Home /News /business /ગુજરાતમાં બે-બે પ્લાન્ટ ધરાવતી આ ફાર્મા કંપનીના શેરમાં 43%ના ઉછળાનો બ્રોકરેજ હાઉસને છે વિશ્વાસ

ગુજરાતમાં બે-બે પ્લાન્ટ ધરાવતી આ ફાર્મા કંપનીના શેરમાં 43%ના ઉછળાનો બ્રોકરેજ હાઉસને છે વિશ્વાસ

આ ફાર્મા કંપનીના શેર કરાવી શકે છે 43%ની બંપર કમાણી, ICICI સિક્યોરિટીઝે આપી ખરીદવાની સલાહ

Brokerage firm: ગુજરાતમાં પોતાના બે બે પ્લાન્ટ ધરાવતી પિરામલ ફાર્માના શેરમાં આગામી ટૂંક સમયમાં જ તગડો 43 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. એટલે કે જો રોકાણકાર 1 લાખ રુપિયા રોકે છે તો તેમને ટૂંકાગાળામાં 1.43 લાખ રુપિયાનું વળતર મળે છે. બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટિઝે ટાર્ગેટ આપ્યો છે.

વધુ જુઓ ...
બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે (ICICI Securities) પીરામલ ફાર્માના શેર્સ (Piramal Pharma Stocks)ને બાય રેટિંગ (BUY rating) સાથે કવર કરવાની શરૂઆત કરી છે. પીરામલ ફાર્મા ગત મહિને જ પીરામલ એન્ટરપ્રાઇઝીસ (Piramal Enterprises)થી અલગ થઇને શેરબજારમાં લીસ્ટ થઇ છે. બ્રોકરેજ ફર્મે જણાવ્યું કે પીરામલ ફાર્માએ સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં તમામ સેગ્મેન્ટમાં શાનદાર ગ્રોથ દર્શાવ્યો છે. કંપનીની રેવેન્યૂ (Piramal Pharma Revenue) વાર્ષિક આધારે 9 ટકા ને ત્રિમાસિક આધારે 16 ટકા વધે 17.2 રૂપિયા રહ્યો છે. CDMO સેગ્મેન્ટ પણ વાર્ષિક 6.1 ટકા વધ્યો છે. કોમ્પ્લેક્સ હોસ્પિટલ જેનરિક વાર્ષિક દરે 12.4 ટકા અને કંઝ્યૂમર હેલ્થકેર સેગ્મેન્ટ 18.2 ટકા વધ્યો છે.

આ પણ વાંચોઃ શેરબજારમાં છે તગડી કમાણી માટે 35 સ્માર્ટ બીટા ફંડ્સ, પણ તમારા માટે ક્યું પરફેક્ટ? આ રીતે અલગ તારવો

બ્રોકરેજ ફર્મે જણાવ્યું કે સીડીએમઓ સેગ્મેન્ટમાં ઓછી વેચવાલીના કારણે પીરામલ ફાર્માનો ઓપરેટિંગ માર્જીન ઓછો રીને 10.0 ટકા રહ્યો છે. ICICI સિક્યોરિટીઝે જણાવ્યું કે, “ડેવલપમેન્ટ સર્વિસિઝ માટે વધતી જરૂરિયાત ખાસ કરીને નવી દવાઓ માટે જટીલ એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસને ધ્યાનમાં રાખતા આ ફિલ્ડમાં એન્ટ્રીનો ખર્ચ વધુ હોવાથી, કોમ્પ્લેક્સ હોસ્પિટલ જેનેરિક્સમાં મર્યાદિત કોમ્પિટીશનને જોતા અમે પીરામલ ફાર્માના વેપારને લઇને આશાવાદી છીએ.”

આ પણ વાંચોઃ શેરબજારમાં બંપર કમાણી માટે લક્ષ્મી ઐય્યરની સ્ટ્રેટેજી અપનાવો પછી બેઠાં બેઠાં રુપિયા ગણો

ICICI સિક્યોરિટીઝે આપી આ ટાર્ગેટ પ્રાઇસ


ICICI સિક્યોરિટીઝે જણાવ્યું કે, “અમે ડીમર્જર પછી પીરામલ ફાર્માને BUY રેટિંગ સાથે કવર કરવાનું શરૂ કર્યુ છે અને તેના શેરો માટે 200 રૂપિયા પ્રતિ શેરની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે.” આ દરમિયાન પીરામલ ફાર્માના શેર સોમવારે એટલે કે 14 નવેમ્બરે NSE પર 1.21 ટકા ઘટીને 139.00 રૂપિયા પર બંધ થયા હતા. આ રીત જોઇએ તો ICICI સિક્યોરિટીઝે પીરામલ ફાર્માના શેરોમાં હાલના લેવલથી લગભગ 43.37 ટકાની તેજી આવવાની આશા વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ આધાર કાર્ડનો ઉપયોગ કરીને પણ તમે PhonePe ઍક્ટિવ કરી શકો, સમજો A-Z સ્ટેપ

કંપની વિશે જાણો આટલું


પીરામલ ફાર્માનો બિઝનેસ કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ, કોમ્પ્લેક્સ હોસ્પિટલ જેનેરિક્સ અને ઇન્ડિયા કંઝ્યૂમર પ્રોડક્ટ્સ સેગમેન્ટ્સમાં છે. તેમાંથી CDMOની નાણાકિય વર્ષ 2022માં કુલ વેચવાલીની ભાગીદારી 59 ટકા રહી છે, સીએચજીની 30 ટકા અને આઇસીએચની ભાગીદારી 11 ટકા રહી છે.

આ પણ વાંચોઃ તમારી પ્રોપર્ટીના દસ્તાવેજ ખોવાઈ ગયા છે? આટલી સરળ રીતે પાછા મેળવી શકો; જાણો A to Z સ્ટેપ્સ

મોતીલાલ ઓસવાલ શું કહે છે?


મોતીલાલ ઓસવાલનું અનુમાન છે કે સીડીએમઓ રેવેન્યૂ નાણાકિય વર્ષ 2022-2024 સુધી 10 ટકાની CAGR (કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ), CHG રેવેન્યૂ 12 ટકા અને ICH રેવેન્યૂ 22 ટકાના CAGRથી વધી શકે છે. તેથી બ્રોકરેજ ફર્મે ગત મહિને એક રીપોર્ટમાં આ સ્ટોકમાં 210 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે રોકાણ કરવાની સલાહ આપી છે.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Business news, Hot stocks, Investment tips, Share market

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन