Home /News /business /ગુજરાતમાં પ્લાન્ટ ધરાવતી આ કેમિકલ કંપનીના શેરમાં તિજોરી છલકાઈ શકે, બ્રોકરેજ ફર્મે કહ્યું 'બસ મંડી પડો ખરીદવા'

ગુજરાતમાં પ્લાન્ટ ધરાવતી આ કેમિકલ કંપનીના શેરમાં તિજોરી છલકાઈ શકે, બ્રોકરેજ ફર્મે કહ્યું 'બસ મંડી પડો ખરીદવા'

કેમિકલની આ કંપનીના શેરમાં આવી શકે છે 34 ટકાની જોરદાર તેજી, HDFC સિક્યોરિટીઝે આપી ખરીદીની સલાહ

Stock to Buy for Short Term: કેમિકલ સેક્ટરની કંપની નિયોજિન કેમિકલ્સે (Neogen Chemical) છેલ્લા સાડા ત્રણ વર્ષમાં પોતાના રોકાણકારોને 400 ટકાથી વધુ મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. તેવામાં બ્રોકરેજ હાઉસ HDFC સિક્યુરિટીએ આ શેરને ખરીદવાની સલાહ આપતા કહ્યું છે કે ટૂંકાગાળામાં શેરમાં 30 ટકાથી વધારે રિટર્ન મળી શકે છે.

વધુ જુઓ ...
સ્ટોક માર્કેટ થોડા વર્ષોમાં જ જબરા ઉતરચઢાવમાંથી પસાર થયું છે. કોરોના મહામારી, ક્રૂડના ભાવમાં ધરખમ વધારો, યુદ્ધ અને હવે મંદી જેવા ઘટનાક્રમના કારણે બજાર હાલકડોલક રહ્યું છે. આવી સ્થિતિમાં નફો રળવા માંગતા રોકાણકારોને નેઓજેન કેમિકલ્સ (NEOGEN CHEMICAL)ના શેરમાં ફાયદો થઈ શકે છે.

બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝ (HDFC Securities)એ નેઓજેન કેમિકલ્સ (NEOGEN CHEMICAL)ના શેરમાં તેજીની અપેક્ષા વ્યક્ત કરી છે. એચડીએફસી સિક્યોરિટીઝને આ શેરમાં 34 ટકા ઉછાળાની આશા છે. બ્રોકરેજ ફર્મે નેઓજીન કેમિકલ્સના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી વખતે આ અંદાજ લગાવ્યો છે.

આ પણ વાંચોઃ ઓછા પાણીમાં પણ થઈ શકે છે આ આફ્રિકન ફૂલની ખેતી, 1 એકરમાં 20 લાખની કમાણી!

નીઓજેન કેમિકલે પરિણામો જાહેર કર્યા


નીઓજેન કેમિકલે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો 7 નવેમ્બરે જાહેર કર્યા હતા. કંપનીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 11 ટકા ઘટીને રૂ. 9.87 કરોડ થયો છે, અગાઉના વર્ષના સમાન ગાળામાં નફો રૂ. 11.18 કરોડ હતો.

શેર 1890 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદવાની સલાહ


જો કે, સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન નિઓજીન કેમિકલ્સના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ વેચાણ 30.87 ટકા વધીને રૂ. 148.12 કરોડ થયું છે, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 113.18 કરોડ હતું. એચડીએફસી સિક્યોરિટીઝે ત્રિમાસિક પરિણામ બાદ નિઓજેન કેમિકલ કેમિકલ્સના શેર પર ખરીદીનું રેટિંગ યથાવત રાખ્યું હતું અને શેર 1890 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદવાની સલાહ આપી હતી.

આ પણ વાંચોઃ એક વર્ષમાં આટલું બમ્પર રિટર્ન, 1 લાખ મૂક્યા અને 9.50 લાખ મળ્યા, જાણો આ શેરનું નામ

નિયોજેન કેમિકલ્સ લિમિટેડે મલ્ટિબેગર રિટર્ન આપ્યું


નિયોજેન કેમિકલ્સ લિમિટેડે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં તેના રોકાણકારોને 400 ટકાથી વધુનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 10 મે, 2019ના રોજ શેર બજારમાં લગભગ 262 રૂપિયાના ભાવે લિસ્ટ થયા હતા અને હવે ભાવ વધીને 1,412.00 રૂપિયા થઈ ગયા છે. આ રીતે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં આ કંપનીએ તેના રોકાણકારોને લગભગ 438 ટકા જેટલું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.

શેરમાં લગભગ 15.37 ટકાનું ગાબડું


જો કે, આ વર્ષની શરૂઆતથી જ નિયોજેનના શેર દબાણમાં છે. વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં નિયોજેન કેમિકલ્સના શેરમાં લગભગ 15.37 ટકાનું ગાબડું પડ્યું છે. છેલ્લા એક મહિનામાં શેરની કિંમતમાં 5 ટકાનો ઘટાડો થયો છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Business news, Expert opinion, Multibagger stock stock tips, Share market, Stock market Tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन