Jubilant food stock: જુબિલન્ટ ફૂડના ગ્રોથ પર નજર કરવામાં આવે તો વર્ષ 2017થી 2021 સુધી કંપનીના ગ્રોથમાં સારો વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન કંપનીની આવકમાં 55 ટકાનો વધારો થયો છે.
મુંબઈ: જુબિલન્ટ ફૂડવર્કસ (JUBILANT FOODWORKS)ના સીઈઓ પ્રતીક પોટા (CEO Pratik Pota)એ રાજીનામું આપી દીધું છે અને તેઓ આગામી 15 જૂને કંપનીમાંથી પોતાની પોસ્ટ છોડી દેશે. પ્રતિક પોટાએ કંપનીનું સંચાલન 2017માં હાથમાં લીધું હતું. પ્રતિક પોટા કંપનીમાં જોડાયા ત્યારે કંપનીના શેરનો ભાવ 423 રૂપિયા પ્રતિ શેર હતો. તેમના કાર્યકાળ દરમિયાન કંપનીના શેરનો ઓલટાઈમ હાઈ 4,577 રૂપિયા પ્રતિ શેર રહ્યો છે. હવે તેમના રાજીનામાના કારણે બ્રોકરેજ ફર્મમાં નિરાશા જોવા મળી છે અને મોર્ગન સ્ટેનલી (morgan stanley)એ ટાર્ગેટ 5,000થી ઘટાડીને 2,250 કરી દીધો છે.
જુબિલન્ટ ફૂડના ગ્રોથ પર નજર કરવામાં આવે તો વર્ષ 2017થી 2021 સુધી કંપનીના ગ્રોથમાં સારો વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન કંપનીની આવકમાં 55 ટકાનો વધારો થયો છે. કંપનીના EBITDAમાં 3 ગણો વધારો થયો છે અને આ સાથે જ 2017થી 2021ના સમયગાળામાં કંપનીના નફામાં 5 ગણો વધારો થયો છે.
જ્યુબિલન્ટ ફૂડ બાબતે બ્રોકરેજ ફર્મ શું કહે છે?:
1) જુબિલન્ટ ફૂડ અંગે ક્રેડિટ સુઇસનો અભિપ્રાય
ક્રેડિટ સુઇસ (CREDIT SUISSE)એ જુબિલન્ટ ફૂડ પર ન્યૂટ્રલ રેટિંગ આપ્યું છે અને શેરનો લક્ષ્યાંક 3,500 રૂપિયા પ્રતિ શેરથી ઘટાડીને 2,900 રૂપિયા પ્રતિ શેર કર્યો છે. તેમનું માનવું છે કે, સીઈઓ પ્રતિક પોટાના રાજીનામાથી કંપનીને ફટકો પડ્યો છે. હાલની સ્થિતિમાં લીડરશીપમાં થયેલા ફેરફારને આંચકો લાગ્યો છે.
2) જુબિલન્ટ ફૂડ બાબતે મોર્ગન સ્ટેનલીનો મત
મોર્ગન સ્ટેનલી (MORGAN STANLEY)એ જુબિલન્ટ ફૂડ પર રેટિંગ ઓવરવેઇટથી ઘટાડીને અંડરવેઇટ કરી દીધું છે. આ સાથે જ તેણે પોતાનો ટાર્ગેટ 5,000થી ઘટાડીને 2,250 રૂપિયા કરી દીધો છે. તેમનું કહેવું છે કે સીઈઓના જવાથી કંપનીની રણનીતિ પર સવાલ ઊભા થયા છે. તેમણે પોતાના નાણાકીય વર્ષ 23/24 ઈપીએસમાં 15 ટકા/24 ટકાનો ઘટાડો કર્યો છે. તેમના મતે ઓર્ગેનાઇઝ્ડ ફૂડમાં લાંબા ગાળાની ગ્રોથ સ્ટોરી માટે કંપની સારી સ્થિતિમાં છે. પરંતુ નેતૃત્વમાં અચાનક આવેલા ફેરફારને કારણે નજીકના ગાળાના આઉટલુક પર આશંકા ઊભી થઇ છે.
જેપી મોર્ગન (JP MORGAN) દ્વારા જુબિલન્ટ ફૂડ પર રેટિંગ ઓવરવેઇટથી ઘટાડીને ન્યૂટ્રલ કરવામાં આવ્યું છે. આ સાથે તેનો ટાર્ગેટ રૂપિયા 4,025થી ઘટાડી રૂપિયા 3,000 કર્યો છે. તેમનું કહેવું છે કે સીઈઓના રાજીનામાથી અણધારી રીતે અનિશ્ચિતતા સર્જાઈ છે. માર્જિન કાપ બાદ તેમણે નાણાકીય વર્ષ 23/24 માટે તેના ઈપીએસ અનુમાનને ઘટાડીને 11 ટકા/8 ટકા સુધી કરી દીધું છે.
મેક્વેરીએ (MACQUARIE) જુબિલન્ટ ફૂડ પર રેટિંગ ડાઉનગ્રેડ કરીને અંડરપરફોર્મ રેટિંગ આપ્યું છે અને શેરનો ટાર્ગેટ 3,550 રૂપિયાથી ઘટાડીને 2,150 રૂપિયા કર્યો છે. તેમનું કહેવું છે કે, સીઈઓના રાજીનામાથી અમલ અને અર્નિંગ ગ્રોથની ચિંતા વધી છે. તેઓએ નાણાકીય વર્ષ 22/23/24 માટે ઇપીએસ અનુમાન ઘટાડીને 3%/13%/15% કરી દીધું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર