શેર બજારમાં મોટો ભડાકો, સેન્સેક્સ 800 પોઇન્ટ પડ્યો, 5 મિનિટમાં ડૂબ્યા 3.5 લાખ કરોડ રૂપિયા

News18 Gujarati
Updated: June 12, 2020, 10:42 AM IST
શેર બજારમાં મોટો ભડાકો, સેન્સેક્સ 800 પોઇન્ટ પડ્યો, 5 મિનિટમાં ડૂબ્યા 3.5 લાખ કરોડ રૂપિયા
પ્રતિકાત્મક તસવીર

બજાર ખોલવાની સાથે જ 5 મિનિટમાં રોકાણકારોના 3.5 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા છે.

  • Share this:
ગ્લોબલ શેર બજારો (Stock Market Crash) આંકડા પડતા જ ઘરેલું બજારોમાં પણ તેની અસર જોવા મળી હતી. સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે BSE ના 30 શેરવાળા પ્રમુખ બેંચમાર્ક ઇન્ડેક્સ સેંસેક્સ (Sensex Live) 800 પોઇન્ટ પડીને 32785 આવી ગયો છે. ત્યાં જ NSEના પ્રમુખ બેંચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી (Nifty Live) 200 પોઇન્ટ પડીને 9,687 પર સ્થિર થયો છે. એક્સપર્ટનું કહેવું છે કે અમેરિકી શેર બજારમાં આવેલી ભારે ઘટાડાના કારણે એશિયાઇ બજારોમાં પણ ઝડપથી સેન્સેક્સ અને નિફ્ટી પડ્યા છે. બજાર ખોલવાની સાથે જ 5 મિનિટમાં રોકાણકારોના 3.5 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા છે.

એસકોર્ટ સિક્યોરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે ન્યૂઝ 18 હિંદીને જણાવ્યું કે ગુરુવારે અમેરિકી માર્કેટમાં ત્રણ મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ સમયે પ્રમુખ બેંચમાર્ક ઇડેક્સ ડાઓ જોન્સ 1850 અંકથી વધુ પડ્યો હતો. ત્યાં જ S&P 500 188 અંક તો Nasdaq 527 પડ્યો હતો.

તેમનું કહેવું હતું કે લોકડાઉન પુરુ થયા પછી હવે દુનિયાભરની ઇકોનોમી ખુલી ગઇ છે. પણ તેનાથી કોરોના સંક્રમણ વધવાની પણ આશંકા છે. આ માટે ઇકોનોમી રિવાઇવલને લઇને આશાઓ છે. બજારને રાહત પેકેજની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે કાચા તેલની કિંમતમાં પણ પડી છે. બ્રેંટ 8 ટકા પડીને 37 ડોલર પાસે આવી ગયો છે. અમેરિકામાં ભંડાર વધવાથી પણ કિંમતો પર દબાવ જોવા મળી રહ્યો છે. રોકાણકારોએ હવે શું કરવું જોઇએ તે અંગે આસિફે કહ્યું કે રોકાણકારોએ હાલ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે નીચા સ્તર પર સારા શેરોની ખરીદી કરવી જોઇએ. તેમની આ શેર ખરીદવા મામલે સલાહ આપતા કહ્યું કે

CLSAના HULના શેરની ખરીદીની સલાહભર્યું છે અને લક્ષ્ય 2500 રૂપિયાથી વધીને 2,600 રૂપિયા કરી દીધા છે.

CLSAએ Godrej Consની રેટિંગને આઉટપરફોર્મ કરી છે. શેરનું લક્ષ 635 રૂપિયાથી વધીને 715 રૂપિયા કરવામાં આવ્યું છે.જેફરીજને સુપ્રીમ ઇન્ડસ્ટ્રીના શેરની ખરીદીની પણ સલાહ આપી છે. શેર પર 1245 રૂપિયાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
First published: June 12, 2020, 10:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading