Home /News /business /Stock Market: વૈશ્વિક બજારથી લઈને સ્થાનિક સ્તરે પોઝિટિવ સંકેતો છતાં આજે પણ બજારની ફ્લેટ શરુઆત

Stock Market: વૈશ્વિક બજારથી લઈને સ્થાનિક સ્તરે પોઝિટિવ સંકેતો છતાં આજે પણ બજારની ફ્લેટ શરુઆત

શેરબજારમાં આજે કમાણીની તક મળશે, અનેક પોઝિટિવ સંકેતોના કારણે બજાર આજે મોટી છલાંગ મારી શકે.

BSE Sensex Today's: ભારતીય શેરબજાર સપ્તાહના પહેલા દિવસના દબાણને પાર કરીને આજે મોટી છલાંગ લગાવવા માટે તૈયાર છે. ગઈકાલે આવેલા ઓક્ટોબર મહિનાના હોલસેલ મોંઘવારીના પ્રોત્સહાનજનક આંકડાથી બજારમાં આજે તેજીનો ચમકારો જોવા મળી શકે છે. એક્સપર્ટનું માનવું છે કે સેન્સેક્સ આજે ફરી 62 હજારનો આંકડો પાર કરી શકે છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ પાછલા સત્રના ઘટાડામાંથી રિકવર થયા બાદ આજે ભારતીય શેરબજાર ફાસ્ટ ટ્રેક પર પરત ફરતું જણાય છે. આજે વૈશ્વિક બજારમાં જોવા મળેલી તેજીની અસર સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળશે અને બજાર ફરી તેજી તરફ ફરી શકે છે. સેન્સેક્સ હાલમાં 62 હજારની નીચે ચાલી રહ્યો છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જો આજે ખરીદી વધશે તો તે આ સ્તરને પાર કરી જશે.

  અગાઉના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 171 પોઈન્ટ ઘટીને 61,624 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 21 પોઈન્ટના ઘટાડા સાથે 18,329 પર બંધ થઈ હતી. નિષ્ણાતોનું કહેવું છે કે આજના કારોબારમાં રોકાણકારોને વૈશ્વિક બજારમાં તેજીની અસર જોવા મળશે અને જો તેમનું સેન્ટિમેન્ટ સકારાત્મક રહેશે તો બજાર ખરીદી તરફ જશે. સેન્સેક્સ પણ આજે 62 હજારનો આંકડો પાર કરી શકે છે.

  આ પણ વાંચોઃ શેરબજારમાં બંપર કમાણી માટે લક્ષ્મી ઐય્યરની સ્ટ્રેટેજી અપનાવો પછી બેઠાં બેઠાં રુપિયા ગણો

  અમેરિકાના બજારની સ્થિતિ


  યુએસ શેરબજારના રોકાણકારો હજુ સુધી ફેડ રિઝર્વના વ્યાજદરના પડછાયામાંથી બહાર નીકળી શક્યા નથી. તેઓ વ્યાજદરમાં હજુ પણ વધારો થવાથી ડરે છે અને તેથી જ યુએસ શેરબજારમાં વેચવાલી ચાલુ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ અમેરિકાના મુખ્ય શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 0.63% તૂટીને બંધ થયો, જ્યારે S&P 500 0.89% ની ખોટ દર્શાવી અને Nasdaq Composite 1.12% ની નીચે બંધ થયો.

  યુરોપના બજારની સ્થિતિ


  અમેરિકન બજારથી વિપરીત, યુરોપિયન બજારોમાં છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન મોટી તેજી જોવા મળી હતી. છેલ્લા સત્રમાં યુરોપના મોટાભાગના શેરબજારો લીલા નિશાન પર બંધ થયા હતા. યુરોપના મુખ્ય બજારોમાં સામેલ જર્મનીના શેરબજારે છેલ્લા સત્રમાં 0.62 ટકાનો ઉછાળો દર્શાવ્યો હતો, જ્યારે ફ્રાન્સના શેરબજારમાં 0.22 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે લંડન સ્ટોક એક્સચેન્જ 0.92 ટકા વધીને બંધ રહ્યો હતો.

  આ પણ વાંચોઃ મેટા અને ટ્વિટર બાદ હવે Amazonમાં પણ છટણી, 10 હજાર કર્મચારીઓને ઘરે બેસાડશે

  એશિયન બજારોમાં પણ તેજી


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઉછાળા સાથે ખુલ્યા હતા અને લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.31 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કેઇ 0.12 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. આ સિવાય હોંગકોંગના માર્કેટમાં 0.26 ટકાનો ઉછાળો છે, જ્યારે તાઈવાનમાં 1.21 ટકાનો ઉછાળો છે. આ સિવાય દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.42 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં પણ 0.07 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

  આ શેર્સ પર દાવ લગાવો


  આજના કારોબારમાં તેજી આવવાની ધારણા છે, ત્યારે એવા ઘણા શેર્સ છે જે તમને ભારે નફો કરાવી શકે છે. આ શેરોને હાઈ ડિલિવરી પર્સન્ટેજ સ્ટોક કહેવામાં આવે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આજે Bharti Airtel, SBI Card, Power Grid Corporation of India, Hindustan Unilever અને ICICI Prudential Life Insurance જેવી કંપનીઓના સ્ટોક આ શ્રેણીમાં આવશે.

  આ પણ વાંચોઃ શેરબજારમાં છે તગડી કમાણી માટે 35 સ્માર્ટ બીટા ફંડ્સ, પણ તમારા માટે ક્યું પરફેક્ટ? આ રીતે અલગ તારવો

  વિદેશી રોકાણકારો ખરીદાર બન્યા


  ભારતીય મૂડી બજારમાં વિદેશી રોકાણકારોની ખરીદી હજુ પણ ચાલુ છે અને તેઓએ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન પણ ભારે રોકાણ કર્યું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ છેલ્લા સત્રમાં બજારમાં રૂ. 1,089.41 કરોડનું રોકાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ આ સમયગાળા દરમિયાન રૂ. 47.18 કરોડનું રોકાણ કર્યું હતું.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन