Sensex-Nifty : ચીન સાથે તણાવ વધતા ભારતીય શેરબજારમાં કડાકો

News18 Gujarati
Updated: June 16, 2020, 2:48 PM IST
Sensex-Nifty : ચીન સાથે તણાવ વધતા ભારતીય શેરબજારમાં કડાકો
પ્રતિકાત્મક તસવીર

ભારત અને ચીનની વચ્ચે ટેન્સન વધવાના કારણે શેરબજાર પડ્યું છે.

  • Share this:
મંગળવારે ભારતીય શેર બજાર (Stock Market Live Update)ની શરૂઆત તેજી સાથે થઇ પણ ભારત અને ચીન વચ્ચે લદાખ બોર્ડર પર તણાવ વધવાની ખબર આવતા જ પ્રમુખ બેંચમાર્કે ઇન્ડેક્સ સેંસેક્સ અને નિફ્ટીમાં ભડાકો જોવા મળ્યો. BSEના 30 શેર વાળા મુખ્ય બેંચમાર્ક ઇનડેક્સ સેંસેક્સ (Sensex Crashed) ઉપરી સ્તરથી 600 અંક પડી 33,241 સ્તર પર આવી ગયો છે. ત્યાં જ એનએસઇમાં પણ 50 શેર વાળા પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી (Nifty Crashed)માં પણ ઉપરી સ્તરે 200 અંકની પડ્યો છે. એક્સપર્ટનું કહેવું છે કે જો તણાવ વધ્યો તો બજારમાં જોરદાર વેચવાલી થઈ શકે છે.

તમને જણાવી દઇએ કે મંગળવારે સેન્સેક્સ 624.92 અંક ઉપર નિફ્ટી 201.1 અંકની વધારા સાથે ખુલ્યું હતું. પછી દિવસના દરમિયાન સેન્સેક્સ 793.21 અંક સુધી અને નિફ્ટી 232.45 અંક સુધી ઉપર જવામાં સફળ રહ્યું હતું.

એસકોર્ટ સિક્યોરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે ન્યૂઝ 18 હિન્દીએ જણાવ્યું કે ભારત અને ચીનની વચ્ચે ટેન્સન વધવાના કારણે શેરબજાર પડ્યું છે. જ્યાં સવારે રોકાણકારોને તેજીનો ફાયદો મળ્યો ત્યાં જ આ ખબરના થોડા જ કલાકોમાં રોકાણકારોના 34 હજાર કરોડ રૂપિયા સ્વાહા થયા.

BSEના 30 શેરવાળા પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ હાલ (1:40 PM) 200 અંક પડીને 33,086 સ્તરે આવ્યું છે. જ્યાં NSEના 50 શેરવાળા મુખ્ય બેંચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 60 અંક પડીને 9753 સ્તર પર આવ્યો છે.

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ મામલે તણાવ વધ્યો છે. સીમા પર ચીનની સાથે થયેલી એક ઝડપમાં ભારતના એક કર્નલ સમેત 2 જવાનોની મોત થઇ છે. આ ત્રણ જવાનાના શહીદ થતા દેશમાં તણાવ વધ્યો છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ લદાખની ગલવાન વેલીમાં ભારત અને ચીનની આર્મી વચ્ચે ઝડપ થઇ છે.
First published: June 16, 2020, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading