Home /News /business /સામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ

સામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ

તમને જણાવી દઈએ કે, સરકારે આ વર્ષે ઘઉંની 1925 એમએસપી રાખી છે. ગત વર્ષે 1 મહિનામાં કિંમતોમાં 125થી 150 રૂપિયા ઘટાડો નોંધાયો છે.

તમને જણાવી દઈએ કે, સરકારે આ વર્ષે ઘઉંની 1925 એમએસપી રાખી છે. ગત વર્ષે 1 મહિનામાં કિંમતોમાં 125થી 150 રૂપિયા ઘટાડો નોંધાયો છે.

નવી દિલ્હી : બ્રેડ, બિસ્કીટ અને મેદાથી બનેલી અનેક વસ્તુ સસ્તી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 1 મહિનામાં ઘઉંના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં ઘઉંની એમએસપીથી ઘણા નીચે 1870થી 1875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વેચાઈ રહ્યા છે. માંગમાં ઘટાડો અને રેકોર્ડ પ્રોડક્શનના કારણે કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. લોકડાઉન વચ્ચે રાહતના સમાચાર દેખાઈ રહ્યા છે. કેમ કે, લોટની કિંમત ઓછી થવાથી સામાન્ય માણસ માટે રોટી સસ્તી થશે.

તમને જણાવી દઈએ કે, સરકારે આ વર્ષે ઘઉંની 1925 એમએસપી રાખી છે. ગત વર્ષે 1 મહિનામાં કિંમતોમાં 125થી 150 રૂપિયા ઘટાડો નોંધાયો છે. ઘઉં 1.5 રૂપિયા તો લોટ 2 રૂપિયા સસ્તો થયો છે. આ વર્ષે 106.21 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થશે. જે ગત વર્ષ કરતા 3 લાખ ટન વધારે છે. હોટલ અને બેકરી અને મિલો તરફથી માંગમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે ખપત ઓછાી થઈ છે.

આ સાથે જ સામાન્ય માણસને સરકાર રાશનમાં ઘઉં આપી રહી છે. આ વર્ષે એફએસઆઈએ 40 લાખ મિલિયન ટનનું અધિગ્રહણ કર્યું છે. કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગની ભલામણને માનતા મોદી સરકારે ખરીફના 14 પાકના ન્યૂનત્તમ સમર્થન મૂલ્યમાં વૃદ્ધિ કરી દીધી છે.

ક્યાં કેટલી થઈ શકે છે ખરીદી - પંજાબમાં લગભગ 1.4 કરોડ ટન ઘઉં ખરીદવાનું અનુમાન છે. આ પ્રકારે મધ્ય પ્રદેશમાં 1 કરોડ ટન, હરિયાણામાં 75 લાખ ટન અને ઉત્તર પ્રદેશમાં 55 લાખ ટન ઘઉં ખરીદવાની યોજના છે.
First published:

Tags: Cheaper, બ્રેડ