Home /News /business /શેરબજારની આજે ઘટાડા સાથે શરુઆત, પ્રોફિટ બુકિંગથી ભારે વેચવાલીનું દબાણ

શેરબજારની આજે ઘટાડા સાથે શરુઆત, પ્રોફિટ બુકિંગથી ભારે વેચવાલીનું દબાણ

શેરબજારમાં આજે પ્રોફિટ બુકિંગ બુલ રનને બ્રેક લગાવી શકે છે.

BSE Sensex Nifty 50 Today's Update: બે દિવસની સતત તેજી બાદ આજે બજારમાં ઘટાડો જોવા મળી શકે છે. વૈશ્વિક દબાણને પગલે અમેરિકા યુરોપના બજારની સાથે સાથે આજે મોટાભાગના એશિયન બજારો પણ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. જેની અસર આજે ભારતીય શેરબજારમાં રોકાણકારોના સેન્ટિમેન્ટ પર જોવા મળી શકે છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ બજાર 6 ઓક્ટોબરે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ થયું હતું. આ સમયગાળા દરમિયાન ટેકનોલોજી, મેટલ્સ, પસંદગીની બેંકો અને ઓટો શેરોએ સારી શરૂઆત કરી હતી. સકારાત્મક વૈશ્વિક સેન્ટિમેન્ટને કારણે ભારતીય શેરબજાર પણ તેજી સાથે બંધ થયું હતું. જોકે, બજારનું બંધ ઓપનિંગ લેવલ કરતાં નીચું હતું. BSE સેન્સેક્સ 157 પોઈન્ટ વધીને 58,222 પર જ્યારે નિફ્ટી 58 પોઈન્ટ વધીને 17,332 પર બંધ થયો હતો.

  બજારમાં ઘટાડા પાછળના જવાબદાર કારણો


  આર્થિક મંદીના ભય વચ્ચે વૈશ્વિક બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. આ કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ નેગેટિવ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક દબાણ હેઠળ શેરબજાર આજે ઘટાડા સાથે શરૂ થઈ શકે છે અને બે દિવસની તેજી બાદ આજે પ્રોફિટ બુકિંગથી બજારમાં વેચવાલીનો તબક્કો શરૂ થઈ શકે છે. જોકે, નિષ્ણાતો માને છે કે આ ઘટાડો ટૂંકા ગાળા માટે હશે. આગામી 2-3 ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ફરી વધારો જોવા મળશે.

  આ પણ વાંચોઃ 27 વર્ષનો એન્જિનિયર ગાય પાળીને મહિને કમાય છે 10 લાખ, તમે પણ કમાઈ શકો; જાણો A to Z માહિતી

  કેવા છે એશિયન બજારો?


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે 0.08 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 0.68 ટકા તૂટ્યો છે. તાઈવાનનું શેરબજાર પણ 0.67 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. આ સિવાય દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.29 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એશિયન બજારોના દબાણ હેઠળ આજે ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળશે.

  આ પણ વાંચોઃ એક્સપર્ટ્સને આ 5 શેર્સમાં દેખાયો 50 ટકા સુધીની કમાણીનો મોકો, રોકાણની આપી સલાહ

  અમેરિકન અને યુરોપિયન બજારોની સ્થિતિ ખરાબ


  અમેરિકા અને યુરોપમાં આર્થિક મંદીના ભયને કારણે વૈશ્વિક બજારોમાં ઘટાડાની સ્થિતિ ચાલુ રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં યુએસ શેરબજારોના તમામ મોટા ઈન્ડેક્સ ખોટમાં હતા. S&P 1.02% ઘટ્યો, જ્યારે NASDAQ 0.68% ઘટ્યો. બીજી તરફ યુરોપિયન માર્કેટમાં પણ આ જ સ્થિતિ હતી. યુરોપના મુખ્ય શેરબજારમાં સામેલ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ DAX 0.37 ટકા ઘટ્યું હતું, જ્યારે ફ્રાન્સના શેરબજાર CACમાં 0.82 ટકાનો ઘટાડો થયો હતો. આ સિવાય લંડનનું સ્ટોક એક્સચેન્જ FTSE 0.78 ટકાના ઘટાડા સાથે બંધ થયું.

  આ પણ વાંચોઃ સંતાનોને વિદેશમાં ભણાવવા છે? આ રહ્યો ફુલપ્રુફ પ્લાન ક્યારેય રુપિયાની તંગી નહીં નડે

  શું કહે છે ચાર્ટ અને ખરીદ વેચાણના આંકડા?


  HDFC Securitiesના નાગરાજ શેટ્ટીનું માનવું છે કે ગઈકાલના કારોબારમાં ડૈલી ચાર્ટ પર એક અપર શેડો સાથે નાની નેગેટિવ કેન્ડલ બનતી જોવા મળી હતી. આમ ચાર્ટ ફોર્મેશન આધારે જોઈએ તો બજાર 16800ના સ્થિર સપોર્ટથી આવેલી જોરદાર તેજી બાદ ફરી એકવાર ઘટાડાના સંકેત મળી રહ્યા છે. તો બીજી તરફ ગઈકાલે વિદેશી રોકાણકારોએ ફરી એકવાર ખરીદી પર હાથ અજમાવ્યો હતો અને FIIએ 279.01 કરોડ રુપિયાની ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાગત રોણકારોએ 43.92 કરોડ રુપિયાની વેચવાલી કરી હતી.


  આજે આ શેરો પર નજર રહેશે


  વૈશ્વિક દબાણને કારણે આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી શકે છે. તેમ છતાં, આવા ઘણા શેરો છે, જ્યાં રોકાણકારો દાવ લગાવીને કમાણી કરી શકે છે. આવા સ્ટોકને હાઈ ડિલિવરી પર્સન્ટેજ સ્ટોક કહેવામાં આવે છે. ITC, ICICI Lombard General Insurance, HDFC, Atul અને HCL Technologies જેવી કંપનીઓ આજના બિઝનેસમાં હાઈ ડિલિવરી પર્સન્ટેજ શેરોમાં સામેલ છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

  विज्ञापन
  विज्ञापन