Home /News /business /

Maruti Suzuki Q4 Results: મારુતિનો નફો અને આવક વધ્યાં, જાણો શેર પર બ્રોકરેજનો અભિપ્રાય

Maruti Suzuki Q4 Results: મારુતિનો નફો અને આવક વધ્યાં, જાણો શેર પર બ્રોકરેજનો અભિપ્રાય

મારુતિ સુઝુકી ઇન્ડિયા

Maruti Suzuki Stock after Q4 Results: વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં મારુતિની કન્સો. આવક વાર્ષિક ધોરણે 11 ટકા વધીને 26,749 કરોડ રૂપિયા રહી હતી. જ્યારે ગત વર્ષે ચોથા ત્રિમાસિકમાં કંપનીની કન્સોલિડેટેડ આવક 24,034 કરોડ રૂપિયા રહી હતી.

    નવી દિલ્હી: મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (Maruti Suzuki India Limited)નો નાણાકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં કન્સોલિડેટેડ નફો 1,875 કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીના બોર્ડે શેરધારકોને 60 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ (Maruti Suzuki dividend) આપવાની જાહેરાત કરી છે. કંપનીની આવક (Maruti Suzuki revenue)માં પણ વધારો થયો છે. નાણાકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં મારુતિનો કન્સો નફો વાર્ષિક આધારે આશરે 51 ટકા વધીને 1,875 કરોડ રૂપિયા રહ્યો છે. ગત વર્ષે ચોથા ત્રિમાસિકમાં કંપનીનો કન્સો. નફો 1,241 કરોડ રૂપિયા રહ્યો હતો.

    વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં મારુતિની કન્સો. આવક વાર્ષિક ધોરણે 11 ટકા વધીને 26,749 કરોડ રૂપિયા રહી હતી. જ્યારે ગત વર્ષે ચોથા ત્રિમાસિકમાં કંપનીની કન્સોલિડેટેડ આવક 24,034 કરોડ રૂપિયા રહી હતી.

    વિવિધ બ્રોકરેજ હાઉસનો મારુતિ  સુઝુકીના શેર પર અભિપ્રાય:


    1) CITI નો મારુતિ પર અભિપ્રાય


    બ્રોકરેજ હાઉસ સિટિ તરફથી મારુતિ પર બાય રેટિંગ આપવામાં આવ્યું છે. શેર માટે ટાર્ગેટ 10,700 રૂપિયા આપ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપનીની પ્રોડક્ટ્સની માંગ મજબૂત છે. નવા લોન્ચિંગથી નાણાકીય વર્ષ 2024માં માર્કેટ શેર વધવાની આશા છે. જોકે, ચિપની અછતથી ચિંતા વધી છે. આ કારણે ડાઉનસાઇડ સિસ્કની પણ સંભાવના છે.

    આ પણ વાંચો: એક વર્ષમાં આ શેરે આપ્યું 130% વળતર

    2) Jefferies નો મારુતિ પર અભિપ્રાય


    જેફરીઝ તરફથી મારુતિના શેર માટે બાય રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ હાઉસ તરફથી શેર માટે ટાર્ગેટ 9,100 રૂપિયાથી વધારીને 10,250 રૂપિયા કરવામાં આવ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે વાર્ષિક ધોરણે 4Q EBITDAમાં 22 ટકાનો ઉછાળો નજરે પડે છે. જ્યારે માર્જિનમાં સતત બીજા મહિને સુધારો જોવા મળ્યો છે.

    આ પણ વાંચો: આજે (2 મે) આ 20 શેરમાં કરો મોટી કમાણી 

    3) UBS નો મારુતિના શેર પર અભિપ્રાય


    બ્રોકરેજ UBS તરફથી મારુતિના શેર માટે બાય રેટિંગ આપવામાં આવ્યું છે. આ સાથે જ બ્રોકરેજ હાઉસે શેરનો ટાર્ગેટ વધારીને 10,000 રૂપિયા કર્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપનીનો માર્જિન અપેક્ષાથી સારો રહ્યો છે. એટલું જ નહીં, ભવિષ્યમાં પણ તે સારો રહેશે તેવી આશા છે. બ્રોકરેજે નાણાકીય વર્ષ 2023 માટે EBITDA માર્જિન અંદાજ 4.9 ટકાથી વધારીને 7.2 ટકા કર્યો છે.

    (ખાસ નોંધ: અહીં રજૂ કરવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે.  રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Automobile, Investment, Maruti suzuki, Share market, Stock tips

    આગામી સમાચાર