માત્ર 49 રૂપિયાના રોજના EMI પર ઘરે લઈ જાઓ TVSનું આ ટૂ-વ્હીલર, જાણો કિંમત અને ફીચર્સ

TVS XL 100ની ખરીદી જો તમે Paytmથી કરો છો તો તમને 4,500 રૂપિયાનું કેશબેક મળશે, જાણો ઓફર વિશે બધું જ

TVS XL 100ની ખરીદી જો તમે Paytmથી કરો છો તો તમને 4,500 રૂપિયાનું કેશબેક મળશે, જાણો ઓફર વિશે બધું જ

  • Share this:
    નવી દિલ્હી. TVS મોટર ઈન્ડિયા (TVS Motors India) પોતાના વાહનો પર શાનદાર ઓફર લઈને આવી છે. જો તમે વધુ માઇલેજવાળું અને સસ્તું ટૂ-વ્હીલર ખરીદવા માંગ છો તો આપની પાસે હાલમાં શાનદાર તક છે. કારણ કે કંપની પોતાના XL 100 પર આકર્ષક ઓફર આપી રહી છે. આ ટૂ-વ્હીલરને તમે માત્ર 49 રૂપિયા રોજના EMI પર ઘરે લઈ જઈ શકો છો. તેની સાથે જ તેની ઉપર બીજી પણ શાનદાર ઓફર મળી રહી છે. આવો જાણીએ તેના વિશે બધું જ...

    TVS XL 100ના ફીચર્સ- કંપનીનો દાવો છે કે આ ટૂ-વ્હીલર બીજા વાહનોની અપેક્ષા 15 ટકા વધુ માઇલેજ આપે છે. તેની સાથે જ તેમાં ટીવીએસે ઓન-ઓફ સ્વિચ પણ આપી છે. તેની સાથે જ તેમાં મોબાઇલ ચાર્જિંગનું ઓપ્શન પણ મળશે. આ ઉપરાંત આ ટૂ-વ્હીલર ડ્યૂઅલ ટોન કલરમાં બજારમાં ઉપલબ્ધ છે.

    આ પણ વાંચો, PM Kisan Tractor Yojna: ટ્રેક્ટર ખરીદવા પર મળશે 50 ટકાની સબ્સિડી, જાણો કેવી રીતે મળશે ફાયદો

    TVS XL 100 પર ઓફર- આ ટૂ-વ્હીલરને તમે માત્ર 49 રૂપિયા રોજની EMI પર ઘરે લઈ જઈ શકો છો. બીજી તરફ જો તમે પેટીએમ (Paytm)થી પેમેન્ટ કરો છો તો આપને તેની પર 4,500 રૂપિયાનું કેશબેક (Cashback) મળશે.

    આ પણ વાંચો, મોનસૂનમાં ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરના ટાયરની સંભાળ કેવી રીતે રાખશો? અહીં વાંચો તમામ ટિપ્સ

    TVS XL 100નું એન્જિન- આ ટૂ-વ્હીલરમાં કંપનીએ 100 ccનું સિંગલ સિલિન્ડર એન્જિન આપ્યું છે. જે 4.3 bhpનો પાવર અને 6.5 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. બીજી તરફ, તેની કિંમતની વાત કરીએ તો આપને તેના માટે માત્ર 49,999 રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે.
    Published by:Mrunal Bhojak
    First published: