ચીની કંપનીઓને મોટો ફટકો, હવે ભારતમાં નહીં લઈ શકે હાઇવે પ્રોજેક્ટ, સરકારનો નિર્ણય

ચીની કંપનીઓને મોટો ફટકો, હવે ભારતમાં નહીં લઈ શકે હાઇવે પ્રોજેક્ટ, સરકારનો નિર્ણય
નીતિન ગડકરી

કોઈ ભારતીય કે પછી અન્ય કંપની સાથે જોઈન્ટ વેન્ચર બનાવીને બોલી લગાવશે તો પણ તેમને સામેલ કરવામાં આવશે નહીં

 • Share this:
  નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari)કહ્યું છે કે ભારતના હાઇવે પ્રોજેક્ટમાં ચીનની કંપનીઓ સામેલ થઈ શકશે નહીં. જો કોઈ ભારતીય કે પછી અન્ય કંપની સાથે જોઈન્ટ વેન્ચર બનાવીને બોલી લગાવશે તો પણ તેમને સામેલ કરવામાં આવશે નહીં.

  ગડકરીએ એ પણ કહ્યું કે સરકાર એ સુનિશ્ચિત કરશે કે ચીની રોકાણકારોને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમો (MSMEs) જેવા વિભિન્ન ક્ષેત્રોમાં પણ નિવેશથી રોકવામાં આવશે.  નીતિન ગડકરીએ પીટીઆઈને જણાવ્યું કે અમે સડક નિર્માણ માટે ચીની ભાગીદારવાળા સંયુક્ત ઉદ્યમોને મંજૂરી આપીશું નહીં. અમે સખત વલણ અપનાવ્યું છે કે જો તે (ચીની કંપનીઓ) સંયુક્ત ઉદ્યમ દ્વારા આવશે તો પણ અમે તેની મંજૂરી આપીશું નહીં.

  આ પણ વાંચો - કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સે કહ્યું - IPLમાંથી હટે ચીની કંપનીઓ

  હાલ ચાલી રહેલા પ્રોજેક્ટનું શું થશે - વર્તમાન સમયમાં કેટલીક પરિયોજના જે ઘણી પહેલા શરૂ કરવામાં આવી હતી તેમાં કેટલીક ચીની કંપનીઓ સામેલ છે. ગડકરીએ કહ્યું કે આ નિર્ણય નવા પ્રોજેક્ટ પર લાગુ થશે.

  BSNLએ રદ કર્યું ચીની કંપનીનું ટેન્ડર - ટેલિકોમ ડિપાર્ટમેન્ટે સરકારી ટેલિકોમ કંપની BSNLના 4G અપગ્રેડેશન માટે જાહેર કરેલ ટેન્ડર રદ કર્યું છે. કેન્દ્ર સરકારે કંપનીના અપગ્રેડેશન માટે ચીની ઉપકરણોના ઉપયોગ કરવાથી મનાઈ ફરમાવી છે. હવે નવું અપગ્રેડેશન જાહેર કરવામાં આવ્યું છે.
  Published by:Ashish Goyal
  First published:July 01, 2020, 16:04 pm

  ટૉપ ન્યૂઝ