Home /News /business /Expert Advice: 3 મહિનામાં 5 ટકાથી વધારે તૂટ્યો ઓટો શેર, તેમ છતાં શેરખાને આપી ખરીદવાની સલાહ, જાણો કેમ?
Expert Advice: 3 મહિનામાં 5 ટકાથી વધારે તૂટ્યો ઓટો શેર, તેમ છતાં શેરખાને આપી ખરીદવાની સલાહ, જાણો કેમ?
TVS અને Ola બાદ Hero MotoCorpએ પણ તેના ગ્રાહકોને રુપિયા પરત કરવાની જાહેરાત કરી છે. કંપનીના તાજેતરના નિવેદન મુજબ, તે તેના 1100 ગ્રાહકોને 2.23 કરોડ રૂપિયા રિફંડ કરશે. આ એવા ગ્રાહકો હશે જેમણે માર્ચ 2023 સુધી કંપની પાસેથી VIDA V1 Plus અને VIDA V1 Pro મોડલ ખરીદ્યા છે.
Brokerage House Advice on Hero Moto Share: દેશની દિગ્ગજ ટુ વ્હીલર કંપનીના શેરમાં છેલ્લા ત્રણ મહિનામાં ભારે ધોવાણ થયું છે જોકે આ મોટા બ્રોકેરાજ હાઉસે કહ્યું અત્યારે જ ખરીદીનો મોકો છે. આગળ જતાં આ શેર રુપિયાની રેલમછેલમ કરશે.
Hero MotoCorp share price : ભારતીય શેરબજારમાં હોળી બાદ જાણે દિવાળી આવી છે. બેંચમાર્ક ઈન્ડાયસિસ ધીરી પરંતુ મક્કમ એકતરફી ચાલ દર્શાવી રહ્યાં છે અને નિફટી હાલ 52 સપ્તાહની ટોચ નજીક પહોંચ્યો છે. સારા ચોમાસાને પગલે ઓટો સેલ્સમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, પરંતુ દેશની અને દુનિયાની સૌથી મોટી ટૂ વ્હિલર્સ કંપનીના શેરમાં આ છેલ્લા ત્રણ મહિનામાં 5%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે છતા તેમાં હાલના તબક્કે પણ Buy Rating આપવામાં આવી રહ્યું છે.
સ્થાનિક બ્રોકરેજ હાઉસ શેરખાનની નજર દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક હીરો મોટોકોર્પના શેર પર છે. 04 નવેમ્બર, 2022ના રોજ બહાર પાડવામાં આવેલ આ સ્ટોક પરના તેના રિસર્ચ રિપોર્ટમાં શેરખાને જણાવ્યું છે કે નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકગાળા માટે હીરો મોટોકોર્પના પરિણામો મોટાભાગે અપેક્ષા મુજબ રહ્યા છે. તહેવારોની સિઝનમાં દેશમાં ટુ વ્હીલર્સની ગ્રામીણ માંગમાં સુધારો જોવા મળ્યો છે. Hero MotoCorpને આગળ જતા તેના પ્રોડકટોના પ્રીમિયમાઇઝેશનથી મોટો લાભ થવાની અપેક્ષા છે.
આ ઉપરાંત કંપનીને સ્કૂટર અને મોટરસાઇકલ સેગમેન્ટમાં નવા મોડલ લોન્ચ કરવાથી અને ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં ફોકસ વધારવાથી પણ ફાયદો થશે. આ સ્ટોકનું વેલ્યુએશન અત્યારે ઘણું સારું દેખાઈ રહ્યું છે અને તેની ડિવિડન્ડ યિલ્ડ પણ ઘણી સારી છે. આ વિશ્લેષણના આધારે શેરખાને હીરો મોટોને ખરીદારીનું રેટિંગ(Buy Rating) આપ્યું છે અને તેના માટે રૂ. 3210નો ટાર્ગેટ રાખ્યો છે. શેરખાન કહે છે કે આ સ્ટોકને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં વધતી માંગ અને વધુ સારા વેલ્યુએશનનો ફાયદો થશે.
જો આપણે શેરની મૂવમેન્ટ પર નજર કરીએ તો 07 નવેમ્બરે હીરો મોટોકોર્પ NSE પર રૂ. 32.15 અથવા 1.24 ટકાના વધારા સાથે રૂ. 2621.50 પર બંધ થયો હતો. 7મી નવેમ્બરે શેરમાં ઈન્ટ્રાડેમાં રૂ. 2590.00નું તળિયું અને ઊંચી સપાટી રૂ. 2625.00 હતી. શેરનો 52 સપ્તાહનો સૌથી ઊંચો ભાવ રૂ. 2938.60 છે, જ્યારે 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 2146.85 છે. 07 નવેમ્બરના રોજ સ્ટોકનું વોલ્યુમ 314060 શેર હતું, જ્યારે કંપનીનું માર્કેટ કેપ એટલેકે બજાર મૂલ્ય 52,374 કરોડ રૂપિયા છે.
કંપનીના પ્રમોટર સિવાયના મોટા શેરહોલ્ડર્સો પર નજર કરીએ તો ICICI ગ્રુપે પણ આ શેરમાં રોકાણ કર્યું છે. તેમની પાસે 3.08 ટકા હિસ્સો છે. શેરની મુવમેન્ટ પર નજર કરીએ તો 1 સપ્તાહમાં આ સ્ટોક 2.08 ટકા તૂટ્યો છે, જ્યારે 1 મહિનામાં 0.15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તે જ સમયે આ સ્ટોક 3 મહિનામાં 5.40 ટકા ઘટ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં અત્યાર સુધીમાં આ સ્ટોકમાં 6.46 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ રીતે 1 વર્ષમાં શેરમાં સરેરાશ 2.11નો ઘટાડો નોંધાયો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર