાન ભારે ઉતાર ચઢાવ વચ્ચે નીચલા સ્તરથી રિકવર થઈને 69.68 ટકાના ઘટાડા સાથે 60,836.41 પર બંધ થયું હતું. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો સવારના મોટા કડાકા બાદ નિફ્ટી રિકવર થઈને 30.15 અંકના ઘટાડા સાથે 18 હજાર ઉપર બંધ થવામાં સફળ રહી હતી.

  આ પણ વાંચોઃ આ ખેતી છે સોનાની ખાણ, ગુજ્જુ ખેડૂતને 7 વીઘા જમીનમાં 18 લાખની કમાણી

  જોકે, આજે વૈશ્વિક બજારમાં દબાણ અને મોટાભાગના એશિયન માર્કેટ્સ લાલ નિશાન સાથે ખૂલ્યા હોય ભારતીય બજારમાં પણ દબાણ જોવા મળી શકે છે. આ ઉપરાંત અમેરિકામાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દર વધારવાની અસર ભારતીય રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ પડી શકે છે.

  યુએસ બજારોમાં કડાકો


  ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થતાં અમેરિકી શેરબજારોમાં શરુ થયેલી વેચવાલી અટકવાનું નામ નથી લઈ રહી અને રોકાણકારોએ નાણાં ઉપાડવાનું ચાલું જ રાખ્યું છે. પ્રોફિટ-બુકિંગને કારણે યુએસના મુખ્ય શેરબજારોમાંથી એક નાસ્ડેકમાં છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 1.73 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

  યુરોપમાં બજારની સ્થિતિ


  અમેરિકાની જેમ યુરોપિયન બજારોમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન મોટો ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપના મુખ્ય શેરબજારોમાં સામેલ જર્મનીના સ્ટોક એક્સચેન્જમાં છેલ્લા સત્રમાં 0.95 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.54 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું. જોકે તેનાથી વિપરીત લંડન સ્ટોક એક્સચેન્જમાં પાછલા સત્રમાં 0.62 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

  આ પણ વાંચોઃ શું તમે હાલમાં જ કાર ખરીદી છે કે ખરીદવાના છો? તો આ રીતે વીમાનું પ્રીમિયમ ઓછું કરો

  એશિયન બજારો પણ તૂટ્યા


  આજે સવારે એશિયાના મોટા ભાગના શેરબજારો ખોટમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.22 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે જાપાનના નિક્કેઈ પર 2.03 ટકાનો મોટો ઘટાડો છે. આ સિવાય તાઈવાનના શેરબજારમાં 0.37 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે દક્ષિણ કોરિયાનું કોસ્પી માર્કેટ 0.07 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું છે.

  વિદેશી રોકાણકારોનું વલણ


  વિદેશી રોકાણકારો ઘટાડા વચ્ચે પણ ભારતીય શેરબજારમાં ખરીદી ચાલુ રાખી હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાં રૂ. 677.62 કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે, આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૂ. 732.11 કરોડના શેર વેચ્યા હતા, જેના કારણે બજારમાં ઘટાડો થયો હતો. જોકે આજે બજારમાં વિદેશી રોકાણકારો કઈ તરફ વધે છે તે ખૂબ જ મહત્વનું બની રહેશે.

  આ પણ વાંચોઃ આજે ખૂલ્યા Medanta અને Bikaji Foodsનો IPO, રુપિયા લગાવતા પહેલા વાંચો એક્સપર્ટની સલાહ

  આ શેરો કમાણી કરી શકે છે


  નિષ્ણાતો કહે છે કે ઘટાડા અને દબાણ વચ્ચે પણ એવા ઘણા શેરો છે, જેનાથી તમે શેરબજારમાં કમાણી કરી શકો છો. આવા શેરોને હાઈ ડિલિવરી પર્સન્જેટ સ્ટોક કહેવામાં આવે છે અને આજના ટ્રેડિંગમાં શેરોની આ શ્રેણીમાં Whirlpool, PI Industries, HDFC, Larsen & Toubro અને TCS જેવી કંપનીઓના શેરનો સમાવેશ થાય છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन