Home /News /business /

વર્ષનો પ્રથમ REIT IPO: બ્રુકફિલ્ડ ઈન્ડિયા આજથી ખુલ્યો, જાણો ભરવા જેવો છે કે નહીં?

વર્ષનો પ્રથમ REIT IPO: બ્રુકફિલ્ડ ઈન્ડિયા આજથી ખુલ્યો, જાણો ભરવા જેવો છે કે નહીં?

સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકે એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની, એક્સિસ ફ્લેક્સી કેપ ફંડ, એક્સિસ ઇક્વિટી હાઇબ્રીડ ફંડ અને કિરણ વ્યાપારને શેર દીઠ રૂ. 291.75ના હિસાબે 52,08,226 ઇક્વિટી શેર આપીને રૂ. 151.94 કરોડ એકત્ર કર્યા હોવાનું જાણવા મળે છે. પ્રતીકાત્મક તસવીર

REIT એટલે કે રિયલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (Real Estate Investment Trust) એવી કંપની છે જે રિયલ એસ્ટેટ એસેટ્સની યૂનિટ અથવા પોર્ટફોલિયોમાં રોકાણકારોને ઇન્વેસ્ટ કરવાની તક આપે છે.

  મુંબઈ: ભારતીય શેરમાર્કેટમાં આજકાલ બુલંદ તેજી જોવા મળી રહી છે. તેજીનો આખલો હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે. આ સમયગાળામાં પ્રાઈમરી માર્કેટ (Primary Market)માં પણ શાનદાર તેજી જોવા મળી રહી છે. ગઈકાલે શેરબજારમાં લિસ્ટ થયેલ ઈન્ડિગો પેઈન્ટ્સ બાદ આજે હોમફર્સ્ટ ફાઈનાન્સના આઈપીઓ (IPO)એ પણ લિસ્ટિંગમાં રોકાણકારોને ખુશ કર્યા છે. આજે પણ એક નવો આઈપીઓ બજારમાં આવ્યો છે. નામ છે- બ્રુકફિલ્ડ ઈન્ડિયા રિયલ એસ્ટેટ ટ્રસ્ટ (Brookfield India Real Estate Trust). આમ તો કંપનીના નામથી રોકાણકારોને IPO બજારમાં કોઈ લેવાદેવા નથી, પરંતુ બ્રુકફિલ્ડ પર નજર કરવી જરૂરી છે. ઈન્ડિયા રિયલ એસ્ટેટ ટ્રસ્ટ એક REIT છે. મહત્વની વાત એ છે કે બ્રુકફિલ્ડ ઈન્ડિયા રિયલ એસ્ટેટ ટ્રસ્ટ ભારતનું એકમાત્ર 100% સંસ્થાગત રોકાણ ધરાવતું જાહેર કોમર્શિયલ રિયલ એસ્ટેટ વ્હિકલ છે.

  શું છે REIT IPO

  REIT એટલે કે રિયલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (Real Estate Investment Trust) એવી કંપની છે જે રિયલ એસ્ટેટ એસેટ્સની યૂનિટ અથવા પોર્ટફોલિયોમાં રોકાણકારોને ઇન્વેસ્ટ કરવાની તક આપે છે. આમાં, રોકાણકારો પાસે કોઈ વાસ્તવિક સંપત્તિની માલિકી નથી પરંતુ તેમને તે મિલકતમાંથી થતી કમાણીમાં થોડો હિસ્સો મળે છે. આ કંપનીઓ જ્યારે સામાન્ય લોકો અને બીજા રોકાણકારોથી કોઇ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના ડેવલપમેન્ટ અથવા નિર્માણ માટે ફંડ એકત્ર કરવા માટે IPO લાવે છે તેઓને REIT IPO કહેવામાં આવે છે.

  આ પણ વાંચો: હોમ ફર્સ્ટ ફાઇનાન્સનો શેર રૂ. 618.80 પર થયો લિસ્ટેડ, ઇશ્યૂ પ્રાઇસ કરતાં 19% પ્રીમિયમ

  મહત્વના મુદ્દા :

  1. 3જી ફેબ્રુઆરી ખુલેલો આ આઈપીઓ 5મી ફેબ્રુઆરી બંધ થશે
  2. આઈપીઓની પ્રાઈસ બેન્ડ 274-275 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે
  3. લોટ સાઈઝ 200 યુનિટની છે એટલેકે આઈપીઓ માટે એપ્લિકેશન 54,800-55,000 રૂપિયા હશે
  4. ઈશ્યુની કુલ સાઈઝ 3800 કરોડ
  5. બ્રુકફિલ્ડ ઇન્ડિયા આ આઈપીઓ ભારતમાં લૉન્ચ થનારો ત્રીજી REIT IPO
  6. બ્રુકફિલ્ડ ઇન્ડિયા REITમાં કનાડાઇ કંપની બ્રૂકફિલ્ડ ઇન્કની પેટાકંપની કંપની બીપીજી હોલ્ડિંગ્સ ગ્રુપ ઇંક (BPG Holdings Group Inc)માં 99 ટકા હિસ્સો

  બ્રુકફિલ્ડ ઈન્ડિયા વિશે :

  બ્રુકફિલ્ડ ઈન્ડિયા રિયલ એસ્ટેટ ટ્રસ્ટ પાસે 4 મોટા કેમ્પસ છે, જેમાં બિઝનેસ પાર્ક, લીઝ પાર્ક છે. મુંબઈ, ગુરૂગ્રામ, નોઈડા અને કોલકત્તામાં કંપની પાસે પ્રોપર્ટીઓ છે. પ્રારંભિક તબક્કે બ્રુકફિલ્ડનો પોર્ટફોલિયો 14.0 મિલિયન સ્કવેર ફૂટ છે,જેમાંથી 10.3 મિલિયન સ્કેવર ફૂટ પર બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને 0.1 મિલિયન સ્કેવર ફૂટ નિર્માણાધીન છે અને 3.7 મિલિયન સ્કવેર ફૂટ પર ભવિષ્ય માટે પાર્ક કરેલ છે.

  આ પણ વાંચો: Indigo Paintsનો IPO લાગ્યો તેને ચાંદી જ ચાંદી! છ જ દિવસમાં પૈસા ડબલ

  FY2020માં બ્રુકફિલ્ડ ઇન્ડિયા REITને નફો 15.12 કરોડ રૂપિયા હતો. જ્યારે એનાથી એક વર્ષ પહેલા તેનો નફો 15.75 કરોડ રૂપિયા હતો. ત્યારે કંપનીની કુલ આવક 5.54 ટકા વધીને 981.40 કરોડ રૂપિયા પહોંચી ગઇ છે. 31 માર્ચ 2020 સુધીમાં કંપની પર કુલ બાકી દેવું 6952.07 કરોડ રૂપિયા હતું. તમને જણાવી દઈએ કે વૈશ્વિક સ્તર પર બ્રુકફિલ્ડ 578 અરબ ડૉલરની સંપત્તિનું સંચાલન કરે છે. ત્યારે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રીઅલ એસ્ટેટના ક્ષેત્રમાં 2.20 લાખ ચોરસ ફૂટ ઑફિસ પ્રાપર્ટીને મેનેજ કરે છે. આ સિવાય કંપનીની પાસે 7 ટૉલ રોડ (Roads) છે જેની કુલ લંબાઈ 600 કિ.મી.થી વધારે છે. બ્રુકફિલ્ડ ઇન્ડિયાના IPOના મુખ્ય મેનેજર બેન્ક ઑફ અમેરિકા (Bak of America), સિટી ગ્રુપ (Citi group) અને Morgan Stanley છે.

  આ પણ વાંચો: રોકાણકારો આનંદો: IPOમાં 15,000ને બદલે 7,500 રૂપિયાનો એક લૉટ કરી શકે છે SEBI

  એક્સપર્ટ વ્યૂઝ :

  KR ચોકસીએ આઈપીઓ વિશે ટિપ્પણી કરતા કહ્યું કે વર્તમાન પોર્ટફોલિયો સાથે કંપની આગામી સમયમાં સ્ટેબલ કેશ ફ્લો જનરેટ કરી શકે છે અને નવા લીઝથી આગામી સમયનું ભવિષ્ય પણ ઉજ્જવળ છે.

  મહત્ત્વની વાત એ છે કે સપ્ટેમ્બર, 2020ના રોજ પ્રતિ યુનિટ NAV 311 રૂપિયા હતી, જેની સામે કંપની હાલ આઈપીઓમાં 275 પ્રતિ યુનિટે શેર આપવા જઈ રહી છે, જે 11.6%ના ડિસ્કાઉન્ટ પર છે.

  14મી ડિસેમ્બર, 2020ના આંકડાઓ સાથે સરખાવીએ તો બ્રુકફિલ્ડના સ્પર્ધક એમ્બેસી પાર્ક REIT NAVની સાપેક્ષે 5.3% અને માઈન્ડ સ્પેસ બિઝનેસ પાર્ક REIT 3%ના ડિસ્કાઉન્ટ સાથે ટ્રેડ કરી રહ્યાં છે તેથી આ આઈપીઓને અમારા તરફથી ‘સબસ્ક્રાઈબ રેટિંગ’ આપવામાં આવે છે, તેમ KR ચોકસીએ ઉમેર્યું હતુ. જોકે એન્જલ બ્રોકિંગે તેને ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: BSE, IPO, NSE, Share market

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन