Home /News /business /

Share Market Crash: ભારતીય શેર બજાર લોહીલુહાણ, સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો કડાકો; ક્રૂડની કિંમત 130 ડૉલરને પાર નીકળી

Share Market Crash: ભારતીય શેર બજાર લોહીલુહાણ, સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો કડાકો; ક્રૂડની કિંમત 130 ડૉલરને પાર નીકળી

શેર બજારમાં કડાકો

Brent crude: બ્રેન્ટ 130.84 ડૉલર નજીક પહોંચ્યો છે. આજે એટલે કે સોમવારે ક્રૂડ ઓઇલની કિંમતમાં 10 ટકાનો વધારો નોંધાયો છે. આજે બ્રેન્ટ ક્રૂડમાં 12.73 ડૉલર પ્રતિ બેરલનો વધારો નોંધાયો છે.

    નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine war)ની અસર ક્રૂડ ઓઇલ (Crude Oil)ની કિંમતો પર જોવા મળી રહી છે. બીજી તરફ અઠવાડિયાના પ્રથમ દિવસે ભારત સહિત વિશ્વના શેર બજારોમાં કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1500થી વધુ પોઈન્ટ તૂટ્યો છે. રશિયાના ક્રૂડ અને ઓઇલ પર અમેરિકાના પ્રતિબંધની આશંકાને પગલે ક્રૂડ ઓઇલની કિંમતમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જેના પરિણામે ક્રૂડ ઓઇલની કિંમત 13 વર્ષની સર્વોચ્ચ સપાટી પર પહોંચી છે. બ્રેન્ટ 130.84 ડૉલર (Dollar) નજીક પહોંચ્યો છે. આજે એટલે કે સોમવારે ક્રૂડ ઓઇલની કિંમતમાં 10 ટકાનો વધારો નોંધાયો છે. આજે બ્રેન્ટ ક્રૂડમાં 12.73 ડૉલર પ્રતિ બેરલનો વધારો નોંધાયો છે. જ્યારે યુએસ ક્રૂડ (US Crude)ના ભાવમાં 9.62 ડૉલર પ્રતિ બેરલ વધારો થયો છે અને ભાવ 125.60 ડૉલર થયો છે. 2008 બાદ ક્રૂડ ઓઇલની કિંમત રેકોર્ડ સપાટી પર પહોંચી છે.

    ભારતીય શેર બજારમાં કડાકો (Stock market crash)

    વૈશ્વિક બજારોમાં કડાકાને પગલે આજે સવારે ભારતીય શેર બજારમાં પણ કડાકો બોલી ગયો હતો. સવારે 9.30 વાગ્યે સેન્સેક્સમાં 1500થી વધુ પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 52,780 અને નિફ્ટી 15,800ની સપાટીએ જોવા મળ્યા હતા.

    ભાવ વધારાનું કારણ (Crude oil price hike)

    બ્રેન્ટ ઓઇલની કિંમતમાં થયેલા વધારાનું મુખ્ય કારણ રશિયા-યુક્રેન યુદ્ધ છે. વેપારીઓની નજર બંને દેશ પર છે. સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ઈરાની ક્રૂડ ઓઇલની સંભવિત વાપસીમાં મોડું થવાને કારણે ક્રૂડ ઓઇલની કિંમત 2008 બાદ સર્વોચ્ચ સપાટી પર પહોંચી છે. હકીકતમાં અમેરિકા અને યૂરોપીયન સાથીઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરી રહ્યા છે.

    દુનિયાભરના બજાર લોહીલુહાણ (Global market crash)

    ક્રૂડની કિંમતમાં વધારાથી દુનિયાભરના બજારોમાં જાણે કે ભૂકંપ જ આવી ગયો છે. DOW FURUTES 300 પોઇન્ટથી વધારે તૂટ્યો છે. SGX નિફ્ટી 2% તૂટ્યો છે. એશિયન બજારો પણ લોહીલુહાણ છે. આ દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધારે તેજ થયું છે. 12મા દિવસે પણ બંનેમાંથી કોઈ ઝૂકવા માટે તૈયાર નથી. રશિયાની સેનાએ પાડોશી દેશોને ચેતવણી આપતા કહ્યુ છે કે યુક્રેનને 'નો ફ્લાય ઝોન' જાહેર કરનારા દેશોને યુદ્ધમાં સામેલ હોવાનું માની લેવાશે. આજે બંને દેશ વચ્ચે ફરીથી વાતચીત થશે.

    આ પણ વાંચો: TCS બાયબેક માટે તારીખો જાહેર, જાણો તમામ વિગત

    185 ડોલર સુધી પહોંચી શકે છે ક્રૂડ ઓઇલ (Crude oil price)

    મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે અમેરિકા અને યૂરોપિયન દેશોના પ્રતિબંધોના કારણે રશિયા ખુલીને તેલની નિકાસ કરી શકતું નથી. હાલ તે 66 ટકા તેલ નિકાસ કરી રહ્યું છે. જો રશિયાના તેલની આપૂર્તિ અટકશે તો વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમત 185 ડોલર સુધી પહોંચી શકે છે.

    આ પણ વાંચો: 16 માર્ચ પહેલા 12 રૂપિયા વધી શકે છે પેટ્રોલ-ડીઝલની કિંમત

    ભાવમાં આવી શકે છે મોટો ઉછાળો (Petrol-Diesel price)

    હાલ દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના કારણે છેલ્લા ચાર મહિનાથી પેટ્રોલ અને ડીઝલની ભાવમાં (Petrol-Diesel Price) વધારો થયો નથી. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે (ICICI Securities) એક રિપોર્ટમાં કહ્યું કે, છેલ્લા બે મહિનામાં વૈશ્વિક સ્તર પર કાચા તેલની કિંમત વધવાના કારણે સરકારના સ્વામિત્વ વાળી રિટેલ તેલ કંપનીઓને ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. ઘરેલૂ તેલ કંપનીઓને ફક્ત ખર્ચની ભરપાઇ માટે 16 માર્ચ, 2022 કે તેના પહેલા પેટ્રોલ-ડીઝલની કિંમત 12 રૂપિયા વધારવી પડશે. જો આવું થશે તો સામાન્ય લોકો માટે આ એક મોટો ઝટકો હશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Crude oil, Diesel, Petrol, Russia Ukraine, Stock market

    આગામી સમાચાર