સેન્સેક્સ પહેલી વખત 40,500ને પાર, રોકાણકારોને 39 હજાર કરોડનો ફાયદો થયો

News18 Gujarati
Updated: November 6, 2019, 3:43 PM IST
સેન્સેક્સ પહેલી વખત 40,500ને પાર, રોકાણકારોને 39 હજાર કરોડનો ફાયદો થયો
પ્રતિકાત્મક તસવીર

શેર બજારની તેજીમાં BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 38 હજાર કરોડ રૂપિયા વધી ગઈ છે.

  • Share this:
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ખતમ થવાની આશામાં દુનિયાભરના શેર બજારોમાં તેજી આવી છે. આની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે. આ સાથે જ નાણામંત્રી નિર્મલા સિતારમન તરફથી અર્થવ્યવસ્થાને રાહત આપવા માટે કઈંક અન્ય પગલા ભરવા ભરવાના સંકેત મળવાથી સેન્સેક્સ નવા શિખર પર પહોંચી ગયો છે.

સેન્સેક્સ પહેલી વખત 40,500ને પાર પહોંચી ગયો છે. જ્યારે NSEના 50 શેરવાળી બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી હાલમાં (2.10 PM) 75 પોઈન્ટ તેજી સાથે 12 હજારને પાર પહોંચી ગઈ છે. એક્સપર્ટનું કહેવું છે કે, શેર બજારની તેજીમાં BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 38 હજાર કરોડ રૂપિયા વધી ગઈ છે. આ તેજીમાં રોકાણકારો પાસે પૈસા કમાવવાનો સારો મોકો છે.

રેકોર્ડ સ્તર પર પહોંચ્યું શેર માર્કેટ - સેન્સેક્સ પહેલી વખત 40,500ને પાર પહોંચ્યો છે. જ્યારે નિફ્ટીએ પણ 12000ના મહત્વના સ્તરને પાર કરી દીધો છે. આ સિવાય નાની અને મધ્યમ કંપનીઓના શેરમાં પણ જોરદાર ખરીદી જોવા મળી છે. તમને જણાવી દઈએ કે, નિફ્ટીનો ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ 12,103 છે.

કેમ આવી શેર બજારમાં તેજી - વીએમ પોર્ટફોલિયોના હેડ વિવેક મિત્તલે ન્યૂઝ18 હિન્દીને જણાવ્યું કે, નાણામંત્રી તરફથી અર્થવ્યવસ્થાને લઈ અન્ય રાહતના પગલા ભરવાની આશાના કારણે શેરબજાર દોડવા લાગ્યું છે.

હવે શું કરે રોકાણકારો - એક્સપર્ટનું કહેવું છે કે, બજારના સેન્ટીમેન્ટથી શાનદાર થઈ રહ્યા છે. એવામાં નાના રોકાણકારોએ તેનો ફાયદો ઉઠાવવો જોઈએ. અગામી થોડા દિવસોમાં સેન્સેક્સ-નિફ્ટી ફરીથી તેજીના નવા શિખરને પાર કરી શકે છે.

કોટક મહિન્દ્રા બેન્ક ખરીદો - આ શેર પર સીએલએસએએ તેજીની નજર રાખી ખરીદદારીની રેટિંગ આપી છે, અને લક્ષ્ય 1960 રૂપિયા નક્કી કર્યું છે. તેમનું માનવું છે કે, બેન્કનું પ્રદર્શન શાનદાર હશે અને Stressed લોન ઓછી છે.મારૂતિ સુઝુકી ખરીદો - આ શેર પર સિટીએ તેજીની નજર રાખી ખરીદદારીની રેટિંગ આપી છે, અને લક્ષ્ય 9000 રૂપિયા નક્કી કર્યું છે. તેમનું માનવું છે કે, ભલે Q2 પરિમામ નબળુ હોય પરંતુ ડિમાન્ડમાં સુધાર જોવા મળી રહ્યો છે.

HCL ટેક ખરીદાય - આ શેર પર મેક્વાયરીએ તેજીની નજર રાખી છે, તેને આુટપરફોર્મ રેટિંગ આપ્યું છે. અને લક્ષ્ય 1340 રૂપિયા નક્કી કર્યું છે તેમાં માર્જિન શાનદાર જોવા મળી રહી છે અને તેનું EPS અનુમાન વધાર્યું છે.
First published: November 6, 2019
વધુ વાંચો
अगली ख़बर