નવી દિલ્હી: એક્સિસ સિક્યોરિટીઝ (Axis Securities)ના તાજેતરના અહેવાલ મુજબ, આવકમાં ધીમે ધીમે વૃદ્ધિ થાય, તે માટે ફેડરલ બેંક તેના પોર્ટફોલિયોમાં ઊંચી ઉપજ આપતી રિટેલ/સીવી/ક્રેડિટ કાર્ડ દ્વારા તેની ROE પ્રોફાઇલને સુધારવાના ટ્રેક પર છે અને સંપત્તિની ગુણવત્તા સ્થિર રહેવાની શક્યતા છે. ત્યારે એક્સિસ સિક્યોરિટી બ્રોકરેજ ફર્મે દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ના પોર્ટફોલિયોમાં સામેલ આ સ્ટોકને રૂ. 115 (1.1x FY24E ABV)ની ટાર્ગેટ પ્રાઈઝ સાથે બાય રેટિંગ આપ્યું છે. જે વર્તમાન બજાર કિંમત કરતાં 25 ટકાથી વધુનો વધારો સૂચવે છે.
જણાવી દઈએ કે, આ શેર સોમવારે અગાઉના રૂ. 90.70ના બંધ સામે 3.42 ટકા વધીને રૂ. 93.80 પર બંધ રહ્યો હતો. બેંકનું માર્કેટ કેપ વધીને રૂ. 19,716.75 કરોડ થયું છે.
એક્સિસ સિક્યોરિટીઝે નોંધ્યું હતું કે, બેંક હાઈ રેટેડ કોર્પોરેટ અને રિટેલ લોન માટે લોન મિશ્રણ બનાવવાનો સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહી છે. CASA અને રિટેલ TD 92 ટકા સાથે બેંકની જવાબદારી ફ્રેન્ચાઇઝી મજબૂત રહે છે અને બેંક તેની CASA થાપણોમાં ધીમે ધીમે મધ્યમ ગાળામાં સુધારો કરવા માંગે છે. સાથે જ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેડરલ બેંકે રોગચાળા દરમિયાન પણ સંપત્તિની ગુણવત્તાને સારી રીતે મેનેજ કર્યું છે.
બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય
બ્રોકરેજ ફર્મે જણાવ્યું છે કે, "બિઝનેસના સુધાર, પર્યાપ્ત CRAR, મજબૂત લાયબિલિટી ફ્રેન્ચાઇઝી અને વધુ સારા રેટિંગવાળા ઉધાર લેનારાઓને ધીરાણમાં સુધારો કરવો એ મુખ્ય સકારાત્મક બાબતો છે. MFI, CV પોર્ટફોલિયો અને ક્રેડિટ કાર્ડ્સ જેવા ઉચ્ચ માર્જિન વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ધીમે ધીમે માર્જિન સુધારમાં પણ મદદ મળશે."
ખાનગી ક્ષેત્રની ધીરાણકર્તા ફેડરલ બેંકના માર્ચ 2022ના ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન ચોખ્ખા નફામાં 13.2 ટકાનો વધારો થઈને રૂ. 541 કરોડ નોંધાયો હતો. અગાઉના નાણાંકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં બેન્કે રૂ. 478 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
ફેડરલ બેન્કે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ફેડરલ બેન્કની આવક 2021-22ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન અગાઉના નાણાંકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 3,843.87 કરોડની સામે વધીને રૂ. 3,948.24 કરોડ થઈ છે.
સંપત્તિની ગુણવત્તાના મોરચે 31 માર્ચ, 2022 સુધીમાં ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs) એક વર્ષ અગાઉ 3.41 ટકાથી વધીને 2.80 ટકા થઈ ગયા છે. તે જ રીતે, નેટ NPA પણ 1.19 ટકા (રૂ. 1,569.28 કરોડ)થી ઘટીને 0.96 ટકા (રૂ. 1,392.62 કરોડ) થઇ છે.
ઉલ્લેખનીય છે કે, Q4FY22 માટે શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા ફેડરલ બેંકમાં 3.65 ટકા હિસ્સો ધરાવે છે.
(ખાસ નોંધ: ઉપરનો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર