Home /News /business /આ કંપનીના શેર એક સપ્તાહમાં 11% વધ્યા, Axis-ICICI સિક્યોરીટીઝ હજું પણ ખરીદવા કહ્યું

આ કંપનીના શેર એક સપ્તાહમાં 11% વધ્યા, Axis-ICICI સિક્યોરીટીઝ હજું પણ ખરીદવા કહ્યું

આ કંપની શેર એક સપ્તાહમાં 11% વધ્યા, Axis-ICICI સિક્યોરીટીઝે પણ આપ્યો ‘બાય’ કોલ

Brokerage Houses BUY call: એક્સિસ સિક્યોરીટીઝે કંપનીના શેર માટે રૂ.4715ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય કોલ આપ્યો છે. અન્ય એક બ્રોકરેજ કંપની આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે પણ રૂ.4,870ના ટાર્ગેટ ભાવ સાથે "બાય" રેટિંગ જાળવી રાખ્યું હતું. આ ઉપરાંત મિન્ટજેની દ્વારા સરેરાશ 22 વિશ્લેષકોના સર્વેક્ષણમાં શેર પર 'બાય' કોલ આપ્યો છે.

વધુ જુઓ ...
    ભારતીય આઇટી કંપની કોફોર્જનો શેર (IT Company Coforge Stocks) અગાઉના બે ટ્રેડિંગ સેશનમાં 9.90 ટકાના ઉછાળા સાથે મંગળવારના કારોબારમાં 0.84 ટકા ઘટીને રૂ. 4,321 થયો હતો. કંપનીએ ક્વાર્ટર 3 નાણાંકીય વર્ષ 23 માટે અપેક્ષા કરતા વધુ સારી કમાણી અને ડીલ્સ નોંધાવ્યા બાદ શેરમાં તીવ્ર તેજી (Coforge Stock Hike) જોવા મળી હતી. છેલ્લા એક મહિનામાં આ શેર રૂ. 3,735થી વધીને રૂ. 4,321ના વર્તમાન સ્તરે પહોંચ્યો છે, જેણે 15.68 ટકાનું વળતર આપ્યું છે. આ જ સમયગાળા દરમિયાન નિફ્ટીના આઇટી ઇન્ડેક્સમાં 7.37 ટકાનો વધારો થયો છે. માત્ર છેલ્લા સપ્તાહમાં જ શેરમાં 11 ટકાનો વધારો થયો હતો, જે આ મહિનામાં તેણે કરેલા મોટા ભાગના ફાયદા માટે જવાબદાર છે.

    આ પણ વાંચોઃ આ બેંકો ટેક્સ સેવિંગ ડિપોઝિટ પર ઓફર કરી રહી છે 7.6 ટકા સુધીનો વ્યાજદર, અહીં જૂઓ લીસ્ટ

    4 જાન્યુઆરી, 2022ના રોજ રૂ. 6,135 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા પછી શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને જૂન સુધીના છ મહિનામાં 48 ટકાનો ઘટાડો થયો હતો. જો કે, ગત વર્ષે ઓક્ટોબરમાં તેમાં રિકવરી શરૂ થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં તે લગભગ 28.65 ટકા વધ્યો છે. વર્તમાનમાં આ શેર નવ મહિનાના ઉપરી સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

    રૂ. 1662 કરોડનો નફો


    20 જાન્યુઆરીએ કોફોર્જે ડિસેમ્બર ત્રિમાસિક ગાળા માટે તેનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 24 ટકા વધીને રૂ. 228 કરોડ નોંધાવ્યો હતો. કંપનીએ એક વર્ષ અગાઉના ત્રિમાસિક ગાળામાં રૂ. 183 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ક્વાર્ટર 3 નાણાંકીય વર્ષ 2023માં કંપનીની આવક 2,087 કરોડ રૂપિયા રહી હતી, જે અગાઉના વર્ષના સમાનગાળામાં 1,662 કરોડ રૂપિયાની તુલનામાં 25.57 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

    આ પણ વાંચોઃ 15થી 20 દિવસમાં આ શેર્સમાં ભરી ભરીને કમાણી, એક્સપર્ટે કારણ સાથે કહ્યું ખરીદવા મંડી પડો

    કંપનીનો ઓપરેટિંગ નફો રૂ. 380 કરોડ રહ્યો હતો, જે QoQ ધોરણે 5.5 ટકાની સકારાત્મક વૃદ્ધિ દર્શાવે છે. મેનેજમેન્ટે નાણાંકીય વર્ષ 2023 માટે તેના ઓર્ગેનિક સીસી રેવેન્યૂ ગ્રોથ ગાઇડન્સને સુધારીને 22 ટકા કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે, છેલ્લા-બાર મહિનાના (LTM) એટ્રિશન ક્વાર્ટરના આધારે 60 બેસિસ પોઇન્ટના ત્રિમાસિક ગાળામાં ઘટીને 15.8 ટકા રહ્યા હતા.

    નોંધાવ્યું 345 મિલિયન ડોલરનું ઓર્ડર બુકિંગ


    કોફોર્જે ક્વાર્ટર 3 નાણાંકીય વર્ષ 2023માં અત્યાર સુધીની સૌથી વધુ ડીલ સાઇન કરી છે. કંપનીએ 345 મિલિયન ડોલરથી વધુનું ઓર્ડર બુકિંગ નોંધાવ્યું હતું, જે 40 ટકા YOY વધારે છે. કંપનીએ સંકેત આપ્યો છે કે ત્રિમાસિક ગાળા દરમિયાન પાંચ મોટી ડીલ્સના અમલના આધારે નાણાંકીય વર્ષ 2024માં ગ્રોથની ગતિ જળવાઇ રહેવાની સંભાવના છે. કંપનીએ જણાવ્યું હતું કે, તેઓ મોટા ભાગે મેક્રો ઇશ્યૂથી પ્રભાવિત થયા નથી.

    આ પણ વાંચોઃ આવી ગયા છે આજના Top 20 શેર્સ, જેમાં આજે કરી શકો દમદાર કમાણી

    તેને ધ્યાનમાં રાખી એક્સિસ સિક્યોરીટીઝે કંપનીના શેર માટે રૂ.4715ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય કોલ આપ્યો છે. અન્ય એક બ્રોકરેજ કંપની આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે પણ રૂ.4,870ના ટાર્ગેટ ભાવ સાથે "બાય" રેટિંગ જાળવી રાખ્યું હતું. આ ઉપરાંત મિન્ટજેની દ્વારા સરેરાશ 22 વિશ્લેષકોના સર્વેક્ષણમાં શેર પર 'બાય' કોલ આપ્યો છે.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    First published:

    Tags: BSE Sensex, Business news, Earn money, Expert opinion, Share market, Stock market Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन