આ કારણે Maruti Suzuki બંધ કરશે ડીઝલ કાર, સ્કૂટી-બાઇક ઉપર પણ થશે અસર

મારૂતિ સુઝુકી 2020માં 1 એપ્રિલથી ડીઝલ કારોનું ઉત્પાદન બંધ કરવાની છે

News18 Gujarati
Updated: April 26, 2019, 3:41 PM IST
આ કારણે Maruti Suzuki બંધ કરશે ડીઝલ કાર, સ્કૂટી-બાઇક ઉપર પણ થશે અસર
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 26, 2019, 3:41 PM IST
મારૂતિ સુઝુકી મોટી સંખ્યામાં ડીઝલ કારોનું ઉત્પાદન કરે છે. MSIના અધ્યક્ષ આરસી ભાર્ગવ મુજબ સ્થાનિક બજારમાં કંપનીની કુલ વેચાતી કારોમાંથી 23 ટકા ડીઝલની છે. પરંતુ હવે મારૂતિ 2020માં 1 એપ્રિલથી ડીઝલ કારોનું ઉત્પાદન બંધ કરવાની છે. આરસી ભાર્ગવ અનુસાર આવું આવતા વર્ષથી લાગુ થનારા બેએસ VI નિયમના કારણે કરવામાં આવશે. મૂળે, તેના લાગુ થયા બાદ નાની ડીઝલ કારો મોંઘી થઈ જશે. આજે પણ એક ડીઝલ કાર પોતાના પેટ્રોલ મોડલની સામે 1 લાખ રૂપિયા સુધી મોંઘી હોય છે. એવામાં નાની કારો ખરીદનારા ગ્રાહકોને વધુ મુશ્કેલી થશે અને મોટાભાગના ગ્રાહક પેટ્રોલ કારોની જ પસંદગી કરશે.

હજુ સુધી દેશમાં બીએસ-4 ટેક્નોલોજીનો પ્રયોગ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ હવે BS6 ટેક્નોલોજીને લાવવામાં આવી રહી છે, જે એક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી છે. ત્યારબાદથી BS-VI ગ્રેડનું પેટ્રોલ અને ડીઝલ પણ વેચવામાં આવશે.

શું હોય છે BS?


BSનો અર્થ હોય છે ભારત સ્ટેજ. આ ગાડીઓમાં થનારા પ્રદૂષણના ઉત્સર્જનનું માનક છે. તેને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ કેન્‍દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વાહનો માટે નિયત કરે છે. ભારત સરકારે વર્ષ 2000માં તેની શરૂઆત કરી હતી. તેનું નામ ભલે ભારત સ્ટેજ હોય, પરંતુ તે સ્ટાન્ડર્ડ યૂરોપિયન માપદંડો પર આધારિત છે.

BS VI કેમ હશે ખાસ?
Loading...


# હવે વાહન કંપનીઓ જે પણ નવા હળવા-ભારે વાહન બનાવશે, તેમાં આ ફિલ્ટર લગાવવું અનિવાર્ય હશે.
# નાઇટ્રોજનના ઓક્સાઇડને ફિલ્ટર કરવા માટે સિલેક્ટિવ કેટેલિટિક રિડક્શન (SRC) ટેકનીકનો ઉપયોગ અનિવાર્ય રીતે કરવો પડશે.
# BS VI માટે વિશેષ પ્રકારના ડીઝલ પાર્ટિકુલેટ ફિલ્ટરની જરૂર પડશે. તેના માટે બોનેટની અંદર વધુ જગ્યા જોઈશે.

તેનાથી શું ફાયદા થશે?

# હવામાં પ્રદૂષણની માત્રામાં ઘટાડો થશે.
# હવામાં ઝેરીલા તત્વ ઓછા થવાથી શ્વાસ લેવામાં નહીં હોય મુશ્કેલી.
# બીએસ 4ના મુકાબલામાં બીએસ VI આવવાથી વાયુ પ્રદૂષણ ફેલાવનારા તત્વોમાં થશે ઘટાડો.
# નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોઓક્સાઇડ, સલ્ફર ડાઇઓક્સાઇડ અને પાર્ટિકુલેટ મેટરના મામલામાં બીએસ VI ગ્રેડનું ડીઝલ ઘણું સારું હશે.
# બીએસ 4 અને બીએસ3 ફ્યૂલમાં સલ્ફરની માત્ર 50 PPM હોય છે. તે બીએસ VI સ્ટાન્ડર્ડ આવ્યા બાદ ઘટીને 10 PPM રહી જશે. એટલે કે હાલના સ્તરમાં 80 ટકા ઘટાડો.

આ પણ વાંચો, કાર ચાલક સાવધાન! અકસ્માત થવા પર આપવું પડશે વળતર, નહીં તો ગાડી થશે હરાજી

ઓઇલ કંપનીઓને શું કરવો પડશે ફેરફાર?


1 એપ્રિલ 2020થી તમામ કંપનીઓને દિલ્હી, એનસીઆર અને નજીકના જિલ્લાઓમાં VI ગ્રેડનું ફ્યૂલ આપવાનું શરૂ કરવું પડશે. એપ્રિલ 2020થી તે લાગુ થઈ જશે. ત્યારબાદ દિલ્હીમાં 960 TMT પેટ્રોલ અને 1265 TMT ડીઝલની જરૂરિયાત રહેશે.

શું નવા પેટ્રોલનો ભાવ પણ વધુ હશે?

પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો તો થશે, પરંતુ એટલો નહીં કે આપના ખિસ્સા ખાલી થઈ જાય. તેનાથી પેટ્રોલનો ભાવ 24 પૈસા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 66 પૈસા પ્રતિ લીટર વધશે. જોકે, ઓઇલ કંપનીઓનું કહેવું હતું કે તેઓ આ વધારેલી કિંમતોને ગ્રાહકો પાસેથી નહીં વસૂલે. આ વિશે સરકાર સાથે વાત કરી રહ્યા છીએ અને તેમને કોઈને કોઈ ઉકેલ શોધવાની આશા છે.

જૂના વાહનોનું શું થશે?

આ મુદ્દે હજુ તસવીર સ્પષ્ટ નથી થઈ, પરંતુ જો 2020થી બીએસ VI એન્જિન વાહનોનું ઉત્પાદન જરૂરી થઈ જશે તો તેને લઈને પણ પોલિસી બનાવવી પડશે. તેમાં સોથી જરૂરી હશે જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી.

હાલ વાહનોથી કેવું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે?

# ધૂમાડાથી પાર્ટિકુલેટ મેટર એટલે પીએમ 2.5 જેવા ખતરનાક કણ અને નાઇટ્રોજન ઓક્સાઇડ ગેસ (નોક્સ) નીકળી રહ્યો છે.
# નાઇટ્રોજન ઓક્સાઇડ વાતાવરણના હાઇડ્રોકાર્બનથી મળીને ખતરનાક ઓઝોન ગેસ બનાવે છે.
# પીએમ 2.5 કણોથી અસ્થમા, બ્રાંકાઇટિસ, હૃદય રોગ અને કેન્સર જેવી બીમારીઓ થાય છે.

હાલ કેવા એન્જિનની સપ્લાય થઈ રહી છે?

# જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, રાજસ્તાનના કેટલાક હિસ્સા અને ઉત્તર ભારતમાં બીએસ-4 ફ્યૂલની સપ્લાય
# દેશના બાકી ભાગોમાં બીએસ3 ફ્યૂલનું સપ્લાય

BS V લાગુ કેમ ન કરવામાં આવ્યું?

BS V અને BS VI એન્જિનમાં ઝેરીલા સલ્ફરની માત્રા બરાબર હોય છે. જ્યાં BS IV એન્જિનમાં 50 પીપીએમ (પાર્ટ્સ પર મિલિયન) સલ્ફર હોય છે, ત્યાં BS V તથા BS VI બંને પ્રકારના એન્જિનમાં સલ્ફરની માત્રા 10 પીપીએમ જ હોય છે. તેના કારણે સરકારે BS IV બાદ સીધું BS VI લાવવાનો નિર્ણય લીધો.

શું BS IV વાહન કરી શકશે BS VI એન્જિનનો ઉપયોગ?

BS IV પેટ્રોલ એન્જિનમાં BS VI પેટ્રોલના વપરાશમાં કોઈ ફરક નહીં પડે, પરંતુ ડીઝલ પર અસર પડશે. હલા વેચાઈ રહેલા ડીઝલમાં સલ્ફરની માત્રા 50 પીપીએમ અને BS VI ડીઝલમાં તેની માત્રા માત્ર 10 પીપીએમ રહી જશે. એક્સપર્ટ્સનું માનવું છે કે BS VI ફ્યૂલની સાથે BS VI એન્જિન વધુ સારું રિઝલ્ટ આપશે.

શું કોઈ કંપનીએ BS VI ટેકનીકોનો ઉપયોગ શરૂ કરી દીધો છે?

હા, મર્સિડીઝે પોતાના તમામ મોડલ એક વર્ષ પહેલા જ BS VI કરી દીધા હતા, પરંતુ ઘણી કંપનીઓની સાથે સ્થિતિ એવી નથી. તેનું મુખ્ય કારણ એ છે કે BS IVથી બદલીને BS VI એન્જિન લગાવવાથી વાહનના નિર્માણનો ખર્ચ પણ વધી જાય છે.
First published: April 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...