Home /News /business /અદાણી વિલ્મરે રોકાણકારોના પૈસા અઢી મહિનામાં ત્રણ ગણા કરી દીધા, હવે કઈ રણનીતિ અપનાવવી?

અદાણી વિલ્મરે રોકાણકારોના પૈસા અઢી મહિનામાં ત્રણ ગણા કરી દીધા, હવે કઈ રણનીતિ અપનાવવી?

અદાણી વિલ્મર (પ્રતીકાત્મક તસવીર)

Adani Wilmar Stock: ઘરેલૂ બ્રોકરેજ કંપની એડલવાઇઝ પ્રમાણે સ્ટૉકમાં ચાલી રહેલી તેજીને બ્રેક લાગી શકે છે. બ્રોકરેજ હાઉસે 'હૉલ્ડ'ની સલાહ સાથે તેનું કવરેજ શરૂ કર્યું હતું.

  મુંબઇ. Adani Wilmar stock: અદાણી વિલ્મરના શેર (Adani Wilmar Stock)માં છેલ્લા અઢી મહિનામાં દમદાર રેલી જોવા મળી છે. આ જ વર્ષે આઠમી ફેબ્રુઆરીના રોજ શેર બજારમાં લિસ્ટ (Adani wilmar listing) થયા બાદ અદાણી જૂથની આ કંપનીની શેર આશરે 202 ટકા રિટર્ન આપી ચૂક્યો છે. 221 રૂપિયાની લિસ્ટિંગ કિંમતની સરખામણીમાં આ શેર BSE પર બુધવારે 668.15 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. એક દિવસ પહેલા આ શેરમાં થોડા સમય માટે અપર સર્કિટ (Upper circuit) લાગી હતી અને શેર 701.65 રૂપિયાની સૌથી ઊંચી સપાટી પર પહોંચી ગયો હતો. બીએસઈ પર અદાણી વિલ્મરની માર્કેટ કેપ (Adani wilmar market cap) હાલ 87 હજાર કરોડ રૂપિયા આસપાસ છે.

  બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય


  બિઝનેસ ટુડેના એક રિપોર્ટ પ્રમાણે ટિપ્સ2ટ્રેડ્સના સહ-સ્થાપક પવિત્ર શેટ્ટીનું કહેવું છે કે, "ખાદ્ય તેલ ઉદ્યોગમાં માર્કેટ લીડર્સમાંની એક હોવાને કારણે કંપનીને તેલની ઊંચી કિંમતોનો ફાયદો મળ્યો છે. આ કારણે અદાણી વિલ્મરના શેરમાં સતત તેજી જોવા મળી છે. ટેક્નિકલી શેર ઓવરબોટ નજરે પડી છે અને રોકાણકારોને આ સ્તરે આંશિક પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ આપવામાં આવે છે. સારી કમાણી માટે જો શેર 460-475 રૂપિયા સુધી ઘટે છે તો ફરીથી તેમાં ખરીદી કરી શકાય છે."

  ઘરેલૂ બ્રોકરેજ કંપની એડલવાઇઝ પ્રમાણે સ્ટૉકમાં ચાલી રહેલી તેજીને બ્રેક લાગી શકે છે. બ્રોકરેજ હાઉસે 'હૉલ્ડ'ની સલાહ સાથે તેનું કવરેજ શરૂ કર્યું હતું અને આગામી 12 મહિના માટે 559 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો હતો. એડલવાઇઝ રિસર્ચ તરફથી કહેવામાં આવ્યું હતું કે, ભલે કંપનીની માર્કેટમાં સારી એવી પકડ છે, પરંતુ સ્ટૉકમાં આવેલી તેજીના સ્વરૂપે તેને ફાયદો મળી ચૂક્યો છે.

  ડિસેમ્બર ક્વાર્ટરનું પરિણામ


  અદાણી વિલ્મરે 31મી ડિસેમ્બર 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક દરમિયાન વાર્ષિક આધારે 66 ટકાના વધારા સાથે 211 કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ નફો નોંધાવ્યો હતો. એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં કંપનીનો નફો 127 કરોડ રૂપિયા હતો. કંપનીની આવક 40.5 ટકા વધીને 14,379 કરોડ રૂપિયા થઈ હતી, એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિકમાં કંપનીની આવક 10,229 કરોડ રૂપિયા હતી. કંપનીની એફએમસીજી સેગમેન્ટમાંથી આવક 46 ટકા વધીને 703 કરોડ રૂપિયા રહી હતી.

  આ પણ વાંચો: બેંકમાં લોકર લેતા પહેલા જાણી લો નિયમ, આરબીઆઈએ નિયમોમાં કર્યો ફેરફાર 

  દુનિયાના 19થી વધારે દેશમાં તેલની નિકાસ


  ઉલ્લેખનીય છે કે Adani Wilmar ગૌતમ અદાણીની માલિકીના અદાણી જૂથ તેમજ સિંગાપુરના વિલ્મર ગ્રુપ વચ્ચે 50:50 ભાગીદારી ધરાવતું સંયુક્ત સાહસ છે. કંપની ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલ વેચે છે. ખાદ્ય તેલ ઉપરાંત કંપની ચોખા, ખાંડ અને લોટ પણ વેચે છે. આ ઉપરાંત કંપની સાબુ, હેન્ડવોશ અને સેનિટાઇઝર જેવા ઉત્પાદનો પણ વેચે છે.

  આ પણ વાંચો: આજે (21 એપ્રિલ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

  ભારતમાં અદાણી વિલ્મર કંપનીની ફૉર્ચ્યૂન બ્રાન્ડનો ખાદ્ય તેલમાં હિસ્સો 20 ટકા છે. દેશમાં કંપની પાસે 40 યૂનિટ છે. અહીં દરરોજ 16,800 ટનથી વધારે તેલ રિફાઇનિંગ થાય છે. કંપનીની બીજ પેલાણની ક્ષમતા 6,000 ટન પ્રતિદિન છે. જ્યારે પેકિંગની ક્ષમતા 12,900 ટન પ્રતિ દિન છે. ઉલ્લેખનીય છે કે વિલ્મર બાસમતી ચોખા, દાળ અને લોટના પેકિંગ બિઝનેસમાં પણ છે. કંપની દુનિયાના 19થી વધારે દેશમાં નિકાસ કરે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Adani Group, Gautam Adani, Investment, Stock market, Stock tips, અદાણી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन