BPL કાર્ડ ધારકના નામે 25 કરોડની જમીન, ઈન્કમટેક્ષ વિભાગે ફટકારી નોટિસ

એક ગરીબ બીપીએલ (ગરીબી રેખાથી નીચ) કાર્ડ ધારક આદિવાસીને આયકર વિભાગે કરોડોની સંપત્તિ કરીદવાના મામલે નોટિસ ફટકારી

News18 Gujarati
Updated: March 27, 2019, 3:24 PM IST
BPL કાર્ડ ધારકના નામે 25 કરોડની જમીન, ઈન્કમટેક્ષ વિભાગે ફટકારી નોટિસ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: March 27, 2019, 3:24 PM IST
મધ્યપ્રદેશના એક ગરીબ બીપીએલ (ગરીબી રેખાથી નીચ) કાર્ડ ધારક આદિવાસીને આયકર વિભાગે કરોડોની સંપત્તિ કરીદવાના મામલે નોટિસ ફટકારી છે. શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, એક બિલ્ડરે તેને આવું કરવા માટે પૈસા આપ્યા હતા. કેમ કે, નિયમો અનુસાર, આદિવાસીઓની જમીન ગૈર-આદીવાસી નથી ખરીદી શકતા. આયકર વિભાગે બેનામી લેવડ-દેવડ સંશોધન એક્ટ હેઠળ તપાસ શરૂ કરી દીધી છે.

બીપીએલ કાર્ડ ધારકના નામે 25 કરોડની જમીન
આદિવાસી કલ્યાણ સિંહ ઉર્ફે ક્લલા સહરિયા અશોકનગરનો રહેવાસી છે. તે સહરીયા જનજાતીમાંથી આવે છે. તે બીપીએલ કાર્ડ ઘારક છે, પરંતુ તેના નામ પર કાંકરીયા, મહાબડિયા અને દોલતપુર ગામમાં જમીનના 50 ટુકડા છે, જેની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. આ સંપત્તિઓ 2008થી 2011 વચ્ચે 6.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી અને કલ્લાના એકાઉન્ટથી ચેક અને કેશ દ્વારા ચૂકવણી કરવામાં આવી.

બિલ્ડરે આપ્યા પૈસા
આયકર વિભાગે આ જાણકારી આપી છે અને સૂત્રો અનુસાર, કલ્યાણ સિંહને નોટિસ મોકલવામાં આવી છે અને આ મામલામાં તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ખબર પડી કે, કલ્યામ અને તેના પુત્રને આ જમીન ખરીદવા માટે પૈસા એક બિલ્ડરે આપ્યા હતા. આ બિલ્ડર ભોપાલમાં રિયલ એસ્ટેટ સમૂહનો હેડ છે.

તમને જણાવી દઈએ કે, જે 22 એકડ જમીનની વાત થઈ રહી છે તે આદીવાસીઓની હતી અને નિયમો અનુસાર, કોઈ ગૈર-આદિવાસી તે જમીનોને ખરીદી નથી શકતા. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આજ નિયમને ચાલતા બિલ્ડરે આદિવાસી કલ્લાની મદદથી જમીન ખરીદી છે.
First published: March 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...