Home /News /business /Share Market Closing: એક જ ઝાટકે બજારે ગઈકાલની કમાણી ધોઈ નાખી
Share Market Closing: એક જ ઝાટકે બજારે ગઈકાલની કમાણી ધોઈ નાખી
ભારતીય બજારમાં આજે ફરી મોટો ઘટાડો થયો છે.
BSE Sensex Closing: વૈશ્વિક દબાણ વચ્ચે આજે સોમવારે ભારતીય માર્કેટ પણ તૂટી પડ્યું હતું. અમેરિકન બજારોનું દબાણ દુનિયાભરના માર્કેટ પર આજે જોવા મળ્યું હતું.
મુંબઈઃ મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં નબળાઈ જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 631.83 પોઈન્ટ નબળો પડ્યો છે. તેમજ નિફ્ટી પણ 187.05 અંક તૂટીને 17900 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આજના ટ્રેડિંગમાં આઇટી શેર્સમાં સૌથી વધુ વેચવાલી છે. વૈશ્વિક સંકેતોની વાત કરીએ તો સોમવારે અમેરિકન બજારોમાં દબાણ જોવામાં આવ્યું છે. જ્યારે આજે મોટાભાગના એશિયન બજારો લાલ નિશાનમાં છે. આજે સવારે માર્કેટ ખૂલતાવેંત જ નબળાઈ જોવા મળી રહી હતી.
આજના કારોબારમાં ઓટો અને મેટલ શેરોમાં ખરીદારી છે. બંને સૂચકાંકો નિફ્ટી પર અડધા ટકાથી વધુ મજબૂત થયા છે. જ્યારે આઈટી ઈન્ડેક્સ 1 ટકાથી વધુ તૂટ્યો છે. ફાર્મા અને રિયલ્ટી ઇન્ડેક્સ ફ્લેટ છે જ્યારે બેન્ક, ફાઇનાન્સિયલ અને એફએમસીજી લાલ નિશાનમાં છે.
ત્યારે આજના દિવસમાં નીચે આપેલા શેર્સ NIFTY50 ટોપ ગેઇનર્સ
આ છે આજના ટોપ લૂઝર્સ શેર્સ NIFTY50
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર