Home /News /business /

Multibagger Stocks: બ્રાઇટકોમ ગ્રુપના સ્ટૉકે ત્રણ વર્ષમાં આપ્યું 7,000% વળતર, બોનસ શેર આપવાની તૈયારી કરી રહી છે કંપની

Multibagger Stocks: બ્રાઇટકોમ ગ્રુપના સ્ટૉકે ત્રણ વર્ષમાં આપ્યું 7,000% વળતર, બોનસ શેર આપવાની તૈયારી કરી રહી છે કંપની

મલ્ટીબેગર સ્ટોક

Multibagger Stocks: Brightcom ગ્રુપના શેરની કિંમત છેલ્લા એક વર્ષમાં 2,700 ટકાથી વધારે વધી છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ શેરે 7,000 ટકાથી વધારે વળતર આપ્યું છે.

    નવી દિલ્હી. Multibagger Stocks: શેર બજારમાં રોકાણ કરીને કમાણી કરવાનું સપનું દરેક રોકાણકાર સેવતા હોય છે. તમામ રોકાણકાર એવું ઇચ્છતા હોય છે કે તેના હાથમાં એવો શેર આવી જાય જે તગડું રિટર્ન આપે. 2021ના વર્ષમાં અનેક એવા શેર હતા જેમણે તગડું (Multibagger return) વળતર આપ્યું છે. બ્રાઇટકોમ ગ્રુપ (Brightcom Group) આવો જ એક શેર છે. આ શેરે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. છેલ્લા એક વર્ષમાં કંપનીએ 2,700 ટકા વળતર આપ્યું છે. છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો આ શેરે 7,000 ટકાથી વધારે વળતર આપ્યું છે.

    શેરની કિંમત

    બ્રાઇટકોમ ગ્રુપનો શેર ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં પાંચ રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. છેલ્લા એક વર્ષમાં આ શેરની કિંમત રોકેટ ગતિએ વધીને 190 રૂપિયાના સ્તર પર પહોંચી છે. જો સરળ શબ્દોમાં કહીએ તો એક વર્ષ પહેલા કોઈ રોકાણકારે બ્રાઇટકોમ ગ્રુપના શેરમાં ફક્ત 50,000 હજાર રૂપિયા રોક્યા હોય તો આજે તેની કિંમત 19 લાખ રૂપિયા હોય.

    કંપનીનો બિઝનેસ

    Brightcom Group એક ડિજિટલ માર્કેટિંગ કંપની છે. કંપની દુનિયાના અનેક દેશમાં Ad-tech, ન્યૂ મીડિયા અને IoT આધારિત બિઝનેસ કરે છે. કંપની અમેરિકા, ઇઝરાયેલ, લેટિન અમેરિકા, ME, વેસ્ટર્ન યૂરોપ અને એશિયા પેસિફિક રીઝનમાં બિઝનેસ કરે છે. કંપનીના ગ્રાહકોની યાદીમાં એરટેલ, બ્રિટિશ એરવેઝ, કોકો-કોલા, હ્યુન્ડાઈ મોટર્સ, ICICI બેંક, ITC, LIC, Maruti Suzuki, MTV, P&G, કતાર એરવેઝ, સેમસંગ, વાયકોમ, સોની, સ્ટાર ઇન્ડિયા, વોડાફોન, ટાઇટન જેવા મોટા વિજ્ઞાપનદાતા સામેલ છે.

    આ પણ વાંચો: આ મેટલ સ્ટૉકે ફક્ત 14 દિવસમાં આપ્યું 145% વળતર

    કંપની બોનસ શેરની જાહેરાત કરી શકે

    બ્રાઇટકોમ ગ્રુપ કંપની તરફથી શેર બજારને આપવામાં આવેલી માહિતી પ્રમાણે કંપનીની બોર્ડ મિટિંગ 25મી જાન્યુઆરીના રોજ મળશે. આ દરમિયાન બોનસ શેર જાહેર કરવાના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી શકે છે.

    આ પણ વાંચો: બે વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટૉકના રોકાણકારો થયા માલામાલ

    કંપની તરફથી એક અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 12 મહિનામાં બ્રાઇટકોમ ગ્રુપના શેરમાં અનેકગણો વધારો થયો છે. હવે તે એવા સ્તર પર પહોંચી ગયો છે કે નાના રોકાણકારો તેની પહોંચથી બહાર થઈ શકે છે. એવામાં બોનસ શેર જાહેર કરવાથી નાના રોકાણકારો માટે આ શેર સસ્તો થઈ જશે. આવું કરવાથી અમારા શેર ધારકોની યાદીમાં નવા નામ સામેલ થશે. ઉલ્લેખનીય છે કે મંગળવારે બ્રાઇટકોમ ગ્રુપનો શેર 5 ટકા ઘટીને 181.50 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Share market, Stock tips

    આગામી સમાચાર