Home /News /business /બ્રોકરેજ હાઉસે કહ્યું 'આ સીમેન્ટ શેરમાં 73 ટકાની દમદાર કમાણી, ફટાફટ ખરીદો'

બ્રોકરેજ હાઉસે કહ્યું 'આ સીમેન્ટ શેરમાં 73 ટકાની દમદાર કમાણી, ફટાફટ ખરીદો'

છેલ્લા એક વર્ષમાં 26 ટકા તૂટ્યો છતાં HDFC સિક્યોરિટીને મજબૂત વિશ્વાસ છે આ શેરમાં

Brokerage House Tips on Stock To Buy: શેરબજારમાં કમાણી કરવા તો દરેક વ્યક્તિ ઈચ્છે છે પરંતુ યોગ્ય અભ્યાસના અભાવે ઘણાં લોકો લાખના બાર હજાર કરી બેસે છે. જોકે નિષ્ણાતની વાત માનીને તમે રોકાણ કરો તો કેટલાક શેર્સમાં ધોમ કમાણી શક્ય બને છે. ત્યારે આવા જ એક સિમેન્ટ શેરમાં બ્રોકરેજ હાઉસ HDFC સિક્યોરિટિઝે ટાર્ગેટ આપ્યો છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ શેરબજારમાં જો કમાણી કરવી હોય તો નિષ્ણાતો દ્વારા આપવામાં આવતી ટિપ્સ પર નજર રાખવી જોઈએ તેવું અનેક રોકાણકારો માનતા હોય છે. જેમાં તેઓ સંપૂર્ણ ખોટા પણ નથી કારણ કે માર્કેટ એક્સપર્ટ કોઈપણ શેર અંગે ટિપ્સ આપતા પહેલા તેના ટેક્નિકલ ચાર્ટ, બજારના ભવિષ્યની સંભવિતતાઓ, જે તે કંપનીની કમાણી અને વેપાર ગ્રોથની શક્યતાઓ સહિતની તમામ બાબતોનો અભ્યાસ કરતાં હોય છે. ત્યારે દેશના એક ટોચના બ્રોકરેજ હાઉસે સીમેન્ટ સેક્ટરના એક શેર પર દાવ લગાવવા જણાવ્યું છે.

  સ્થાનિક બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યુરિટીઝે સીમેન્ટ સેક્ટરની કંપની નુવોકો વિસ્તાસ કોર્પોરેશન (Nuvoco Vistas Corporation) માં બાય રેટિંગ આપતા ટાર્ગેટ પ્રાઈસ જાળવી રાખી છે. મહત્વનું છે કે હાલમાં જ કંપનીએ સપ્ટેમ્બર ત્રિમાસિકગાળામાં રુ.130 કરોડની શુદ્ધ ખોટ નોંધાવી છે. જે છેલ્લા 7 વર્ષમાં કંપનીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. નબળા ત્રિમાસિક પરિણામ પછી છેલ્લા કારોબારી સત્રમાં એટલે કે 11 નવેમ્બર શુક્રવારના દિવસે નુવોકો વિસ્તાસના શેર સતત ત્રીજા દિવસે રેડ ઝોનમાં બંધ થયા હતા.

  આ પણ વાંચોઃ અનિકા પટેલ અડધી રાતે દીકરીને ફીડિંગ કરાવવા ઉઠી અને જોયું તો નોકરીમાંથી છટણીનો આવ્યો હતો મેઇલ

  HDFC Securitiesના શેરમાં રુ.660 નો ટાર્ગેટ


  નુવોકો વિસ્તાસના ત્રિમાસિક પરિણામો બાદ એચડીએફસી સિક્યોરિટીઝે કહ્યું કે તેમણે કંપનીના સ્ટોક પર બાય રેટિંગ યથાવત રાખ્યું છે. તેમજ તેનો ટાર્ગેટ પ્રાઈસ રુ.660 પણ યથાવત રાખ્યો છે. જે નુવોકો વિસ્તારના હાલના ભાવ કરતાં 73.50 ટકા જેટલો વધારે છે.

  આ પણ વાંચોઃ 740 કરોડના Inox Green Energy IPOમાં રોકાણ કરવાની તક, જાણો શું કહે છે નિષ્ણાંત

  આટલા ખરાબ પ્રદર્શન છતાં કેમ છે બ્રોકરેજ હાઉસ બુલિશ?


  બ્રોકરેજ ફર્મે કહ્યું કે, 'પૂર્વ ભારતના બજારમાં અગ્રણી સ્થિતિ, રિટેલ પર ભારે ફોકસ અને માર્જીન વધારવા માટે ઉઠાવવામાં આવેલા પગલાઓને કારણે આ કંપની અમારી પસંદ બની છે. સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન નિવોકોના વોલ્યુમ પહર વારઅષિક આધારે 14 ટકાનો વધારો નોંધાયો છે. જેની પાછળ સારી એવી માગ અને કંપનીની ક્ષમતામાં વિસ્તાર કારણ રહ્યા છે.'

  ત્રિમાસિક પરિણામ પર શું બોલી HDFC સિક્યોરિટીઝ


  HDFC સિક્યોરિટીઝે કહ્યું કે, 'ચોમાસાની ઋતુ દરમિયાન કિંમતોમાં ઘટાડો અને એનર્જીના વપરાશમાં વધારાના કારણે કંપનીનો યુનિટ ઓપરેટિંગ પ્રોફિટ ત્રિમાસિક આધાર પર 44 ટકા ઘટી ગયો છે. નુવોકોએ ગુલબર્ગ પ્લાન્ટના વિસ્તારને હાલ પૂરતો ટાળી દીધો છે અને તે પોતાના દેવાને 30થી 35 રુપિયાની આરામદાયક સ્થિતિમાં લાવવા માટે પ્રયાસ કરી રહી છે.'

  આ પણ વાંચોઃ 3 મહિનામાં 5 ટકાથી વધારે તૂટ્યો ઓટો શેર, તેમ છતાં શેરખાને આપી ખરીદવાની સલાહ, જાણો કેમ?

  નિવાકો વિસ્તારની થઈ શકે છે રી રેટિંગ


  બ્રોકરેજ હાઉસે આગળ કહ્યું કે, નુવોકો વિસ્તાસની હાલની ક્ષમતા આગામી 3-4 વર્ષોના વોલ્યુમ ગ્રોથને સપોર્ટ આપવા માટે પર્યાપ્ત છે. તેવામાં કંપનીનો પોતાના દેવાને ઘટાડવાનો પ્રયાસ, તેના વેલ્યુએશનની રી-રેટિંગ જોવા મળી શકે છે.

  એક વર્ષમાં આ શેર 26.15 ટકા તૂટ્યા


  આ દરમિયાન નુવોકો વિસ્તાસના શેરમાં છેલ્લા કારોબારી દિવસ 11 નવેમ્બર શુક્રવારના રોજ એનએસઈ પર 0.78 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને શેર 380 રુપિયા પર બંધ થયા હતા. છેલ્લા એક મહિનામાં જ કંપનીના શેરની કિંમતોમાં 4.85 ટકાનો ઘટાડો આવ્યો છે. જોકે છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરે 24.82 ટકાનો ઉછાળો પણ માર્યો છે અને જો છેલ્લા એક વર્ષનું પ્રદર્શન જોવામાં આવે તો આ શેરમાં 26.15 ટકાનો ઘટાડો આવ્યો છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Expert opinion, Share market, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन