Home /News /business /

LPG Cylinder Booking: હવે ઇન્ટરનેટ વગર જ 'વોઇસ' મારફતે થશે LPG સિલિન્ડરનું બુકિંગ, ઇન્ટરનેટ વગર થશે પેમેન્ટ

LPG Cylinder Booking: હવે ઇન્ટરનેટ વગર જ 'વોઇસ' મારફતે થશે LPG સિલિન્ડરનું બુકિંગ, ઇન્ટરનેટ વગર થશે પેમેન્ટ

એલપીજી સિલિન્ડર

LPG Cylinder Booking: આ ભાગીદારીના માધ્યમથી ભારતગેસના ગ્રાહકો ઇન્ટરનેટ વગર મોબાઇલથી એક નંબર 080-4516-3554 ઉપર કૉલ કરીને ગેસ સિલિન્ડર બુક કરાવી શકશે. તેઓ આ નંબરના માધ્યમથી ચૂકવણી પણ કરી શકશે.

    નવી દિલ્હી: રસોઈ ગેસ (LPG) વપરાશકર્તાઓ માટે સારા સમાચાર છે. હવે ગેસ સિલિન્ડર (LPG cylinder) ઘરે લાવવા માટે કોઈ સ્માર્ટફોન (Smartphone)ની જરૂરિયાત નહીં રહે! હવે એક ખાસ ફીચર દ્વારા તમે ઇન્ટરનેટ વગર જ ગેસ સિલિન્ડર માટે ચૂકવણી પણ કરી શકશો. ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિડેટ (BPCL) તરફથી એલપીજી ધારકો માટે ખાસ સેવા શરૂ કરવામાં આવી છે. હવે બીપીસીએલના એલપીજી સિલિન્ડર ધારકો ઇન્ટરનેટની સુવિધા વગર જ 'વૉઇસ' આધારિત ચૂકવણી કરી શકશે.

    ભારત પેટ્રોલિયમે અવાજ અથવા વૉઇસ આધારિત ડિજિટલ ચૂકવણીની સુવિધા માટે અલ્ટ્રાકેશ ટેક્નોલોજિસ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. જે અંતર્ગત ભારત ગેસના ગ્રાહકો યૂપીઆઈ 123 પે (UPI 123PAY)ના માધ્યમથી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરી શકશે અને તેની ચૂકવણી પણ કરી શકશે.

    કંપનીએ નિવેદનમાં શું કહ્યું?


    કંપનીએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સુવિધાની શરૂઆતથી ગ્રામીણ વિસ્તારોમાં ભારતગેસના ચાર કરોડ જેટલા ગ્રાહકોને ફાયદો થશે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગત અઠવાડિયે UPI 123PAY સેવા શરૂ કરી હતી. જે બાદમાં પોતાના ગ્રાહકોને આ સેવાનો લાભ આપનારી BPCL પ્રથમ કંપની છે.

    આ ભાગીદારીના માધ્યમથી ભારતગેસના ગ્રાહકો ઇન્ટરનેટ વગર મોબાઇલથી એક નંબર 080-4516-3554 ઉપર કૉલ કરીને ગેસ સિલિન્ડર બુક કરાવી શકશે. તેઓ આ નંબરના માધ્યમથી ચૂકવણી પણ કરી શકશે.

    ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને થશે મોટો ફાયદો


    ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે BPCL તરફથી આ શરૂ કરવામાં આવેલા આ સેવા અમારા ગ્રામીણ ગ્રાહકોને ડિજિટલ ચૂકવણીનો વિશ્વાસ અપાવશે. આ ગ્રાહકો એ જ સ્વતંત્રતા અને પારદર્શિતાનો આનંદ મેળવી શકશે, જેનો લાભ હાલ ફક્ત સ્માર્ટફોન ધારકો જ મેળવી રહ્યા છે.

    આ સેવા લોંચ થયાના પ્રથમ મહિને જ 13,000થી વધારે ભારતગેસ ગ્રાહકોએ એક કરોડથી વધુ રકમની લેવડદેવડ કરી છે. જે બતાવે છે કે આગામી એક વર્ષમાં 100 કરોડ રૂપિયાથી વધુની લેવડ દેવડ થઈ શકે છે.

    ફક્ત 634 રૂપિયામાં મળશે એલપીજી ગેસ સિલિન્ડર


    જો તમે હોળી પહેલા એલપીજી સિલિન્ડર (LPG Cylinder) બુક કરાવવા માંગો છો તો તમારા માટે આ સમાચાર ખાસ છે. હોળી (Holi 2022) પહેલા ગ્રાહકોને ફક્ત 634 રૂપિયામાં ગેસ સિલિન્ડર બુક કરાવવાનો મોકો મળી રહ્યો છે. સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડ (IOCL) ગ્રાહકો માટે સસ્તો સિલિન્ડર લઈને આવી છે. મોંઘવારીના આ જમાનામાં ગ્રાહકોના ખિસ્સા પર ભાર ઓછો કરવા માટે IOCL થોડો નાનો સિલિન્ડર એટલે કે 10 કિલોનો એલપીજી સિલિન્ડર લઈને આવી છે. (વાંચો આખો અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Bharatgas, Cylinder, LPG, Upi

    આગામી સમાચાર