Home /News /business /શું તમે હાલમાં જ કાર ખરીદી છે કે ખરીદવાના છો? તો આ રીતે વીમાનું પ્રીમિયમ ઓછું કરો
શું તમે હાલમાં જ કાર ખરીદી છે કે ખરીદવાના છો? તો આ રીતે વીમાનું પ્રીમિયમ ઓછું કરો
શું તમે દિવાળીમાં કાર ખરીદી છે? આ રીતે પ્રીમિયમના ખર્ચમાં કરો ઘટાડો
હાલમાં જ કાર લીધી હોય કે પછી ખરીદવાના હોવ તો આટલું જાણી લેવાથી તમારે કારના વીમા માટે ચૂકવવી પડતી રકમ ઘણી ઓછી થઈ શકે છે. આ રીતે તમે કાર વીમા માટે ચૂકવવા પડતા પીમિયમની રકમમાં મોટી બચ કરી શકશો.
કોરોના મહામારી બાદ તહેવારની સીઝનમાં કારનું પૂરજોશ વેચાણ થઈ રહ્યું છે. ખરીદદારો તહેવારનો લાભ ઉઠાવી રહ્યા છે. દિવાળી પહેલા સપ્ટેમ્બર 2022માં રેકોર્ડબ્રેક 3.5 લાખ કારનું વેચાણ થયું હતું. ડિસ્કાઉન્ટ અને શાનદાર ઓફરને કારણે લોકો ધનતેરસ તથા અન્ય તહેવારોમાં કારની ખરીદી કરી છે.
ડિસ્કાઉન્ટ તથા શાનદાર ઓફરની સાથે સાથે મહત્ત્વપૂર્ણ સેક્ટર છે, જેના કારણે બચત થઈ શકે છે. અહીંયા અમે મોટર ઈન્શ્યોરન્સ પ્રીમિયમ વિશે વાત કરી રહ્યા છીએ. હંમેશા ફ્યુઅલ તથા કાર શોરૂમ પ્રાઈસને ધ્યાને રાખતે પ્રીમિયમ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવતું નથી. આ કારણોસર જો તમે આ ફેસ્ટીવ સીઝનમાં કાર ખરીદી છે અથવા કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો પ્રીમિયમ ખર્ચમાં કાપ મુકવા અને બચત કરવા જેવી બાબતો વિશે જાણકારી આપવામાં આવી છે.
‘પે એઝ યુ ડ્રાઈવ (PAYD)’ એક નવો કોન્સેપ્ટ છે, જેને વર્ષ 2020માં મહામારી દરમિયાન ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) દ્વારા સેન્ડ બોક્સ પોલિસી તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. PAYD કાર વીમા મોડલ ઉપયોગ આધારિત દ્રષ્ટિકોણ છે. જે હેઠળ પોલિસીધારકને એક બાઈન્ડિંગ થર્ડ પાર્ટી વીમા પોલિસી આપવામાં આવે છે. જે કારના ઉપયોગ પર આધાર રાખે છે.
તાજેતરમાં આ મોડલ નિયામર સંસ્થા દ્વારા એડ ઓન તરીકે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેથી ગ્રાહકને પ્રીમિયમ પર બચત કરવામાં મદદ મળી શકે. ટ્રેકિંગ ડિવાઈસ અથવા મોબાઈલ એપ સાથે ગાડી કેટલા કિલોમીટર ફરી છે તે ટ્રેક કરીને તેના પર પ્રીમિયમ નક્કી કરી શકાય છે. જે સમયે તમે ડ્રાઈવ કરવાની યોજના બનાવતા નથી, તે દિવસોમાં વીમાકર્તા આ વીમાને બંધ કરવાની યોજના પ્રદાન કરે છે. રિમોટ સેટ અથવા હાઈબ્રિડ મોડલમાં કામ કરતા લોકો અથવા જે વ્યક્તિઓ વધુ ડ્રાઈવ કરતા નથી, તે લોકો માટે આ પોલિસી ખૂબ જ લાભદાયી છે. જે વ્યક્તિઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કેબનો ઉપયોગ કરે છે તે લોકો માટે આ પોલિસી ફાયદાકારક છે.
યોગ્ય પ્રકારે ડ્રાઈવિંગ કરો અને ઓછું પ્રીમિયમ ચૂકવો
અત્યાર સુધી નો ક્લેઈમ બોનસ અથવા NCB સિવાય સારા ડ્રાઈવિંગના રિવોર્ડ માટે કોઈ પ્રકારની વ્યવસ્થા નહોતી. IRDAIએ તાજેતરમાં ‘પે હાઉ યુ ડ્રાઈવ’ મોડલ લોન્ચ કર્યું છે, જે ડ્રાઈવિંગની સારી આદતો અને પ્રોફાઈલને ટ્રેક કરે છે. સારા ડ્રાઈવિંગ માટે પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ સાખે રિવોર્ડ આપવામાં આવે છે. આ કારણોસર જે વ્યક્તિ નિયમોનું પાલન કરે છે અને સાવધાનીપૂર્વક ડ્રાઈવ કરે છે, તે વ્યક્તિઓએ ઓછું પ્રીમયમ ચૂકવવાનું રહે છે. જે વ્યક્તિ નિયમોનું પાલન કરતા નથી અને જે વ્યક્તિઓએ વધુ પ્રીમિયમ ચૂકવવાનું રહે છે. રોડ સુરક્ષા માટે પણ આ એક સારી પહેલ છે.
ભારતમાં અનેક એવા પરિવાર છે, જ્યાં તમામ સભ્યો પાસે અલગ અલગ કરા છે. જેના પરથી એવું ના કહી શકાય કે, આ તમામ કારનો એક જ સમયે ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વાર લોકો લાંબા અંતરની યાત્રા કરવા માટે SUVનો ઉપયોગ કરે છે અને રોજબરોજ માટે નાની કારનો ઉપોગ કરે છે. આ પ્રકારના મામલાઓમાં તમામ કાર માટે વાર્ષિક પ્રીમિયમની ચૂકવણી કરવાની જરૂરિયાત નથી.
એકથી વધુ કાર હોય તો તમે ફેમિલી ફ્લોટર પોલિસીનો વિકલ્પ પસંદ કરી શકો છો. જ્યાં તમામ વાહનોના સિંગલ એમ્બ્રેલા પ્લાન હેઠળ વીમો આપવામાં આવશે અને તમારે ઓછું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.
મોટર વીમાના સંદર્ભમાં છૂટછાટને સ્વૈચ્છિક છૂટછાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એવો ખર્ચ છે, જેની ગણતરી કરવામાં આવતી નથી. છૂટછાટની સાવધાનીપૂર્વક અને રિસ્ક પ્રોફાઈલ અનુસાર પસંદગી કરવી જોઈએ. ઉદાહરણ તરીકે જોવામાં આવે તો, છૂટછાટને શૂન્ય પ્રકારે રાખવામાં આવે તો તમારી ક્લેઈમની રકમની તમારા ખર્ચમાંથી ચૂકવણી કરવામાં આવશે. આ કારણૌસર તમારે વધુ પ્રીમિયમની ચૂકવણી કરવાની રહેશે.
બીજી રીતે જોવામાં આવે તો, તમે એક કોન્ફિડેન્ટ ડ્રાઈવર છે, જેથી તમે કાર વીમા માટે ક્લેઈમ કરવા અંગે વિચારણા કરતા નથી. તો તમે વધુ છૂટછાટની પસંદગી કરી શકો છો અને પ્રીમિયમ પર બચત કરી શકાય છે.
અગાઉ ઉલ્લેખ કરવામાં આવેલ છે, તે નુસાર નો-ક્લેઈમ બોનસ પ્રીમિયમ છર્ચમાં છૂટછાટ સૌથી સારો વિકલ્પ છે. આ એક એવું બોનસ છે, જે વીમા કંપની પોલીસીધારકને કારની સારી સારસંભાળ લેવા માટે અને આખા વર્ષ દરમિયાન ક્લેઈમ ન કરવા માટે પ્રદાન કરવામાં આવે છે.
જેનો અર્થ છે કે, તમામ ક્લેઈમ ફ્રી વર્ષ માટે વીમાધારક આકર્ષક છૂટ પ્રાપ્ત કરીને અથવા વીમાની ખરીદી પર ઓછુ પ્રીમિયમ કરીને વધુ બચત કરી શકશે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો પહેલા વર્ષમાં 20 ટકા સુધીની છૂટ, બે વર્ષ બાદ 25 ટકાની છૂટ, ત્રણ વર્ષ બાદ 35 ટકા સુધીની છૂટ અને કોઈપણ પ્રકારનો ક્લેઈમ કરવામાં ના આવે તો ચાર વર્ષ બાદ 45 ટકાની છૂટ મળવાપાત્ર છે.
આ બોનસ શૂન્ય છે અને તમે એક સામાન્ય દાવો કરવો અથવા પોલિસીની ડેડલાઈનના ત્રણ મહિનામાં વીમો રિન્યૂ કરવામાં આવતો નથી. આ કારણોસર સામાન્ય નુકસાન માટે દાવો ના કરવો જોઈએ અને તે ખર્ચ જાતે ચૂકવવો જોઈએ.
આ પ્રકારે જૂની કારમાં ટ્રેડિંગ કરીને નવી ઓટોમોબાઈલ ખરીદતા સમયે નો-ક્લેઈમ બોનસ ટ્રાન્સફર કરી દેવું દોઈએ. જેને જાળવી રાખવા માટે તમે દાવો કરો તેમ છતાં તમે નો ક્લેઈમ બોનસની પસંદગી કરી શકો છો.
અહીંય જણાવેલ ટીપ્સ સિવાય તમે વધુ બચત કરવા માટે ઓનલાઈન અલગ અલગ પોલિસી અને સુવિધાઓ વિશે જાણી શકો છો. કોઈપણ પોલિસી પસંદ કરતા પહેલા ફાઈન પ્રિન્ટ યોગ્ય રીતે વાંચી લેવી જોઈએ અને ગુપ્ત ખર્ચાઓ વિશે જાણકારી મેળવી લેવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર