Rakesh Jhunjhunwalaના પોર્ટફોલિયોમાં સામેલ આ શેર રોકેટ ગતિએ ભાગશે તેવો બ્રોકરેજ પેઢીઓનો મત

રાકેશ ઝુનઝનવાલા

Rakesh Jhunjhunwala Portfolio: મંગળવારે ટાઇટન કંપની (Titan company share)નો શેર એનએસઈ (NSE) પર 1.86%ના વધારા સાથે 2,451 રૂપિયા પર બંધ રહ્યો હતો. આજે શેરમાં 44.70 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.

  • Share this:
    મુંબઈ: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala Portfolio)માં સામેલ આ શેર એક વર્ષમાં 1,168 રૂપિયાથી 2,451 રૂપિયા પર પહોંચ્યો છે. એક વર્ષમાં આ શેરમાં રોકાણકારોને 109% વળતર મળ્યું છે. આ વર્ષની શરૂઆતથી અત્યારસુધી આ શેરમાં 56%ની તેજી જોવા મળી છે. ટાટા જૂથની ટાઇટન કંપનીનો શેર (Titan company share) એક વર્ષમાં ડબલ થઈ ગયો છે. એટલે કે એ વર્ષ પહેલા જે લોકોએ આ કંપનીના શેરમાં રોકાણ કર્યું હતું તેમના નાણા ડબલ થઈ ગયા છે. મંગળવારે ટાઇટન કંપનીનો શેર એનએસઈ (NSE) પર 1.86%ના વધારા સાથે 2,451 રૂપિયા પર બંધ રહ્યો હતો. આજે શેરમાં 44.70 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.

    કંપનીનો નફો

    2,16,000 કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી ટાઇટન કંપનીનો શેર હાલ 5, 20, 50, 100 અને 200 દિવસની મૂવિંગ એવરેજ ઉપર જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર 2021ના રોજ પૂરા થતા ક્વાર્ટર દરમિયાન કંપનીએ વાર્ષિક ધોરણે 222%ના વધારા સાથે 641 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટર દરમિયાન કંપનીનો નફો 173 કરોડ રૂપિયા હતો. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન કંપનીની કુલ આવક 65% વધીને 6,571 કરોડ રૂપિયા હતી, જે આગલા વર્ષે સમાન ક્વાર્ટર દરમિયાન 3,983 કરોડ રૂપિયા રહી હતી.

    આ પણ વાંચો: હાલના વેલ્યૂએશન પર કોઈ પણ IPOમાં નહીં કરું રોકાણ: રાકેશ ઝુનઝુનવાલા

    રોકાણકારોનો મત

    મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ અખીલ રાઠીએ બિઝનેસ ટુડે સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "ધનતેરસના દિવસે દેશમાં સોનાની માંગ વધારે રહેશે, જેનાથી ટાઇટન કંપનીની ખૂબ ફાયદો થશે. લાંબા ગાળે આ શેર ખૂબ મોટું વળતર આપી શકે છે. રોકાણકારોએ આ શેરમાં રોકાણ જાળવી રાખવું જોઈએ."

    Macquarie તરફથી ટાઇટન કંપનીના શેરનો ટાર્ગેટ 2,780 રૂપિયાથી બદલીને 3,000 રૂપિયા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બ્રોકરેજ પેઢી તરફથી FY22 માટે EPSમાં 13%નો વધારો કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયામાં નવો સામેલ થયેલો શેર 10% ભાગ્યો, તમારે રોકાણ કરવું જોઈએ?

    બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરનું માનવું છે કે, લગ્નની જ્વેલરીની ભારે માંગ, ખૂબ જ ઝડપથી સ્ટોરના વિસ્તાર પર થઈ રહેલું કામ, વૉચના સ્ટોર્સના વિસ્તારથી ટાઇટનનો ગ્રોથ વધશે.

    રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી

    ટાઇટન કંપનીનો શેર રાકેશ ઝુનઝુનવાલાની પસંદગીનો શેર છે. શેરહોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાએ છેલ્લા સાત ક્વાર્ટરમાં પ્રથમ વખત ટાઇટન કંપનીમાં પોતાની ભાગીદારી વધારી છે.

    આ પણ વાંચો: Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના આ સ્ટોકમાં વધાર્યું રોકાણ

    BSE શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા અને રેખા ઝુનઝુનવાલા સંયુક્ત રીતે ટાઇટન કંપનીમાં 4.87% ભાગીદારી ધરાવે છે. સપ્ટેમ્બર 2020 ત્રિમાસિક દરમિયાન ઝુનઝુનવાલા દંપતી આ કંપનીમાં 5.5 ટકા ભાગીદારી ધરાવતું હતું. ડિસેમ્બર 2020 દરમિયાન તેમણે ભાગીદારી ઘટાડીને 5.3 ટકા કરી હતી. માર્ચ 2021માં તેમણે ભાગીદારી ઘટાડીને 5.1 ટકા કરી હતી. જૂન ક્વાર્ટર દરમિયાન ટાઇટન કંપનીમાં બંનેની ભાગીદારી 4.8 ટકા હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: