Home /News /business /Price Hike: બ્રાન્ડેડ કપડા થશે મોંઘા, ફેશન રિટેલરો ભાવમાં વધારો કરવાની તૈયારીમાં

Price Hike: બ્રાન્ડેડ કપડા થશે મોંઘા, ફેશન રિટેલરો ભાવમાં વધારો કરવાની તૈયારીમાં

બ્રાન્ડેડ કપડાના ભાવમાં વધારો

Price Hike: ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવમાં ઝડપથી વધારો થવાને કારણે ખર્ચ સતત વધી રહ્યો છે. આ કારણોસર, ફેશન રિટેલરો ગ્રાહકો પર પોતાનો બોઝ મૂકવાની તૈયારી કરી રહ્યા

નવી દિલ્હી. હાલના દિવસોમાં, ફુગાવા (Inflation) ને કારણે સામાન્ય લોકોના ખિસ્સા પર ફટકો પડી રહ્યો છે. દૈનિક ઉપયોગની વસ્તુઓ (daily use products)  માંડીને બધી જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં વધારો (Rise in the prices of necessities of life) થયો છે અથવા વધી રહ્યો છે. આ સંદર્ભમાં, બ્રાન્ડેડ કપડાંના ભાવમાં ફરીથી વધારો (Increase in the price of branded clothing) થશે. ડિસેમ્બર 2021 ની શરૂઆતમાં પણ રીડિમેડ બ્રાન્ડેડ કપડાંના ભાવમાં વધારો થયો હતો.

શોપર્સ સ્ટોપ, (Celio), અરવિંદ ફેશન જેવા ફેશન ટાર્ગેટર્સ તેમના પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યા છે. ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવમાં ઝડપથી વધારો થવાને કારણે ખર્ચ સતત વધી રહ્યો છે. આ કારણોસર, ફેશન રિટેલરો ગ્રાહકો પર પોતાનો બોઝ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. હાજર માર્કેટમાં, ગયા વર્ષની તુલનામાં કપાસની કિંમત 45 ટકા વધી છે.

ખર્ચમાં વધારો એ કારણ છે

અરવિંદ ફેશનના ડિરેક્ટર અને અરવિંદ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કુલિન લાલભાઇએ મનીકોન્ટ્રોલને કહ્યું હતું કે, ખર્ચ સતત વધી રહ્યો છે. હવે ગ્રાહકો પર પોતાનો બોઝ મૂકવા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અમે કિંમત ઓછી રાખવા માટે શક્ય એટલા પગલા લઈ રહ્યા છીએ, પરંતુ અમે બધો ભાર સહન કરી શકતા નથી. સેલિઓએ પણ સમાન સંકેતો આપ્યા છે. જો કે, તેમણે કહ્યું છે કે, આગામી વિન્ટર કલેક્શનની કિંમત વધી શકે છે. સેલિઓ ઇન્ડિયાના સીઈઓ સત્યન મોમાયાએ કહ્યું કે, જો કપાસના ભાવમાં આજ રીતે વધઘટ થશે, જે રીતે હાલ છે, તો કિંમતોમાં 5-6 ટકાનો વધારો થઈ શકે છે.

માંગ તો છે જ

શોપર્સ સ્ટોપના એમડી અને સીઈઓ વેનુ નાયરે, તાજેતરમાં જ ભાવમાં વધારાના સંકેત આપ્યા હતા. અગાઉ, 2021 માં શોપર્સ સ્ટોપમાં 10-12 ટકાનો વધારો થયો હતો. ભાવમાં વધારો હોવા છતાં, બ્રાન્ડેડ કપડાની માંગમાં ઘટાડો થયો નથી. વેનુ નાયરે કહ્યું કે, પ્રીમિયમથી મધ્ય - સેગમેન્ટ સુધીના કપડાંની માંગને અસર થઈ નથી.

આ પણ વાંચોInvesting in gold : ગોલ્ડ ETFમાં રોકાણ કરવાના અઢળક છે ફાયદાઓ? તમે પણ જાણો

વૈશ્વિક બજારમાં, માંગમાં તેજી અને સપ્લાયમાં વિક્ષેપિત થવાને કારણે, કપાસના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. ક્રિસિલના જણાવ્યા મુજબ, ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેંજમાં કપાસના વાયદા ભાવ તેના ઉચ્ચતમ સ્તરે 1.5 ડોલર પ્રતિ પાઉન્ડ પર પહોંચી ગયા છે. સ્થાનિક બજારમાં કપાસની કિંમત ક્વિન્ટલ દીઠ 8,220 રૂપિયા પર પહોંચી છે, જે ગયા વર્ષ કરતા 45 ટકા વધારે છે. ગયા વર્ષે, તેની કિંમત આ સમયે ક્વિન્ટલ દીઠ 5,728 રૂપિયા હતી.
First published:

Tags: Business news, Business news in gujarati, Inflation, Price Hike, Retail inflation

विज्ञापन