Paytm Stock: પેટીએમના અચ્છે દિન? સિટીગ્રુપે BUY રેટિંગ સાથે શરૂ કર્યું કવરેજ, જાણો ટાર્ગેટ
Paytm Stock: પેટીએમના અચ્છે દિન? સિટીગ્રુપે BUY રેટિંગ સાથે શરૂ કર્યું કવરેજ, જાણો ટાર્ગેટ
પેટીએમ શેર
Paytm Stock: પેટીએમ એક લીડિંગ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ છે. પેટીએમ મર્ચન્ટ પેમેન્ટ સહિત ટ્રાવેલ અને એન્ટરટેનમેન્ટ ટિકિટિંગ, બાય નાઉ પે લેટર અને MSMEને લોન દેવા જેવી સુવિધા આપે છે.
નવી દિલ્હી: ગ્લોબલ બ્રોકરેજ હાઉસ સિટગ્રુપ રિસર્ચ (Citigroup Research) તરફથી પેટીએમની પેરેન્ટ કંપની One97 Communications Ltdનું કવરેજ Buy રેટિંગ સાથે શરૂ કરવામાં આવ્યું છે. બ્રોકરેજ હાઉસે પેટીએમના શેર (Paytm stock) માટે ટાર્ગેટ કિંમત 910 રૂપિયા કરી દીધી છે. આ કિંમત શેરની વર્તમાન કિંમતથી 32 ટકા વધારે છે. Bloomberg ના એક રિપોર્ટ પ્રમાણે હાલ આ શેરને 5 Buy, 2 Hold અને 3 Sells રેટિંગ પ્રાપ્ત છે. સોમવારે આ શેર NSE પર 29.85 એટલે કે 4.32 ટકા તૂટીને 661.35 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.
આ શેર અત્યારસુધી 2,150 રૂપિયાની આઈપીઓ કિંમતથી 70 ટકા તૂટી ગયો છે. રેગ્યુલેટરી નિયમો સાથે જોડાયેલી મુશ્કેલી અને પેમેન્ટ્સ વર્ટિકલ્સમાં નફા સાથે જોડાયેલી ચિંતાઓને કારણે શેર પર સતત દબાણ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે લિસ્ટિંગ બાદ પેટીએમના શેરમાં સતત ઘટાડો નોંધાયો છે. જેના પગલે રોકાણકારોની લાખોની સંપત્તિનું ધોવાણ થયું છે.
જોકે, સિટીગ્રુપના રિસર્ચનું કહેવું છે કે આ ચિંતાઓ જરૂર કરતા વધારે નિરાશાનજક છે. હાલની માર્કેટ કિંમત પર આ સમયે પેટીએમનું વેલ્યૂએશન સારું જોવા મળી રહ્યું છે. સિટીગ્રુપે તાજેતરમાં જ પોતાના રોકાણકારો માટે એક નોટમાં કહ્યું છે કે, "પેટીએમમાં ભવિષ્યમાં ગ્રોથના અનેક કારણ નજરે પડી રહ્યા છે. આગળ તેના નફામાં વધારો થતો જોવા મળશે. કંપની પાસે યૂઝર્સનો એક મોટો વર્ગ છે. જેના પગલે કંપનીને ભવિષ્યમાં ફાયદો થશે."
પેટીએમ એક લીડિંગ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ છે. પેટીએમ મર્ચન્ટ પેમેન્ટ સહિત ટ્રાવેલ અને એન્ટરટેનમેન્ટ ટિકિટિંગ, બાય નાઉ પે લેટર અને MSMEને લોન દેવા જેવી સુવિધા આપે છે.
આ રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે પેટીએમનું ટેક્નોલોજી પ્લેટફોર્મ, ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમ અને મોટો કસ્ટમર અને મર્ચન્ટ બેઝ તેને નવી સુવિધા શરૂ કરવાની સગવડ આપે છે, જેનાથી ભવિષ્યમાં તેની બજાર ભાગીદારીમાં વધારો જોવા મળશે. આથી પેટીએમના શેરની વર્તમાન કિંમતે 910 રૂપિયાના ટાર્ગેટ માટે એટલે કે 32 ટકાના વધારા માટે ખરીદીની સલાહ આપીએ છીએ.
(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર