BPCLએ 7.10 કરોડ ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે WhatsAppથી બૂક કરી શકો છો LPG સિલિન્ડર

News18 Gujarati
Updated: May 27, 2020, 8:45 AM IST
BPCLએ 7.10 કરોડ ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે WhatsAppથી બૂક કરી શકો છો LPG સિલિન્ડર
મંગળવારથી ભારત ગેસનાં (Bharat Gas) દેશભરમાં જ્યાંપણ રહેતા હોય તેવા ગ્રાહક Whatsapp દ્વારા ગેસ સિલિન્ડરનું બુકિંગ કરી શકશે.

મંગળવારથી ભારત ગેસનાં (Bharat Gas) દેશભરમાં જ્યાંપણ રહેતા હોય તેવા ગ્રાહક Whatsapp દ્વારા ગેસ સિલિન્ડરનું બુકિંગ કરી શકશે.

  • Share this:
મુંબઇ : ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે (BPCL) ગ્રાહકોની સુવિધા માટે દેશભરમાં વોટ્સએપ (Whatsapp) દ્વારા રસોઇ ગેસ બુકિંગ (LPG Gas Booking)કરવાની સુવિધાની જાહેરાત કરી છે. કંપનીના 7.10 કરોડ એલપીજી ગ્રાહક છે. બીપીસીએલએ કહ્યું કે, મંગળવારથી ભારત ગેસનાં (Bharat Gas) દેશભરમાં જ્યાંપણ રહેતા હોય તેવા ગ્રાહક Whatsapp દ્વારા ગેસ સિલિન્ડરનું બુકિંગ કરી શકશે.

બીપીસીએલ સ્માર્ટલાઇન નંબર 1800224344

કંપનીએ કહ્યું છે કે, તેમણે સિલિન્ડર બુકિંગ માટે એક નવા Whatsapp બિઝનેસ ચેનલની શરૂઆત કરી છે. કંપનીએ વધુમાં જણાવ્યું કે, Whatsapp પર આ બુકિંગ બીપીસીએલ સ્માર્ટલાઇન નંબર 1800224344 પર ગ્રાહકનાં કંપનીને આપેલા અધિકૃત મોબાઇલ નંબરથી થઇ શકે છે.

કોઇપણ ઉંમરનાં લોકો માટે Whatsapp વાપરવું સરળ

બીપીસીએલનાં અરૂણસિંહે જણાવ્યું કે, Whatsappથી એલપીજી બુકિંગ કરવાનાં પ્રાવધાનથી ગ્રાહકોને સરળતા રહેશે. Whatsapp વાપરવું લોકો વચ્ચે ઘણું સામાન્ય બની ગયું છે. યુવાન હોય કે વૃદ્ધ બધા આ એપ સરળતાથી વાપરે છે. આ નવી શરૂઆતથી અમે ગ્રાહકોની નજીક પહોંચીશું.

આ પણ વાંચો - ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોઇતી હોય તો અજમાવો આ સરળ વાસ્તુ ટિપ્સકંપનીનાં કાર્યકારી નિદેશક એલપીજીનાં પ્રભારી ટી. પીતાંબરમે કહ્યું કે, Whatsappથી બુકિંગ કરાવ્યા પછી ગ્રાહકને એક લિંક પણ મળશે. આ લિંક પરથી ડેબિટ કે ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અને એમેઝોન જેવા અન્ય એપથી તમે રૂપિયાની ચૂકવણી પણ કરી શકો છો.

આ પણ જુઓ - 
First published: May 27, 2020, 8:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading