બ્રુકફિલ્ડ ઇન્ડિયા પ્રયોજિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ (ઇનવિટ) રૂ. 13,000 કરોડમાં ઈસ્ટ-વેસ્ટ પાઇપલાઇન હસ્તગત કરશે

RILનું વર્તમાન પ્રેફરન્સ શેરોમાં રૂ. 4,000 કરોડનું રોકાણ ચાલુ રહેશે અને તેને 20 વર્ષ પછી ઇક્વિટીમાં રૂપાંતરિત કરી શકાશે

News18 Gujarati
Updated: March 15, 2019, 2:35 PM IST
બ્રુકફિલ્ડ ઇન્ડિયા પ્રયોજિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ (ઇનવિટ) રૂ. 13,000 કરોડમાં ઈસ્ટ-વેસ્ટ પાઇપલાઇન હસ્તગત કરશે
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: March 15, 2019, 2:35 PM IST
બ્રુકફિલ્ડ ઇસ્ટ વેસ્ટ પાઇપલાઇન હસ્તગત કરવા રૂ. 13,000 કરોડનું મૂડી રોકાણ કરશે. બ્રુકફિલ્ડ દ્વારા એક પ્રારંભિક પ્લેસમેન્ટ મેમોરેન્ડમ દાખલ કરીને ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ જે ઇનવિટ તરીકે 90%નું રોકાણકાર હશે અને તેની મારફતે ઇસ્ટ વેસ્ટ પાઇપલાઇન (પાઇપલાઇન) હસ્તગત કરવામાં આવશે. આ સોદાના ભાગરૂપે, ઇનવિટ પાઇપલાઇન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ (પીપીપીએલ)માં 100% ઇક્વિટી હિત હસ્તગત કરશે, જે હાલમાં પાઇપલાઇનની માલિકી અને સંચાલન હક ધરાવે છે.

બ્રુકફિલ્ડ દ્વારા કરાયેલ આ સંપાદનને અનુલક્ષીને હાલના પાઇપલાઇન વપરાશ કરારમાં નીચે મુજબના ફેરબદલ કરવામાં આવ્યા છે


- 56 MMSCMD ની અનામત ક્ષમતાને 33 MMSCMD જેટલી ઘટાડવામાં આવી.
- RIL દ્વારા કોઈપણ બિનઉપયોગી ક્ષમતા ચુકવણી એક ત્રિમાસિક ગાળામાં રૂ. 500 કરોડ અને PIPL દ્વારા મેળવેલ વાસ્તવિક આવક વચ્ચેના તફાવત જેટલી હશે.
- RIL પોતે અથવા કોઈપણ ગ્રાહકો માટે કોઈપણ બાકીની બિનઉપયોગી ક્ષમતા ચુકવણી સામે ગેસના મફત પરિવહન માટેનો RILનાં અબાધિત હક ચાલુ રહેશે.વર્તમાન મંજૂર દર રૂ. 71.66/MMBTU પ્રમાણે જો પરિવહન થયેલ સરેરાશ ગેસ જથ્થો 22 MMSCMD હશે, તો બિનઉપયોગી ક્ષમતા ચુકવણી કરવા RIL જવાબદાર રહેશે નહીં.

એપ્રિલ 2020 માં ટેરિફની આગામી સમીક્ષામાં પાઇપલાઇનની સુધારેલી ઓછી ક્ષમતાના નિર્ધારણથી ઉદભવતા ટેરિફમાં વધારો કરવા અંગેની બાબત પણ ધ્યાનમાં લેવાશે.

કેજી બેસિનમાં અપસ્ટ્રીમ સેક્ટરમાં નવાં રોકાણો તથા એલએનજીની વધતી જતી આયાત અને ગેસ વિનિમય કરવાની ક્ષમતા ને ધ્યાનમાં રાખીને પાઇપલાઇન દ્વારા પરિવહન થનાર સરેરાશ જથ્થો હાલના સ્તરોની તુલનાએ નોંધપાત્ર રીતે વધુ રહેશે તેવી આશા છે.

પાઇપલાઇન વપરાશ કરારમાં ઉલ્લેખિત કાર્ય પદ્ધતિ હેઠળ PIPL ની ચોખ્ખી કમાણીમાં RIL નોંધપાત્ર ભાગીદારી માટે હકદાર રહેશે.

RILનું વર્તમાન પ્રેફરન્સ શેરોમાં રૂ. 4,000 કરોડનું રોકાણ ચાલુ રહેશે અને તેને 20 વર્ષ પછી ઇક્વિટીમાં રૂપાંતરિત કરી શકાશે.

વધુમાં, 20 વર્ષ પૂર્ણ થયા પછી, RIL ને ઇનવિટ દ્વારા ધારણ કરાયેલ રૂ. 50 કરોડ ઇક્વિટી મૂલ્યના PIPL ના ઇક્વિટી શેર ખરીદવાનો અધિકાર રહેશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિષે

- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તમામ મુખ્ય નાણાંકીય માપદંડોના આધારે દેશના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની છે. 31 માર્ચ 2018ના રોજ તેનું કુલ ટર્ન ઓવર રૂ. 430,731 કરોડ (66.1 બિલિયન અમેરિકી ડોલર), રોકડ નફો
- રૂ. 56,034 કરોડ (8.6 બિલિયન અમેરિકી ડોલર), ચોખ્ખો નફો રૂ. 36,075 કરોડ (5.5 બિલિયન અમેરિકી ડોલર) છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રવૃત્તિઓ હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન અને ઉત્પાદન, પેટ્રોલિયમ રિફાઇનિંગ અને માર્કેટીંગ, પેટ્રોકેમિકલ્સ, રિટેલ અને ડિજીટલ સેવાઓમાં વિસ્તરેલી છે.
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફોર્ચુન ગ્લોબલ 500ની દુનિયાની સૌથી મોટી કંપનીઓની યાદીમાં સ્થાન ધરાવે છે. હાલમાં આવકની દ્રષ્ટિએ તેનું 148મું સ્થાન છે તથા નફાની દ્રષ્ટિએ 99મું સ્થાન છે. રિલાયન્સ ફોર્બ્સ ગ્લોબલ 2000 લિસ્ટ (2018)માં 83મું અને ભારતની ટોચની કંપની તરીકેનું સ્થાન ધરાવે છે. લિંકેડઇનની “ટોપ કંપનીઝ વ્હેર ઇન્ડિયા વોન્ટ્સ ટુ વર્ક નાઉ” (2018)માં રિલાયન્સ 10માં ક્રમે છે.
First published: March 15, 2019
વધુ વાંચો अगली ख़बर