Home /News /business /

Axis Securities આ સ્મોલ કેપ સ્ટોક પર બુલિશ, 45% અપસાઈડની શક્યતા દર્શાવી

Axis Securities આ સ્મોલ કેપ સ્ટોક પર બુલિશ, 45% અપસાઈડની શક્યતા દર્શાવી

એક્સિસ સિક્યોરિટીઝ

Equitas Small Finance Bank stock: છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનથી આ શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા શેર રૂ. 53.95 પર બંધ થયો હતો, જેની સામે તે 2 ટકા વધીને રૂ. 55.10ની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો.

નવી દિલ્હી: બ્રોકરેજ હાઉસ એક્સિસ સિક્યોરિટીઝ (Axis Securities)ના મત મુજબ ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ (Equitas Small Finance Bank Limited, EQSFB)એ ડિપોઝિટ્સમાં સારા ટ્રેન્ડ મેળવ્યા છે. ખાસ કરીને CASA ડિપોઝિટ્સમાં સારા ટ્રેક્શન જોવા મળી રહ્યાં છે. તેમનું માનવું છે કે આગામી સમયમાં પણ આ જ પ્રકારના ટ્રેક્શન જોવા મળશે. રિટેલ ટીડી (TDs) અને CASA ડિપોઝિટ્સ પર બેંકના સતત ફોકસનુ સમર્થન મળતા બ્રોકરેજ હાઉસ એક્સિસ સિક્યોરિટીઝ અનુમાન લગાવે છે કે તેની ડિપોઝિટ્સનો બેસ FY21-24E દરમિયાન લગભગ 22 ટકા CAGR પર વધશે.

છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનથી આ શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા શેર રૂ. 53.95 પર બંધ થયો હતો, જેની સામે તે 2 ટકા વધીને રૂ. 55.10ની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. રૂ. 6,867 કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન સાથે શેર 5 દિવસ, 20 દિવસ અને 50 દિવસની મૂવિંગ એવરેજ કરતાં વધુ છે. જોકે, તે 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં ઓછો છે.

એક્સિસ સિક્યોરિટીઝ માને છે કે EQSFB તેની પ્રોફિટેબિલીટી, અસેટ ક્વોલિટી અને રિટર્નને જોતાં રિ-રેટિંગ માટે યોગ્ય છે. રિવર્સ મર્જરને અમલી કરવા માટે બેંક યોગ્ય દિશામાં આગળ વધી રહી છે જે ડિસેમ્બર 22/માર્ચ 23 સુધીમાં પૂર્ણ થાય તેવી અપેક્ષા છે.

યુનિવર્સલ લાઇન્સ માટે અરજી


જણાવી દઈએ કે SFB તરીકે 5 વર્ષ પૂર્ણ કર્યા પછી ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ યુનિવર્સલ બેંકિંગ લાઇસન્સ માટે પણ અરજી કરવાને પાત્ર બનશે. જો તેને યુનિવર્સલ લાઇસન્સ આપવામાં આવે છે તો તે રિ-રેટિંગની શક્યતાઓ વધારે છે.

બ્રોકરેજ હાઉસ તેના તાજેતરના એક રિપોર્ટમાં જણાવે છે કે, અમે 80 રૂપિયા (2.1x Sept'23E ABV)ના ટાર્ગેટ પ્રાઈસ સાથે સ્ટોકને બાય રેટિંગ આપીએ છીએ. આ ટાર્ગેટ પ્રાઈસ હાલની બજાર કિંમત કરતાં 45 ટકાથી વધુનું પોટેન્શિયલ દર્શાવે છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં દરરોજ 80 પૈસા વધારવા પાછળ શું ગણિત છે? 

બ્રોકરેજ ફર્મે હાઇલાઇટ કર્યું હતું કે, બ્રાન્ચ પ્રોડક્ટિવિટી વધવાથી અને સોસ્સ ડિપોઝિટમાં ટેક્નોલોજીના લાભને કારણે બ્રાન્ચની ઓપરેટિંગ એફિશિયન્સીમાં સુધારો જોવા મળી રહ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે, નજીકના ટર્મમાં ઓપેક્સ એલિવેટેડ રહેવાની અપેક્ષા છે કારણ કે બેંક ફ્રેન્ચાઇઝી બનાવવા અને ટેક્નિકલ સોફિસ્ટિકેશન મેળવવા માટે રોકાણ કરવાનુ યથાવત રાખે છે. આ કારણે ROA/ROE એક્સપાન્શનને FY23E સુધી લંબાવાની અપેક્ષા વર્તાય છે.

કંપનીનું મર્જર


પેરન્ટ ઇક્વિટાસ હોલ્ડિંગ્સના બોર્ડ અને તેની પેટાકંપની ESFBL દ્વારા તેમના મર્જર પ્લાનને મંજૂરી આપ્યા પછી EQSFB સ્ટોક રોલ પર હતો. બંને કંપનીઓએ અલગ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, બંને કંપનીઓના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે તેમની મિટીંગમાં ઇક્વિટાસ હોલ્ડિંગ્સ લિમિટેડ (ટ્રાન્સફરર કંપની) અને ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક (ટ્રાન્સફર કંપની) વચ્ચે અમલગ્મેશન (amalgamation) ને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: પાંચ વર્ષમાં આ પેની સ્ટૉકે કરી દીધા માલામાલ, શું તમારી પાસે છે? 

એક ફાઇલિંગમાં જણાવાયું છે કે, આ સ્કીમ EQSFBમાં અને તેની સાથે ઇક્વિટાસ હોલ્ડિંગ્સના અમલગ્મેશન અને ટ્રાન્સફર કરનાર કંપનીને ડિઝોલ્વ કર્યા વિના મર્જરની દરખાસ્ત કરે છે. બંને એન્ટીટી વચ્ચેનું અમલગ્મેશન આરબીઆઈ, સ્ટોક એક્સચેન્જ, સેબી તેમજ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મંજૂરીઓને આધીન કરવામાં આવશે.
First published:

Tags: Axis Securities, Investment, Stock market, Stock tips

આગામી સમાચાર