દુબઇમાં ઘરે-ઘરે જઇને દવા વેચતો હતો આ ભારતીય, હવે 35,000 કરોડ રોકાણ કરવાની તૈયારીમાં

News18 Gujarati
Updated: August 19, 2019, 1:09 PM IST
દુબઇમાં ઘરે-ઘરે જઇને દવા વેચતો હતો આ ભારતીય, હવે 35,000 કરોડ રોકાણ કરવાની તૈયારીમાં
શેટ્ટી ભારતમાં મોટું રોકાણ માટે તૈયાર છે.

ભારતમાંથી દુબઈમાં માત્ર નોકરી કરવા ગયેલા બીઆર શેટ્ટીની ગણતરી આજે દુબઇની ટોપ અમીર (યુએઈ ટોપ અબજપતિ)માં થાય છે. બીઆર શેટ્ટી ભારતના હેલ્થકેર સેક્ટરમાં અબજો ડોલર ઇન્વેસ્ટ કરવા માંગે છે.

  • Share this:
ભારતમાંથી દુબઈમાં માત્ર નોકરી કરવા ગયેલા બીઆર શેટ્ટીની ગણતરી આજે દુબઇની ટોપ અમીર (યુએઈ ટોપ અબજપતિ)માં થાય છે. બીઆર શેટ્ટી ભારતના હેલ્થકેર સેક્ટરમાં અબજો ડોલર ઇન્વેસ્ટ કરવા માંગે છે. UAEના અબજોપતિ બીઆર શેટ્ટી 5 બિલિયન ડોલર (લગભગ 35, 500 કરોડ રુપિયા) નું રોકાણ કરી હેલ્થકેર ફેસિલીટી ડેવલોપ કરવા માંગે છે. બીઆર શેટ્ટી જનસંઘ અને ભારતીય પાર્ટીનો ભાગ રહી ચુક્યા છે.

શેટ્ટી ભારતમાં મોટું રોકાણ માટે તૈયાર છે - બીઆર શેટ્ટીએ ગયા વર્ષે ફિનાબલર નામની નવી કંપની બનાવી. એવું નથી કે શેટ્ટીની આ પહેલી કંપની છે. તેઓ અનેક અન્ય મોટી ફાર્મા અને નાણાંકીય સેવા કંપનીઓના સ્થાપક પણ છે.>> બિઝનેસ ટુડે સાથે વાત કરતા શેટ્ટીએ કહ્યું કે તેમણે ભારતમાં 5 બિલિયન ફંડનો પ્રસ્તાવ મૂક્યો છે અને તેમને રાજ્ય સરકારો, બિન-લાભકારી સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનો તરફથી સારી ઓફરો મળી રહી છે. તે ભારતમાં ઉચ્ચ ગુણવત્તાની અને આરોગ્યસંભાળ સુવિધા વિકસાવવા માંગે છે.

>> હવે તેમનું વેન્ચર કેપિટલ ફંડ બીઆરએસ વેન્ચર્સ ભારતમાં હેલ્થકેર સેક્ટરના વિકાસની દિશામાં વિચારી રહ્યું છે. તેમનું કહેવું છે કે આ રોકાણથી ભારત અને જિલ્લામાં આરોગ્ય સુવિધાઓની સાંકળની રચના થશે અને આગામી પાંચ વર્ષમાં સામાન્ય હોસ્પિટલો બનાવવામાં આવશે.

>> તેમણે કહ્યું કે આ માટે દિલ્હી, વારાણસી, હરિદ્વાર અને બિહારમાં હોસ્પિટલો સ્થાપવાની વાત ચાલી રહી છે. આ માટે, સરકાર અથવા અન્ય ભાગીદારો દ્વારા જમીન ખરીદવામાં આવશે .

કોણ છે બીઆર શેટ્ટી - બીઆર શેટ્ટીનો જન્મ 1942માં કર્ણાટકના ઉડ્ડપીમાં થયો હતો અને તેણે પ્રારંભિક શિક્ષણ ત્યાં જ મેળવ્યું. તે ખિસ્સામાંથી કેટલાક પૈસા લઈને નસીબ અજમાવવા 1973માં દુબઇ પહોંચ્યા હતા.

ઘરે ઘરે દવા વેચી - નોકરી ન મળતાં પણ તેઓ હિંમત હાર્યા નહીં. ઘણી મહેનત બાદ તેને સેલ્સમેન તરીકેની નોકરી મળી. એક મુલાકાતમાં શેટ્ટીએ કબૂલાત કરી કે મેં શરૂઆતના દિવસોમાં સેલ્સમેન તરીકે કામ કર્યું હતું. આ સમય દરમિયાન ઘરે - ઘરે જઇને દવા વેચી હતી.

શેટ્ટી પહેલાથી જ યુએઈની સૌથી મોટી ખાનગી હેલ્થકેર કંપની, એનએમસી હેલ્થકેરની સ્થાપના કરી ચૂક્યા છે. છેલ્લા 46 વર્ષોમાં કંપનીએ 17 દેશોમાં હોસ્પિટલો, તબીબી કેન્દ્રો, લાંબા ગાળાની સુવિધાઓ અને ઘર આરોગ્ય સેવાઓ સહિત 200 આરોગ્યસંભાળ સુવિધાઓ વિસ્તૃત કરી છે.

1980માં બનાી યુએઈ એક્સચેન્જ- શેટ્ટીને સમજાયું કે ભારતીયોને તેમના પરિવારના સભ્યોને પૈસા મોકલવામાં મુશ્કેલી આવે છે. તેથી તેમણે 1980માં યુએઈ એક્સચેન્જની સ્થાપના કરી. હવે તે યુએઈની એક મોટી કંપની બની ગઈ છે.યુએઈમાં હિન્દુ ધર્મ માટે કામ કરતાં શેટ્ટી પણ યુએઈમાં હિંદુ ધર્મ માટે સતત કામ કરી રહ્યા છે. શેટ્ટી અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર બનાવવા જઈ રહેલી સમિતિના અધ્યક્ષ પણ છે.
First published: August 19, 2019
વધુ વાંચો
अगली ख़बर