નવું વાહન ખરીદતા પહેલા જાણો BS-4 વાહનની નોંધણીને લઈને નાણા મંત્રીની જાહેરાત

News18 Gujarati
Updated: August 24, 2019, 7:33 PM IST
નવું વાહન ખરીદતા પહેલા જાણો BS-4 વાહનની નોંધણીને લઈને નાણા મંત્રીની જાહેરાત
પ્રતિકાત્મક તસવીર

નાણા મંત્રીએ જણાવ્યું હતું કે બીએસ-4 ગાડીઓને લઈને વાહન ખરીદવા માંગતા લોકો, ઉત્પાદકો અને વિક્રેતાઓના મનમાં અનેક સવાલો હતા.

  • Share this:
નવી દિલ્હી : દેશના ઓટો સેક્ટરને ફરીથી પાટા પર ચડાવવા માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે અનેક જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે ઓટો સેક્ટરમાં ઝડપથી સુધારો આવશે. નાણા મંત્રીએ કહ્યું કે આ સેક્ટર માટે 'BS-4 વાહન' એક મોટી સમસ્યા છે. નાણા મંત્રીએ જાહેરાત કરી કે આગામી વર્ષે 31મી માર્ચ સુધી એટલે કે 31 માર્ચ, 2020 સુધી ખરીદવામાં આવેલા BS-4 વાહનો નોંધણીની અવધી પૂરી થયા સુધી માન્ય ગણાશે. નાણા મંત્રીએ કહ્યું કે વન ટાઇમ રજીસ્ટ્રેશન ફીને જૂન 2020 સુધી વધારી દેવામાં આવી છે. સાથે જ જૂન 2020 સુધી કારની રજીસ્ટ્રેશન ફી નહીં વધે. બીએસ-4 અને ઇલેક્ટ્રિક ગાડીઓની નોંધણી ચાલુ રહેશે.

નાણા મંત્રીએ જણાવ્યું હતું કે બીએસ-4 ગાડીઓને લઈને વાહનો ખરીદવા માંગતા લોકો, ઉત્પાદકો અને વિક્રેતાઓના મનમાં અનેક સવાલો હતા. તાજેતરમાં જે લોકોએ બીએસ-4 વાહનો ખરીદ્યા છે તેમને પણ તેની નોંધણીને લઈને અનેક સવાલો હતા. કંપનીઓ આજે પણ બીએસ-4 વાહનો બનાવી રહી હોવાથી તેની નોંધણી ચાલુ રહેશે.

આ પણ વાંચો :  હોમ, ઓટો અને પર્સનલ લોન લેનારાઓ માટે નાણા મંત્રીની મોટી જાહેરાત

નાણા મંત્રીની આવી જાહેરાત એવો લોકો માટે રાહત સમાન છે જેઓ વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે પછી વાહન ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે. નોંધનીય છે કે ભારત સરકારે આદેશ જાહેર કર્યો છે કે 1 એપ્રિલ, 2020 બાદ દેશમાં ફક્ત બીએસ-6 વાહનોનાં વેચાણને જ મંજૂરી આપવામાં આવશે. આ નિયમ તમામ વાહનોને લાગૂ પડશે. દેશમાં હાલમાં જે વાહનો વેચવામાં આવી રહ્યા છે તે બીએસ-4ના ધારા-ધોરણોનું પાલન કરે છે.

આ પણ વાંચો : શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા લોકો માટે મોટી રાહત, આ ચાર્જ ખતમ કરાયો

નોંધનીય છે કે ઓટો સેક્ટરમાં સતત નવમાં મહિને ઘટાડો નોંધાયો છે. ગાડીઓના વેચાણને જોતા જુલાઈ મહિનો છેલ્લા 18 વર્ષમાં સૌથી ખરાબ રહ્યો. આ દરમિયાન વેચાણમાં 31 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ઓટો સેક્ટર માટે મોટી જાહેરાત :

નાણા મંત્રીએ કહ્યું કે 2020 સુધી બીએસ-4 ગાડીની નોંધણી ચાલુ રહેશે. સ્ક્રેપને લઈને બહુ ઝડપથી કેબિનેટને મંજૂરી મળશે. સરકારી વિભાગ નવી ગાડીઓની ખરીદી કરી શકશે.

ઓટો સેક્ટર માટે ઝડપથી આવશે નવી પોલીસી :

નાણા મંત્રીએ કહ્યું કે સરકાર સ્ક્રેપ પોલીસી (જૂની ગાડીઓને પરત લેવી) લાવી રહી છે. આ ઉપરાંત ગાડીઓની માંગ કે ખરીદીમાં વધારો કરવા માટે સરકાર અનેક પોલીસ પર કામ કરી રહી છે.

આ પણ વાંચો : આ કારણે શેર બજારમાં આવી તેજી! રોકાણકારોને 1.26 લાખ કરોડનો ફાયદો

સ્ક્રેપ પોલીસી :

નોંધનીય છે કે સરકાર જૂની ગાડીઓ માટે સ્ક્રેપ પોલીસ લાવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 10 વર્ષ જૂની કોમર્શિયલ ગાડી વેચવા પર 50 હજારની છૂટ મળશે. 10 વર્ષ જૂની પેસેન્જર કાર વેચવા પર રૂ. 20 હજારની છૂટ મળશે. જ્યારે સાત વર્ષ જૂના ટુ-વ્હિલર અને થ્રી-વ્હિલર વેચવા પર રૂ. 5000ની છૂટ આપવામાં આવી શકે છે. આ છૂટ નવી ગાડી ખરીદતી વખતે મળશે.
First published: August 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading