Home /News /business /હવે ફ્લાઈટમાં લઈ શકાશે બ્રોડબેન્ડની મઝા, આ Airlineમાં મળશે ઈન્ટરનેટની સુવિધા

હવે ફ્લાઈટમાં લઈ શકાશે બ્રોડબેન્ડની મઝા, આ Airlineમાં મળશે ઈન્ટરનેટની સુવિધા

પ્રતિકાત્મક તસવીર

હવાઈ ​​મુસાફરી દરમિયાન, તમે હવે આકાશમાં WhatsApp જેવી સુવિધાઓનો આનંદ માણી મળશે. ખરેખર એરલાઈન્સ કંપની સ્પાઈસજેટ (Spicejet)એ કહ્યું કે, વિમાનમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સર્વિસ ઉપલ્બધ કરાવશે.

ભારત દુનિયાની સૌથી વદારે ડેટા ઉપયોગ કરતો દેશમાં છે. ઈન્ટરનેટની આજકાલ સૌથી વધારે જરૂરી બની ગયો છે. જ્યારે તમે હવાઈ મુસાફરી કરી રહ્યા છો ત્યારે તમને ઈન્ટરનેટની સુવિધાઓ નથી મળતી, એવામાં તમને ફ્લાઈટમાં પણ ઈન્ટરનેટની સેવાઓ મળી શકે છે. હવે ફ્લાઈટમાં પણ WhatsaApp જેવી સુવિધાઓની મઝા લઈ શકો છો, ખરેખર એરલાઈન્સ કંપની સ્પાઈસજેટ (Spicejet)એ કહ્યું કે, વિમાનમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સર્વિસ ઉપલ્બધ કરાવશે.

સ્પાઈસ જેટના ચેરમેન અજયસિંહએ કહ્યું કે, એરલાઈન્સ તેના વિમાનોમાં વહેલી તકે બ્રોડન્ડ ઈન્ટરનેટ સેવાઓની શરૂઆત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કંપની આગમી કેટલાક મહિનાઓમાં વિમાનમાં બોઈંગ-737 737 મેક્સ વિમાન (Boeing 737 Max Aircraft)ને સામેલ કરશે. સ્પાઈસજેટની વેબસાઈટ અનુસાર, કંપની પાસે અત્યારે 91 વિમાનો છે. જેમાં 13 મેક્સ વિમાન છે. અને 46 બોઈંગ-737 વિમાનના જુના મોડલો છે. એરલાઈન્સની 17મી વર્ષદગાંઢ પર સિંહએ કર્મચારીઓને તેમના ઈમેઈલમાં કહ્યું કે, સ્પાઈસજેટ માસિક આધાર પર સૌથી વધારે યાત્રીઓ સાથે ઉડાન ભરી રહી છે. આગામી મહિનેમાં જેમાં વધારો કરવાની આશા છે.

આ પણ વાંચો: કાલથી 20 લાખથી વધુના બેંકિંગ વ્યવહારો માટે PAN અને આધાર કાર્ડ ફરજિયાત

સિંહે કહ્યું કે, અમે આ વર્ષે નેટવર્કમાં એક નવી પ્રોડક્ટ્સ અને નવા રુટ લોન્ચ કર્યો છે. અમારા લોયલ્ટી કાર્યક્રમમાં સ્પાઈસક્લબએ કહ્યું કે, અમે હાલમાંજ પોતાનું બ્રોડબેન્ડ ક્રેડિડ લોન્ચ કર્યું છે. અમને આશા છે કે, અમારી વિમાન બ્રોન્ડબેંન્ડ ઈન્ટરનેટ સેવાઓ શરૂ કરવામાં આવી શકે છે. તેમણે સ્પાઈસજેટના નેટવર્કનો વિસ્તાર ભારત અને દુનિયાભરમાં નવા ડેસ્ટિનેશનો જોડવા આવશે.
First published:

Tags: SpiceJet, ઇન્ટરનેટ, બિઝનેસ ન્યૂઝ, મોબાઇલ ઇન્ટરનેટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો