વિત્ત મંત્રાલયમાં સામેલ થઈ શકે છે BRICS બેન્કના ચેરમેન કેવી કામથ : રિપોર્ટ

News18 Gujarati
Updated: January 21, 2020, 4:16 PM IST
વિત્ત મંત્રાલયમાં સામેલ થઈ શકે છે BRICS બેન્કના ચેરમેન કેવી કામથ : રિપોર્ટ
પીએમ મોદી સાથે કેવી કામથ (ફાઇલ તસવીર)

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વરિષ્ઠ બેન્કર કેવી કામથને વિત્ત મંત્રાલયમાં રાજ્ય મંત્રી બનાવવામાં આવી શકે છે

  • Share this:
નવી દિલ્હી : બ્રિક્સ બેન્કના વર્તમાન ચેરમેન કેવી કામથ (KV Kamath)ને મોદી સરકારમાં સામેલ કરી શકાય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વરિષ્ઠ બેન્કર કેવી કામથને વિત્ત મંત્રાલય ( Finance Ministry)માં રાજ્ય મંત્રી બનાવવામાં આવી શકે છે અને સમય સાથે તેમની ભૂમિકા વધારવામાં આવી શકે છે. આ પહેલા કેવી કામથ ICICI બેન્ક અને ઇન્ફોસિસના ચેરમેન રહી ચૂક્યા છે. તેમની દેશના બેસ્ટ બેન્કર્સમાં ગણના થાય છે. કેવી કામથ આઈસીઆઈસીઆઈ બેન્કના ગૈર કાર્યકારી ચેરમેન રહ્યા છે. આ સાથે કામથ ઇન્ફોસિસ લિમિટેડના ચેરમેન પદે પણ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે બ્રાઝિલમાં યોજાયેલ છઠ્ઠા BRICS સમિટ દરમિયાન BRICS દેશો માટે 100 બિલિયન ડોલરની વિકાસ બેન્ક બનાવવા પર નિર્ણય થયો હતો. પાંચ દેશ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના BRICS સંમેલનના નિર્ણય પ્રમાણે ભારત આ બેન્કના પ્રથમ 6 વર્ષ માટે પોતાના ચેરમેન નિમણુક કરશે. આ બેન્કનું મુખ્યાલય ચીનની આર્થિક રાજધાની શંઘાઈમાં છે.

આ પણ વાંચો - બજેટમાં સરકાર કરી શકે છે આ 5 કર મુક્તિની જાહેરાત!

અંગ્રેજી બિઝનેસ ન્યૂઝ પેપર ઇકોનોમિક ટાઇમ્સમાં આવેલા સમાચાર પ્રમાણે વિશેષજ્ઞોને મંત્રિમંડળમાં સામેલ કરવાની પ્રક્રિયા પ્રમાણે મોદીએ હરદીપ સિંહ પુરી, કેજે અલ્ફોંસ અને એમજે અકબરનો મંત્રી પરિષદમાં સમાવેશ કર્યો હતો.

મોદી સરકાર જો મંત્રીમંડળમાં વિશેષજ્ઞોને સામેલ કરવા પર ભાર આપવાનો નિર્ણય લીધો છે તો તે નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતને પણ મંત્રી પરિષદમાં સામેલ કરી શકે છે. પૂર્વમાં વાણિજ્ય અને રેલ મંત્રાલય સંભાળી ચુકેલા સુરેશ પ્રભુ પણ મોદી સરકારમાં વાપસી કરી શકે છે.

કોણ છે કેવી કામથકેવી કામથ આઈસીઆઈસીઆઈ બેન્કના ગૈર કાર્યકારી ચેરમેન રહ્યા છે. આ સાથે કામથ ઇન્ફોસિસ લિમિટેડના ચેરમેન પદે પણ રહ્યા છે. મેકેનિકલ એન્જીનિયરિંગમાં ડિગ્રી પછી કામથે આઈઆઈએમ, અમદાવાદથી એમબીએની ડિગ્રી લીધી હતી. 67 વર્ષના કામથે 1971માં પોતાની કારકિર્દીની શરુઆત ICICI ફાયનાન્સિયલ ઇંસ્ટીટ્યુશનથી કરી હતી. આ સંસ્થાએ ICICI બેન્કની સ્થાપના કરી હતી અને 2002માં બેન્ક અને આ સંસ્થાનું વિલય કરી દેવામાં આવ્યું હતું.
First published: January 18, 2020
વધુ વાંચો
अगली ख़बर