Union
Budget 2023

Highlights

Home /News /business /Share Market Today: ગ્લોબલ પોઝિટિવ સંકેતો વચ્ચે પણ બજાર ફ્લેટ ઓપન થયું

Share Market Today: ગ્લોબલ પોઝિટિવ સંકેતો વચ્ચે પણ બજાર ફ્લેટ ઓપન થયું

શેરબજાર આજે ફરી ગબડશે કે પછી તેજીની છલાંગ મારશે?

BSE sensex Today: ભારતીય શેરબજાર આજે સતત દબાણમાં રહ્યું છે. આ સપ્તાહમાં પહેલા કારોબારી સત્રમાં માર્કેટમાં જોરદાર તેજી બાદ બે કારોબારી સત્રમાં ભારે ઘટાડાનો સામનો કર્યો હતો. જોકે આજે ફરી એકવાર તેજીના અણસાર જોવા મળી રહ્યા છે.

    મુંબઈઃ છેલ્લા બે સત્રોમાં સતત ઘટાડાનો સામનો કર્યા બાદ ભારતીય શેરબજાર આજે ફાયદો કરાવવાના મૂડમાં હોવાનું જણાય છે. વૈશ્વિક બજારમાં ઉછાળાની પણ સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર હકારાત્મક અસર થવાની ધારણા છે, જેના કારણે તેઓ ખરીદી તરફ આગળ વધી શકે છે. છેલ્લા બે સેશનમાં સેન્સેક્સ ઘટીને 60 હજારની નજીક આવી ગયો છે.

    અગાઉના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 10 પોઈન્ટના ઘટાડા સાથે 60,105 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ ઘટીને 17,896 પર પહોંચ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આજના કારોબારમાં તેજીની પૂરી આશા છે. વૈશ્વિક બજારમાં આજે વધારો જોવા મળી રહ્યો છે, જેની અસર ભારતીય રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળશે અને ખરીદીને વેગ મળી શકે છે. આ સપ્તાહના ત્રણમાંથી બે સત્રોમાં અત્યાર સુધી માત્ર ઘટાડો જોવા મળ્યો છે.

    આ પણ વાંચોઃ આ મ્યુચ્યુઅલ ફંડ તો રુપિયા છાપવાનું કારખાનું, 5 વર્ષમાં 50 લાખની કમાણી!

    એશિયન બજાર લીલા નિશાન પર


    એશિયાના લગભગ તમામ શેરબજારો આજે સવારે ઉછળીને ખૂલ્યા હતા અને હજુ પણ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.31 ટકાની ઝડપે કારોબાર જોવા મળ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી 0.03 ટકા વધ્યો હતો. હોંગકોંગનું શેરબજાર 0.71 ટકા અને તાઇવાનનું શેરબજાર 0.13 ટકા પર ટ્રેડ કરી રહ્યું છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.27 ટકા વધી રહ્યો છે, જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ પણ 0.01 ટકાના ઉછાળા પર છે.

    આ પણ વાંચોઃ ગળાની નીચે નહિ ઉતરે આ વાત પણ એક ડોગી 3,000 કરોડનો માલિક! Netflix તો બનાવી રહ્યું છે સીરીઝ

    આજે આ શેરો પર ખાસ નજર


    જાણકારોનું કહેવું છે કે બજારમાં તેજીની સાથે કેટલાક એવા શેરો હશે જેના પર આજે રોકાણકારોની ખાસ નજર રહેશે. આ હાઈ ડિલિવરી પર્સન્ટેજ ધરાવતા સ્ટોક્સમાં IICICI Lombard General Insurance Company, ICICI Bank, Godrej Consumer Products, HDFC Bank અને Container Corporation of India જેવી કંપનીઓના સ્ટોકનો સમાવેશ થાય છે.

    વિદેશી રોકાણકારોએ હજારો કરોડ કાઢી લીધા


    બજાર પર સતત દબાણનું સૌથી મોટું કારણ વિદેશી રોકાણકારો દ્વારા મૂડી પાછી ખેંચી લેવાનું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 3,208.15 કરોડના શેરનું વેચાણ કરીને ભારતીય બજારમાંથી મૂડી પાછી ખેંચી હતી. જો કે, આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2,430.62 કરોડના શેર ખરીદ્યા હતા, જેણે બજારમાં કોઈ મોટો ઘટાડો અટકાવ્યો હતો.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन