નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court of India)એ મોટો ચુકાદો આપતાં BS-IV વાહનો પર પોતાના 27 માર્ચ 2020ના આદેશને પરત લઈ લીધો છે. હવે 31 માર્ચ બાદ વેચાયેલા BS-IV વાહનોનું રજિસ્ટ્રેશન નહીં થાય. BS-IV વાહનોનું વેચાણ અને રજિસ્ટ્રેશનની મંજૂરીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફેડરેશન ઓફ ઓટોમોબિલ ડીલર એસોસિેએશન (FADA)ને ફટકાર લગાવી છે.. કોર્ટે કહ્યું કે દેશમાં એક નિયત સંખ્યામાં વાહનોને વેચવાની મંજૂરી આપવામાં આવી, પરંતુ કાર નિર્માતા કંપનીઓએ તેનો ખોટો ફાયદો ઉઠાવ્યો છે. તેથી અમે અમારો જૂનો આદેશ પરત લઈ રહ્યા છીએ. મામલાની આગામી સુનાવણી 23 જુલાઈએ થશે.
વાહન ખરીદનારા ગ્રાહકોનું શું થશે?
31 માર્ચ બાદ વેચાયેલા BS-IV વાહનોનું રજિસ્ટ્રેશન નહીં થાય. સુપ્રીમ કોર્ટે પોતાના 27 માર્ચના ચુકાદાને પરત લઈ લીધો છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે જો વેચાણ 31 માર્ચ પહેલા થયું હશે તો જ રજિસ્ટ્રેશન થશે. જો ડીલરે e-vahan પોર્ટલ પર ડેટા અપલોડ નથી કર્યો તો વેચાણ નહીં માનવામાં આવે. આ ગ્રાહકો માટે મોટો આંચકો છે.
27 માર્ચે BS-IV વાહન વેચવા માટે કંપનીઓને 10 દિવસનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો. લૉકડાઉનના કારણે વેચાણ કરવા માટે 10 દિવસનો સમય મળ્યો હતો, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમારા આદેશ સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કંપનીઓને 1,05,000 ગાડીઓ વેચવાની મંજૂરી આપી હતી, પરંતુ ઓટો કંપનીઓને 10 દિવસની અંદર 2,55,000 ગાડીઓ વેચી દીધી.
(અસીમ મનચંદા, CNBC આવાજ)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર