નવી દિલ્હી: વર્ષોની સુસ્તી પછી રિયલ એસ્ટેટ સેક્ટર (Real estate sector)માં તકો વધી રહી છે. તમામ ક્ષેત્રોમાં ખાસ કરીને રહેણાંક જગ્યા (Resident projects)માં માંગ જોવા મળી રહી છે. મોટાભાગની કંપનીઓએ તેમની ઇન્વેન્ટરીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી રહી છે. જેનાથી સેક્ટરમાં વિશ્વાસ વધી રહ્યો છે. લાંબા સમયથી આ સેક્ટર નોટબંધી, GST, કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દાઓ સહિતના વિવિધ પરિબળોથી પ્રભાવિત હતું. ઘણા બિલ્ડરોની ભૂલોને કારણે ક્યારેય પૂર્ણ ન થતા પ્રોજેક્ટ્સ (Real estate projects)માં ગ્રાહકો તેમની મહેનતની કમાણી ગુમાવતા હતા. જોકે, હવે આ સેક્ટર આ મુદ્દા સુલઝાવીને આગળ વધી રહ્યું છે.
ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના મતે આ સેક્ટરમાં માંગમાં સુધારો થવા પાછળ અમુક કારણો છે. HDFC Securitiesના એક અહેવાલ અનુસાર, "અપસાયકલના આવકના સ્તરમાં વધારો, ભાડામાં વધારો અને વ્યાજ દરોમાં ઘટાડો, સંગઠિત કંપનીઓ દ્વારા બજાર હિસ્સામાં વધારો, સંપત્તિની અસરો, સંયુક્ત કુટુંબોનું વિઘટન અને ક્ષેત્રમાં મજબૂત આર્થિક વૃદ્ધિમાં વધારો થવાને કારણે આ સેક્ટરમાં સુધારો આવ્યો છે."
વિવિધ બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય
Kotak Institutional Equitiesના અહેવાલ મુજબ, "ભારતમાં રહેણાંક રિયલ એસ્ટેટના વેચાણમાં 17 ટકાનો વધારો થઇને 195 મિલિયન ચોરસ ફૂટનું થયું છે. જે છેલ્લા દાયકામાં સૌથી મજબૂત ત્રિમાસિક વેચાણ છે." આ ક્ષેત્રમાં છેલ્લે ત્રિમાસિક Q4FY11માં સૌથી વધુ 174 મિલિયન ચોરસ ફૂટનું વેચાણ થયું હતું.
કોટકે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, “NCRમાં ઘરનું વેચાણ વાર્ષિક ધોરણે 13 ટકા વધીને Q3 FY22માં રૂ. 7,530 પ્રતિ ચોરસ ફૂટ થયું છે. તેમજ નોઇડામાં 4 ટકા, ગ્રેટર નોઇડામાં 5 ટકા અને ગાઝિયાબાદમાં વાર્ષિક ધોરણે 8 ટકા વૃદ્ધિ જોવા મળી છે."
મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં નવા લોન્ચ 18 ટકા વધીને 22.1 મિલિયન ચોરસ ફૂટ થયા છે. કુલ નવા લોન્ચ સ્પેસમાં થાણેનો હિસ્સો 52 ટકા છે, જ્યારે મુંબઈનો હિસ્સો 38 ટકા છે.
Edelweiss Researchની એક રિપોર્ટ અનુસાર, "PEPL, Oberoi Realty, Sobha અને Lodha જેવા પ્રખ્યાત રિયલ્ટી ડેવલપર્સ જિયોગ્રાફિકલ ફૂટપ્રિન્ટ્સને વિસ્તારવા માંગે છે, જ્યારે DLF અને Sunteck કંપનીઓ અન્ય લોકો વધુ ઘરો બનાવી રહી છે."
રોકાણના આઈડિયા
નિષ્ણાતો માને છે કે રિયલ્ટી શેરોમાં તાજેતરના ઘટાડાએ તેમને મધ્યમ ગાળાના પરિપ્રેક્ષ્યમાં આકર્ષક બનાવ્યા છે. કોટક માને છે કે સેક્ટર માટે વેચાણમાં જંગી સુધારો, સંગઠિત વિકાસકર્તાઓ દ્વારા બજારહિસ્સામાં વધારો અને રિયલ એસ્ટેટના ભાવમાં વધારો લિસ્ટેડ રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે સારો સંકેત છે.
કોટકે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, "અમે માનીએ છીએ કે બેંગલુરુ સ્થિત કંપની સેક્ટરના વિકાસને મૂડી બનાવવા માટે વધુ સારી સ્થિતિમાં છે. અમે Prestige Estates, Brigade Enterprises અને Sobha પર અમારી પસંદગી યથાવત રાખીએ છીએ. મુંબઈ સ્થિત કંપનીઓની Macrotech અને Oberoi Realty પણ વર્તમાન ભાવે આકર્ષક લાગે છે."
એડલવાઈસે ડીએલએફ અને સોભા જેવા જમીન માલિકોને પ્રાધાન્ય આપ્યું છે. તેણે આ બંને શેરોને બાય રેટિંગ આપ્યું છે. આ સેક્ટરમાં સુધારા બાદ એડલવાઇઝે આકર્ષક વેલ્યુએશનને ધ્યાનમાં રાખીને ગોદરેજ પ્રોપર્ટીઝને બાય રેટિંગ આપીને તેનું રેટિંગ અપગ્રેડ કર્યું છે.