રિઝર્વ બેન્ક અને સરકાર વચ્ચે કેટલાએ દિવસોથી ચાલી રહેલા મતભેદ વચ્ચે આજે કેન્દ્રીય બેન્કના નિર્દેશક મંડલની મૈરાથન બેઠક થઈ. આમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો(એમએસએમઈ)ને લોન આપવાની નવી નીતિ બનાવવા માટે સહમતી બની ગઈ છે. આ સ્કીમ હેઠળ એમએસએમઈ માટે 25 કરોડ રૂપિયા સુધીની લોન એપ્રુવ રહેશે. એ હેઠળ બેન્કોની હાલત પર પણ ચર્ચા કરવામાં આવી.
બોર્ડે નાણાં ક્ષેત્ર માટે તરલતા બનાવી રાખવા પર પણ સહમતી જતાવી, જોકે, પુખ્તા ડેટા ન હોવાના કારણે કોઈ નિષ્કર્ષ નથી નીકળી શક્યું. આ કારણથી આ મામલાને 14 ડિસેમ્બર સુધીની બેઠક માટે ટાળી દેવામાં આવ્યો છે.
આરબીઆઈ બોર્ડની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. આરબીઆઈ પૂંજીની લેવડ-દેવડ માટે કમિટી બનાવશે. નકદમાં સુધાર લાવવા માટે આરબીઆઈ નવી રણનીતિ તૈયાર કરશે. પીએસબીએસ રિઝર્વ રેશ્યો સરળ બનાવવા માટે પણ પગલા ઉઠાવવામાં આવશે.
આ લોકો બેઠકમાં રહ્યા હાજર
તમને જણાવી દઈએ કે, રિઝર્વ બેન્કના નિર્દેશક મંડળમાં 18 સભ્ય છે. જોકે, આ સભ્યોની સંખ્યા 21 સુધી રાખવાની જોગવાઈ છે. સભ્યોમાં રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ અને ચાર અન્ય ડે. ગવર્નર પૂર્ણકાલિક અધિકારીક નિર્દેશક છે. આ સિવાય અન્ય 13 સભ્યો સરકાર દ્વારા નિમાયેલા છે. સરકાર દ્વારા નિમાયેલા સભ્યોમાં નાણાં મંત્રાલયના બે અધિકારી આર્થિક મામલાના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ અને નાણાકીય સેવાઓના સચિવ રાજીવ કુમાર સામેલ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર