Home /News /business /

Stock Market : ડાબર ઇન્ડિયાના સ્ટોકમાં બ્રોકરેજ ફર્મ્સને દેખાઇ મજબૂતી, રોકાણકારો માટે આપ્યું Buy રેટિંગ

Stock Market : ડાબર ઇન્ડિયાના સ્ટોકમાં બ્રોકરેજ ફર્મ્સને દેખાઇ મજબૂતી, રોકાણકારો માટે આપ્યું Buy રેટિંગ

ડાબર ઈન્ડીયા

Stock Market : બ્રોકરેજનું કહેવું છે કે, ડાબરે ((Dabur India) ફૂડ એન્ડ બેવરેજ સેગમેન્ટમાં સારી વૃદ્ધિ કરી છે. બ્રોકરેજ ફર્મ ફિલિપ્સ કેપિટલે (Philips Capital) ડાબર ઈન્ડિયાને રૂ.625ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય રેટિંગ આપ્યું

    ડાબર ઈન્ડિયાએ 5 મેના રોજ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરના પરિણામો (Dabur India Quarter Results) જાહેર કર્યા હતા. ચોથા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો વાર્ષિક (Dabur India Profit) ધોરણે 22 ટકા ઘટીને રૂ.294 કરોડ થયો છે. ગત નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરની સરખામણીમાં કોન્સોલિડેટેડ આવક 7.7 ટકા વધીને રૂ. 2,518 કરોડ થઈ છે. કંપનીના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા બાદ હવે બ્રોકરેજ હાઉસ કંપનીના શેર ખરીદવાની (Buy Rating for Dabur India Stocks) સલાહ આપી રહ્યા છે.

    શું કહેવું છે બ્રોકરેજ ફર્મ્સનું?

    બ્રોકરેજનું કહેવું છે કે, ડાબરે ફૂડ એન્ડ બેવરેજ સેગમેન્ટમાં સારી વૃદ્ધિ કરી છે. બ્રોકરેજ કંપનીના ગ્રોથમાં વધુ વૃદ્ધિની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. ડાબર ઈન્ડિયાના શેરમાં લાંબા સમયથી ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ હવે બ્રોકરેજ હાઉસને આશા છે કે ડાબર ઈન્ડિયા આવનારા સમયમાં રોકાણકારોને નફો આપી શકે છે.

    આપી શકે છે 26 ટકા રીટર્ન

    Jibiz.comના એક અહેવાલ અનુસાર, બ્રોકરેજ ફર્મ ફિલિપ્સ કેપિટલે ડાબર ઈન્ડિયાને રૂ.625ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય રેટિંગ આપ્યું છે. બ્રોકરેજનું કહેવું છે કે, આ સ્ટોક આવનારા સમયમાં રોકાણકારોને 18 ટકા વળતર આપી શકે છે. જો કોવિડ-19ના કેસમાં વધારો થાય છે તો કંપની સામે થોડી મુશ્કેલીઓ આવી શકે છે.

    ICICI સિક્યોરિટીઝે ડાબર ઈન્ડિયાના શેરને બાય રેટિંગ પણ આપ્યું છે. બ્રોકરેજનું માનવું છે કે આ શેરમાં 26 ટકા સુધીનો ઉછાળો આવી શકે છે. ICICI સિક્યોરિટીઝે ડાબર ઈન્ડિયાના શેર માટે 680 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. બ્રોકરેજ કહે છે કે ડાબરના ફૂડ એન્ડ બેવરેજિસ સેગમેન્ટમાં સારી વૃદ્ધિ જોવા મળી છે, પરંતુ હેલ્થકેર પરફોર્મન્સમાં વૃદ્ધિ સારી રહી નથી.

    આ પણ વાંચોઆ સ્ટોકમાં યસ સિક્યોરિટીઝ તેજીની આશા, શું તમારી પાસે છે

    શેરમાં એક મહિનામાં થયો 7 ટકાનો ઘટાડો

    ડાબર ઈન્ડિયાનો શેર છેલ્લા એક વર્ષથી દબાણમાં જોવા મળી રહ્યો છે. એક વર્ષમાં શેરમાં 4.16 ટકાનો ઘટાડો થયો છે. આ દરમિયાન આ સ્ટોક છેલ્લા છ મહિનામાં 15.57 ટકા ઘટ્યો છે. ડાબર ઈન્ડિયાનો શેર એક મહિનામાં લગભગ 7 ટકા ઘટ્યો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં પણ આ શેર લાલ નિશાનમાં ટ્રેડ થયો છે. શુક્રવારે પણ ડાબર ઈન્ડિયાનો શેર 3.16 ટકાના ઘટાડા સાથે રૂ. 512.35 પર બંધ થયો હતો.
    First published:

    Tags: Indian Stock Market, Share bazar, Stock market, Stock market Tips, Stock Markets, શેર બજાર, સ્ટોક માર્કેટ

    આગામી સમાચાર