Home /News /business /ગૂગલ, FB, એમેઝોન જેવી મોટી ટેક કંપનીઓમાં રિક્રૂટમેન્ટ પર બ્રેક! ભારતમાં દેખાવવા લાગી અસર

ગૂગલ, FB, એમેઝોન જેવી મોટી ટેક કંપનીઓમાં રિક્રૂટમેન્ટ પર બ્રેક! ભારતમાં દેખાવવા લાગી અસર

Xphenoના ડેટામાં કંપનીઓમાં ભરતી ધીમી પડી હોવાનું બહાર આવ્યું છે.

વર્તમાનમાં ભારતમાં FAAMNG કંપનીઓનું 4000થી ઓછું જોબ ઓપનિંગ છે. ફેસબુક((Facebook (Meta), એમેઝોન(Amazon), એપલ(Apple), માઈક્રોસોફટ(Microsoft), નેટફ્લિક્સ((Netflix) અને ગૂગલ કંપનીઓના ગ્રુપને FAAMNG કહેવામાં આવે છે. Xphenoના ડેટાથી ખ્યાલ આવે છે કે જુલાઈ પછીથી તેમાં 55 ટકાનો ઘટાડો આવ્યો છે. ત્યારે આ કંપનીઓમાં 9000 નોકરીઓ માટે ઓપનિંગ થયું હતું.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ વર્તમાનમાં ભારતમાં FAAMNG કંપનીઓનું 4000થી ઓછું જોબ ઓપનિંગ છે. ફેસબુક((Facebook (Meta), એમેઝોન(Amazon), એપલ(Apple), માઈક્રોસોફટ(Microsoft), નેટફ્લિક્સ((Netflix) અને ગૂગલ કંપનીઓના ગ્રુપને FAAMNG કહેવામાં આવે છે. Xphenoના ડેટાથી ખ્યાલ આવે છે કે જુલાઈ પછીથી તેમાં 55 ટકાનો ઘટાડો આવ્યો છે. ત્યારે આ કંપનીઓમાં 9000 નોકરીઓ માટે ઓપનિંગ થયું હતું.

  કંપનીઓની પ્રોડક્ટિવિટી પર અપાઈ રહ્યું છે ધ્યાન

  Xphenoના જણાવ્યા અનુસાર, જુલાઈ ત્રિમાસિક પહેલા, આ કંપનીઓની પાસે સામાન્ય રીતે ભારતમાં લગભગ 4000 જોબ ઓપનિંગ્સ રહેતી હતી. ગત સપ્તાહમાં મોટી ટેક કંપનીઓના શેરમાં ઘટાડો આવ્યો, કારણ કે કંપનીઓ ભવિષ્યની રાહને લઈને સાવધાની રાખી રહી છે. હવે કર્માચારીઓની પ્રોડક્ટિવિટી અને છંટણીની ચિંતાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, કારણ કે ગ્રાહક ખર્ચમાં કાપ મૂકી રહ્યાં છે. કંપનીઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની વાત કરી રહી છે અને હાયરિંગમાં મંદી છે.

  તમામ પ્રકારની રિક્રૂટમેન્ટમાં  ઘણો ઘટાડો આવ્યો

  સ્કિલસેટની મોટી રેન્જ અને તમામ પ્રકારના કાર્યમાં થનારી રિક્રૂટમાં ઘણો ઘટાડો આવ્યો છે. લીડરશીપ રોલ, પ્રોડક્ટ માર્કેટિંગ, ડિજિટલ મીડિયા, વીડિયો પ્રોડક્શન, પ્રોગ્રામ અને પ્રોડક્ટ મેનેજમેન્ટ, વેન્ડર મેનેજમેન્ટ, ટેક અને કસ્ટમર સપોર્ટ, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, રિસ્ક મેનેજમેન્ટ, ઓપરેશન્સ, ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ્સ, મોબાઈલ ડિવાઈસ, ઈજાઈલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, એન્ટરપ્રાઈઝ આર્કિટેક્ચર અને સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ જેવા તમામ ક્ષેત્રોમાં ભરતીઓનો આંકડો ઘટ્યો છે.

  આ પણ વાંચોઃ નેશનલ પેન્શન યોજનામાંથી લમ્પસમ ઉઠાવી લીધા પછી ખાતા ધારકનું મોત થાય તો બાકી રહેતી એન્યુટી મળે

  ત્રિમાસિક પરિણામોમાં કંપનીઓે જે કહ્યું, તે જ કર્યું
  હાયરિંગના આંકડા કંપનીના અધિકારીઓ દ્વારા પોતાના પરિણામોની જાહેરાત કરતી વખતે આપવામાં આવેલા નિવેદનને અનુરૂપ છે, ભલે ત્રીજું ત્રિમાસિક એક મજબૂત હાયરિંગ પીરિયડ છે.

  મેટાના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર ડેબ વેનરે કહ્યું હતું કે કાર્યને સારી રીતે ચલાવવા માટે ઘણા પ્રકારના ફેરફાર કરવા પડશે અને હાયરિંગ પણ ઘણું ધીમું થશે. કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગના જણાવ્યા અનુસાર, 2023ના અંત સુધીમાં કંપની સાઈઝમાં વર્તમાન જેટલી કે પછી તેનાથી નાની હોઈ શકે છે. મેટના શેરહોલ્ડ અલ્ટીમીટર કેપિટલ દ્વારા કહેવામાં આવ્યું છે કે સિલકોન વેલની ગૂગલથી લઈને મેટા, ટ્વિટર, ઉબર જેવી કંપનીઓ ઘણા ઓછા લોકોની સંખ્યાની સાથે લગભગ હાલ જેવું જ પરિણામ પ્રાપ્ત કરવામાં સક્ષમ છે.
  Published by:Vrushank Shukla
  First published:

  Tags: Business, Business news, Business news in gujarati

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन