Home /News /business /

TCS Stock: Q4 પરિણામ બાદ ટીસીએસનો શેર ઉછળ્યો, જાણો વિવિધ બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય

TCS Stock: Q4 પરિણામ બાદ ટીસીએસનો શેર ઉછળ્યો, જાણો વિવિધ બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય

ટીસીએસ શેર

TCS Stock Target: CLSA તરફથી ટીસીએસ માટે આઉટપરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ ફર્મે શેર માટે ટાર્ગેટ 3,850 રૂપિયાથી વધારીને 4,000 કર્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપનીની હાયરિંગ અને ઓર્ડર બુક મજબૂત છે, પરંતુ માર્જિનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. જોકે, તેમણે FY23/FY24 EPS અંદાજ 1.6%/0.4% ઘટાડ્યો છે.

વધુ જુઓ ...
    મુંબઇ. TCS Stock Target: સોમવારે દેશની દિગ્ગજ આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે (Tata Consultancy Services- TCS) ચોથા ત્રિમાસિકના પરિણામ (TCS Q4 results)ની જાહેરાત કરી છે. ટીસીએસનું ત્રિમાસિક પરિણામ અપેક્ષા પ્રમાણે રહ્યું છે. ડૉલરમાં રેવન્યૂ 2.6 ટકા વધતી જોવા મળી છે. મેનેજમેન્ટ તરફથી સારા ઓર્ડર બુક થવાની વાત પણ કરવામાં આવી છે. કંપનીએ ચોથા ત્રિમાસિક દરમિયાન 1,100 કરોડ ડૉલરથી વધારે ડીલ સાઇન કરી છે. ચોથા ત્રિમાસિકના સારા પરિણામ બાદ કંપનીના શેરમાં પણ ઉછાળો આવ્યો છે. સવારે 10:45 વાગ્યે 35 રૂપિયા વધીને 3730 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ ચોથા ક્વાર્ટરના પરિણામ બાદ વિવિધ બ્રોકરેજ હાઉસોએ ટીસીએસ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.

    CLSAનો ટીસીએસ પર અભિપ્રાય


    CLSA તરફથી ટીસીએસ માટે આઉટપરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ ફર્મે શેર માટે ટાર્ગેટ 3,850 રૂપિયાથી વધારીને 4,000 કર્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપનીની હાયરિંગ અને ઓર્ડર બુક મજબૂત છે, પરંતુ માર્જિનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. જોકે, તેમણે FY23/FY24 EPS અંદાજ 1.6%/0.4% ઘટાડ્યો છે.

    NOMURAનો TCS પર અભિપ્રાય


    નોમુરાએ ટીસીએસને ન્યૂટ્રલ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ તરફથી શેર માટે ટાર્ગેટ 3,890 રૂપિયાથી વધારીને 3,930 રૂપિયા કરવામાં આવ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપનીની આવક અપેક્ષાથી વધારે રહી છે. FY23-24 માટે બ્રોકરેજ તરફથી EPS અંદાજ 1% વધારવામાં આવ્યો છે.

    JEFFERIESનો TCS પર અભિપ્રાય


    જેફરિઝ તરફથી ટીસીએસના શેરને હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવી છે. બ્રોકરેજ તરફથી 3,925 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે શેર ઇન્ફોસિસ કરતા 10 ટકા પ્રીમિયમ પર મળી રહ્યો છે, જ્યારે તેનો કમાણીનો ગ્રોથ ત્રણ ટકા ઓછો છે. બ્રોકરેજનું કહેવું છે કે FY23-24 દરમિયાન માર્જિન 25% આસપાસ રહી શકે છે.

    આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની નાની બચત યોજના ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર

    JP MORGANનો TCS પર અભિપ્રાય


    જેપી મોર્ગને ટીસીએસ પર ન્યૂટ્રલ રેટિંગ બનાવી રાખ્યું છે. બ્રોકરેજ તરફથી શેર માટે 3,900 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે આ શેરે નિફ્ટીથી સારું પ્રદર્શન કર્યું છે. જોકે, બ્રોકરેજને આ શેરમાં વધારે અપસાઇટ ટ્રિગર નજરે નથી પડી રહ્યું.

    MS નો ટીસીએસ પર અભિપ્રાય


    બ્રોકરેજ પેઢી એમએસ તરફથી ટીસીએસ પર ઇક્વલ રેટિંગ આપવામાં આવ્યું છે. આ માટે બ્રોકરેજ તરફથી 3900 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: સોના અને ચાંદીની કિંમતમાં આજે (12 એપ્રિલ) આવ્યો મોટો ઉછાળો

    ટીસીએસ પરિણામ


    આઈટી કંપની ટીસીએસ (Tata Consultancy services)ના રિઝલ્ટ સાથે જ ચોથા ત્રિમાસિકના પરિણામોની મૌસમની શરૂઆત થઈ ગઈ છે. ચોથા ત્રિમાસિકમાં ટીસીએસ (TCS)નો નફો ગત વર્ષની ત્રિમાસિકની સરખામણીમાં 15.8 ટકા વધીને 50,591 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિકમાં ટીસીએસનો નફો (TCS profit) 43,705 કરોડ રૂપિયા હતો. (વાંચો સમગ્ર અહેવાલ...)

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલા અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસના છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેમના મેનેજમેન્ટના નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. શેરની ખરીદી પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment tips, Stock market, Stock tips, Tata group, TCS

    આગામી સમાચાર