Brainly Layoff: ઓનલાઈન કોમ્યુનિટી લર્નિંગ પ્લેટફોર્મ બ્રેઈનલીએ વૈશ્વિક સ્તરે તથા ભારતીય ટીમના ઘણા કર્મચારીઓને છૂટા કર્યા છે. તેણે રવિવારે જણાવ્યું હતું કે, કંપની તેની પેઇડ યોજનાઓ અને પ્રોડક્ટના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી કેટલીક ભૂમિકાઓ નિભાવવામાં સક્ષમ નથી.
બ્રેઈનલીના કર્મચારીઓએ ટ્વિટર પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું
બ્રેઈનલીના એક કર્મચારીએ ટ્વીટર પર પોતાનું દુઃખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, "છૂટા થયા તે દુઃખદ છે, પરંતુ તેનાથી ખરાબ બાબત એ છે કે તે કેવી રીતે હેન્ડલ કરવામાં આવશે. CEO કોલ પર આવે છે અને ભારતમાં આ ટેક કંપની બંધ થયાની જાહેરાત કરે છે અને 2 મિનિટની અંદર વાત કરી ફોન મૂકી દે છે અને ઇમેઇલ્સ બંધ થઈ જાય છે, લેપટોપ ડિસ્કનેક્ટ થઈ જાય છે. દરેકને આઘાત લાગ્યો છે. આમાંથી કોઈ બાકાત નથી."
કોર્પોરેટ ચેટ ઇન્ડિયાએ છૂટા કરેલા કર્મચારીનો સ્ક્રીનશોટ ટ્વિટ કર્યો છે. કોર્પોરેટ ચેટ ઈન્ડિયાએ ટ્વીટ કર્યું કે, બ્રેઈનલી-ઈન્ડિયાની ટીમમાંથી કર્મચારીઓને આઘાતજનક રીતે છૂટા કરાયા.
Brainly માટેની વ્યૂહરચના બદલી
કંપનીના પ્રવક્તાએ IANSને જણાવ્યું કે, તેઓએ તાજેતરમાં Brainly માટેની વ્યૂહરચના બદલી છે.
"કમનસીબે, અમે અમારી પેઇડ યોજનાઓ અને પ્રોડક્ટ્સના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી કેટલીક ભૂમિકાઓ જાળવી શક્યા નથી. આ માહિતી સાર્વજનિક થાય તે પહેલાં અમે તમામ 25 લોકોને ડિપાર્ચર પેકેજ ઓફર કર્યા હતા, જેમની ભૂમિકા આ ફેરફારોથી પ્રભાવિત થઈ છે. કંપનીના પ્રવક્તાએ IANSને જણાવ્યું કે, ભારતીય ટીમના બાકીના સભ્યો હવે નવા ટાર્ગેટ પર કામ કરશે અને ભારતમાં આ સેક્ટરમાં વધુ વૃદ્ધિને ટેકો આપશે.
પ્રવક્તાએ કહ્યું, અમે દરેક કર્મચારીના યોગદાનની કદર કરીએ છીએ અને હંમેશા ખાતરી આપીએ છીએ કે તે છૂટા કરાયેલા કર્મચારીઓને માટે શક્ય તેટલી બધી રીતે સમર્થન આપવામાં આવે. આ ફેરફારોથી અન્ય કોઈ પ્લેટફોર્મ પ્રભાવિત થયું નથી.
પોલેન્ડ સ્થિત એડટેક પ્લેટફોર્મ બ્રેઈનલી 5.5 કરોડથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકો આ પ્લેટફોર્મ ઉપયોગ કરતા હોવાનો દાવો કરે છે, જેઓ પોતાના કરિયરને લગતા પ્રશ્નોના ક્લિયરન્સ ક્લાસ દ્વારા શિક્ષણને વેગ આપવા માટે આ પ્લેટફોર્મ પર આધાર રાખે છે.
અહેવાલો અનુસાર, ભારતીય ટીમમાં લગભગ 35 લોકો હતા, જેમાં મોટાભાગની મહિલાઓ હતી, જેમાંથી મોટાભાગની તેની બેંગલુરુ ઓફિસમાં કામ કરતી હતી.
આ પ્લેટફોર્મ યુએસ, રશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને લેટિન અમેરિકા સહિત અન્ય દેશોમાં કામ કરે છે.
કંપનીના પ્રવક્તાએ IANSને જણાવ્યું કે,અમારી અત્યારની પ્રાથમિકતાઓ શીખનારાઓના સમુદાયને વધારવા અને સારો અનુભવ મળતો રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે. હાલમાં Brainly Brainly. inના યુઝર્સને ચૂકવેલ પ્રીમિયમ યોજનાઓ ઓફર કરશે નહીં અને તેનો સમગ્ર સમુદાય મફતમાં Brainlyનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકશે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર